ઓ બાપ રે…કોરોનાની રસી બનાવતી સિરમ ઈન્સિટ.માં લાગેલી આગમાં 5 જિંદગીઓ ભડથું

મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ, આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે, કોવિડ વેક્સિનના યુનિટમાં આગ લાગી હતી નહી.

  • -સીરમ ઇન્સ્ટીટયુટના નવા પ્લાન્ટમાં લાગી આગ.
  • -ફાયર બ્રિગેડ વિભાગની ગાડીઓએ આગ પર નિયંત્રણ મેળવ્યું.
  • -મહારાષ્ટ્ર રાજ્ય સરકારએ આપ્યા તપાસના આદેશ.
image source

પુણેની સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયાના નવા પ્લાન્ટમાં આજ રોજ ગુરુવારે આગ લાગી ગઈ. આ ઘટનામાં સીરમ ઇન્સ્ટીટયુટના પાંચ કર્મચારીઓના મૃત્યુ થઈ ગયા. પાંચ વ્યક્તિઓની મૃત્યુની પુષ્ટિ પુણેના મેયર દ્વારા કરવામાં આવી છે. સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા જ કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવી રહી છે, જેની આપૂર્તિ ભારત સહિત કેટલાક દેશમાં કરવામાં આવી રહી છે. આગ નવા પ્લાન્ટમાં લાગી છે, જ્યાં હજી સુધી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરુ થયું છે નહી. ત્યાં જ, મહારાષ્ટ્ર સરકાર પણ આ ઘટના પછી સક્રિય થઈ ગઈ છે. સરકાર દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ, આગ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું છે કે, કોવિડ વેક્સિનના યુનિટમાં આગ લાગી હતી નહી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, મેં કલેકટર અને નગર નિગમ આયુક્ત સાથે વાતચીત કરી છે. આગ લગભગ નિયંત્રણમાં છે. ફક્ત ધુમાડો છે. ૬ વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે.

સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, આ બિલ્ડીંગમાં બીસીજીની વેક્સિન બનાવવામાં આવતી હતી અને એનો કોવિશિલ્ડ વેક્સિન સાથે કોઈ લેવા- દેવા છે નહી. તેમણે કહ્યું છે કે, આગ લાગવાના કારણોની તપાસ થશે.

ત્યાં જ, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારએ કહ્યું છે કે, અમે તપાસના આદેશ આપી દીધા છે. હું પ્રસાશનની સાથે સતત સંપર્કમાં છું. દેશ અને દુનિયાભરમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અજીત પવારએ કહ્યું છે કે, હું આ સ્પષ્ટ કરવા ઈચ્છું છું કે, વેક્સિનેશન પ્લાન્ટ સુરક્ષિત છે.

ચીફ ફાયર ઓફિસરએ આજતક સાથે વાત કરતા કહ્યું છે કે, ફાયર બ્રિગેડ વિભાગના ૨:૩૦ વાગે આગ લાગવાની સુચના મળી. અમે ઘટનાસ્થળે પહોચી ગયા અને આગ ઓલવવાના કામમાં જોડાઈ ગયા. પહેલા અમે ૯ વ્યક્તિઓને બચાવ્યા. સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યા બાદ અમને બિલ્ડીંગના પાંચમા માળ પર ૫ મૃતદેહ મળ્યા.

આ ઘટના પર સીરમ ઇન્સ્ટીટયુટના સીઈઓ અદાર પુનાવાલાએ કહ્યું છે કે, અમને હજી પણ કેટલાક મુશ્કેલી ઉભી કરનાર અપડેટ મળી રહ્યા છે. દુર્ભાગ્યથી આ ઘટનામાં કેટલાક વ્યક્તિઓને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. અમને તેનું ઘણું દુઃખ થયું છે અને મૃતકોના પરિવારના સભ્યો પ્રત્યે અમારી ઊંડી સંવેદના છે.

image source

આગ પર મેળવ્યો નિયંત્રણ.

ઘટનાસ્થળ પર પહોચેલ ફાયરબ્રિગેડ વિભાગની ૧૫ ગાડીઓએ આગ પર નિયંત્રણ મેળવ્યો. આગ પુણેના મંજરીમાં આવેલ સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયાના નવા પ્લાન્ટમાં લાગી. ગત વર્ષે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન દ્વારા આ પ્લાન્ટનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ હજી આ પ્લાન્ટમાં વેક્સિનનું ઉત્પાદન શરુ કરવામાં આવ્યું છે નહી.

image source

પુણેના પોલીસ કમિશનરએ કહ્યું છે કે, આગ મંજરી પ્લાન્ટમાં લાગી. વેક્સિનના ઉત્પાદન ત્યાં હજી શરુ કરવામાં આવ્યું હતું નહી. પરંતુ પછીથી તેને શરુ કરવાની તૈયારીઓ ચાલી રહી હતી. સીરમ ઇન્સ્ટીટયુટના સીઈઓ અદાર પુનાવાલાએ કહ્યું કે, ચિંતા અને પ્રાર્થનાઓ કરવા માટે બધાનો ધન્યવાદ.

image source

કોરોના વેક્સિન કોવિશિલ્ડના પ્રોડક્શન સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયાના નવા પ્લાન્ટથી અંદાજીત એકથી બે કિલોમીટર અંતર પર આવેલ જુના પ્લાન્ટથી કરવામાં આવી રહ્યું છે. આ પ્લાન્ટનું નિર્માણ વર્ષ ૧૯૯૬માં કરવામાં આવ્યું હતું. અહિયાં કોવિશિલ્ડ વેક્સિનનું પ્રોડક્શન થઈ રહ્યું છે. કોવિશિલ્ડનું મોટાપાયા પર ઉત્પાદન કરવાની તૈયારી નવા પ્લાન્ટમાં કરવામાં આવી હતી, જેનો કેટલોક ભાગ આગની ચપેટમાં આવી ગયો.

Source: aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત