કોવેક્સિનને લઇને આવ્યા મહત્વના સમાચાર, જે ડેલ્ટા વેરિઅન્ટ સામે…જાણી લો જલદી તમે પણ નહિં તો..

કોવેકસીનનું ફાઇનલ ટ્રાયલ: ડેલ્ટા વેરિઅન્ટ સામે ખૂબ જ અસરદાર!

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે ડેલ્ટા પ્લસ વેરિયન્ટને ચિંતાજનક ગણાવ્યો હતો. કેન્દ્રએ કહ્યું કે, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર ઝીણીથી નજર રાખવામાં આવી રહી છે. આ મામલે કેન્દ્રએ રાજ્યોને પગલાં લેવા પત્ર લખીને ચેતવણી આપી છે. ભારતીય કોવિડ રસીને લઇ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત બાયોટેકે તેની કોવિડ રસી COVAXINના ત્રીજા તબક્કાના ટ્રાયલનાં પરિણામો સત્તાવાર રીતે જાહેર કર્યા છે.

image source

તેમના કહેવા મુજબ, કોવેક્સિન કોરોના સામે 77.8% અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. તો ખતરનાક ડેલ્ટા વેરિએન્ટ સામે 65.2% અસરકારક છે. ત્રીજા તબક્કાના ટ્રાયલમાં કુલ 24,419 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાંથી 12,221 લોકોને મૂળ રસીના બંને ડોઝ આપવામાં આવ્યા હતા અને 12,198 લોકોને પ્લેસિબો આપવામાં આવી હતી.

ગંભીર સંક્રમણમાં 93.4% અસરકારક

કોરોના વાયરસના ગંભીર સંક્રમણથી પીડિત લોકો વિશે વાત કરીએ તો કોવેક્સિન તેની સામે 93.4% અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. સત્તાવાર પરિણામો જાહેર કરતી વખતે, કંપનીએ કહ્યું કે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં ભાગ લેનારા 16,973 લોકો પર બંને ડોઝ (અસલી રસી કે પ્લેસબો) આપ્યા પછી ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી તેમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ફોલો-અપમાં એવું જાણવા મળ્યું કે 130 વોલેન્ટિયર્સને કોવિડ સંક્રમણ થયો જેમાંથી 24 આવા લોકો એવા હતા જેમને મૂળ રસીના બંને ડોઝ લીધા બાદ કોવિડ થયો હતો, તો પ્લેસિબો લીધા પછી 124 વોલેન્ટિયર્સને કોવિડ થયો હતો.

image source

એ જ રીતે, કોવિડનું ગંભીર સંક્રમણ જે 16 વોલેન્ટિયર્સમાં જોવા મળ્યું તેમાંથી ફક્ત 1 ને અસલી વેકસીનના બંને ડોઝ આપવામાં આવ્યા હતા અને બાકીના 15 લોકોને પ્લેસિબો આપવામાં આવી હતી. આ ટ્રાયલમાં એવું પણ જાણવા મળ્યું છે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં કોવેક્સિન 67.8% અસરકારક છે અને 60 વર્ષથી ઓછી વયના લોકો માટે 79.4% અસરકારક છે.

સાઇડઇફેક્ટસ પણ જોવા મળી

ત્રીજા તબક્કાના ટ્રાયલ દરમિયાન કુલ 99 વોલેન્ટિયર્સમાં ગંભીર સાઇડ ઇફેકટસ પણ જોવા મળી હતી. તેમાંથી 39 વોલેન્ટિયર્સ અસલી રસીવાળા અને 60 પ્લેસિબોવાળા હતા. ત્રીજા તબક્કાના ટ્રાયલ ભાગ લેનારા 15 વોલેન્ટિયર્સના મોત પણ થયા છે. આ અંગે કંપનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આમાંના કોઈપણ વોલેન્ટિયરના મોતનું કારણ રસી કે પ્લેસિબોની આડઅસરથી થયું નહોતું.

image source

તેમાંથી 5 વોલેન્ટિયર્સને અસલી રસી આપવામાં આવી હતી અને 10 લોકોને પ્લેસિબો અપાઇ હતી. ઉપરાંત, મૃત્યુ પામેલા 15 વોલેન્ટિયર્સમાંથી 6ના મોત કોરોના સંક્રમણથી થયું હતું અને તેમાંથી 1 ને અસલી રસી આપવામાં આવી હતી અને 5 ને પ્લેસિબો આપવામાં આવી હતી. નિષ્ણાંતો દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે કે, આ વેરિયન્ટથી કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. મહારાષ્ટ્ર સિવાય કેરળ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં પણ આ પ્રકારનાં કિસ્સા જોવા મળ્યાં છે. વિશ્વમાં હજી સુધી આ વેરિએન્ટના 200 કેસ મળી આવ્યા છે, જોકે તેમાંથી 30 કેસ ભારતના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!