ગરીબીમાં બાળપણ, સંઘર્ષના દિવસો, માતા પાસેથી શીખ્યા લગ્નગીત અને લોકગીત, આજે આખા ગુજરાતમાં વાગે છે ડંકો

જીવનમાં જ્યારે કંઇક કરી બતાવવાની કે સફળ થવાની વાતને લક્ષ બનાવી લેવામાં આવે ત્યારે કંઈ જ તમને રોકી શકતું નથી. જ્યારે આપણે કલાકારોના જીવન ને જોઈએ છીએ ત્યારે એવું વિચારીએ છીએ કે તેઓ કેટલા વૈભવી જીવન ને માણી રહ્યા છે, પરંતુ ખરેખરમાં આપણે હકીકતથી અજાણ હોઈએ છીએ કે આ જીવન સુધી પહોંચવા માટે તેમણે કેટલા સંઘર્ષનો સામનો કર્યો હશે.

image soucre

આજે એક ગુજરાતી કલાકાર વિશે જાણીએ જેવો એક સંઘર્ષમય જીવન જીવીને આજે સફળતા કલાકાર બન્યા છે. તેમના સંઘર્ષમય જીવન વિશે મોટાભાગના લોકો જાણતા નથી. કલાકાર છે ગુજરાતનો પ્રખ્યાત લોકગાયિકા રશ્મીતાબેન રબારી.

image soucre

રસમિતા બેન રબારી આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે તેઓ લોકપ્રિય ગાયક કલાકાર બની ચૂક્યા છે પરંતુ તમને જણાવી દઈએ કે તેમનું નાનપણ ખૂબ જ સંઘર્ષમય વાતાવરણમાં પસાર થયું છે. તેમના પ્રિય અવાજના લાખો લોકો ચાહક છે આજે તેમણે જે પ્રસિદ્ધિ મેળવી છે તે આપણે મેળવી છે. શરૂઆતના સમયમાં તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી પરંતુ ધીરેધીરે રશ્મીતાબેન આગળ વધતા રહ્યા. એક સમય એવો હતો જ્યારે તેઓ ફન્ટી ગાડી ખરીદી શક્યા હતા. પરંતુ આજે તેમની પાસે ફોરચૂનર સહિતની કાર છે અને આલિશાન ઘર છે.

image soucre

26 એપ્રિલ 1995ના રોજ રસ્મિતાબેન નો જન્મ થયો હતો. તેમના બે મોટા ભાઈઓ પણ છે જ્યારે રશ્મીતાબેન એક વર્ષના હતા ત્યારે એક અકસ્માતમાં તેના પિતાની આંખો જતી રહી હતી ત્યારબાદ બધી જ જવાબદારી તેમના માથા પર આવી ગઈ. રશ્મિતાબેન જ્યારે શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ તેમણે પ્રાર્થના અને ભજન ગાવાનો શોખ હતો.

image soucre

શાળામાં હતા ત્યારથી જ તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતા. તેમની ગીતો ગાવામાં રૂચિ વધતી ગઈ અને આ રુચિ તેમની સ્ટેજ સુધી લઈ ગઈ. તેમને તેની માતા પાસેથી લોકગીતો અને લગ્ન ગીતો શીખ્યા અને ત્યારબાદ ભજન કાર્યક્રમોમાં ગાવાનું શરૂ કર્યું.

image soucre

રસમિતા બેન ને તેનો સૌથી પહેલો પ્રોગ્રામ ભીખુદાનભાઈ ગઢવી અને કિર્તીદાન ભાઈ ગઢવી સાથે કર્યો હતો. તેમણે એક લગ્ન ગીત ગાયું હતું ત્યારથી જ તેમની લોકચાહના વધી છે જે આજ સુધી યથાવત છે.