Site icon News Gujarat

રસોડામાં આ દિશામાં રાખો ગેસની સગડી, સાથે જાણો કેવો રાખશો પ્લેટફોર્મનો પત્થર

કિચનમાં કઈ દિશામાં રાખવી જોઈએ ગેસની સગડી, પ્લેટફોર્મ બનાવવા માટે કેવા પથ્થરનો ઉપયોગ કરવો જોઈએ.

આપનું ઘર જો વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે હોય છે તો આપના ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે છે. ઘરમાં બનાવવામાં આવેલ કિચન ઘરનો ઘણો મહત્વનો ભાગ માનવામાં આવે છે એટલા માટે કિચનમાં કોઈપણ પ્રકારના વાસ્તુ દોષ ના હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કેમ કે, કિચનમાં ઉત્પન્ન થયેલ વાસ્તુ દોષ ઘરમાં રહેતી મહિલાઓની સાથે જ આખા પરિવાર પર અસર કરી શકે છે. આજે આ લેખમાં અમે આપને કિચન સાથે સંબંધિત કેટલીક વાસ્તુ ટીપ્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી આપ આપના ઘરમાં અવેલ કિચનમાં જો કોઈ વાસ્તુ દોષ છે તો આપને દુર કરવામાં મદદ કરશે.

image source

કિચનમાં ગેસની સગડીને અગ્નિ કોણમાં, જયારે વોશ બેસીનને ઉત્તર દિશા તરફ હોવું જોઈએ.

આપના ઘરના કિચનમાં રાંધવા માટેનું સ્ટેન્ડ એટલે કે, પ્લેટફોર્મની સુવિધા પૂર્વ દિશા અને દક્ષિણ દિશા તરફ કરવી વાસ્તુ શાસ્ત્ર મુજબ યોગ્ય માનવામાં આવે છે, જયારે વોશ બેસીનની વ્યવસ્થા ઉત્તર દિશામાં કરવી વધારે યોગ્ય માનવામાં આવે છે.

image source

આપે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, આપના કિચનમાં ગેસની સગડીની વ્યવસ્થા અને વોશ બેસીનની સુવિધા એક જ પ્લેટફોર્મ પર કરવામાં આવવી જોઈએ નહી. તેમજ પ્લેટફોર્મ પર જે જગ્યાએ ગેસની સગડી રાખવાના હોવ તે જગ્યાએ ઉપરની તરફ બારી હોવી જોઈએ નહી. તેમજ ઉપરની બાજુ કોઈ સેલ્ફ પણ હોવા જોઈએ નહી.

કિચનમાં પ્લેટફોર્મ પર કાળા રંગના પથ્થરનો ઉપયોગ કરવો જોઈએ નહી.

image source

કિચનના પ્લેટફોર્મ માટે આપે વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ લીલો, પીળો, ગુલાબી કે પછી સફેદ રંગને પસંદ કરી શકો છો. તેમજ જો આપ પ્લેટફોર્મના પથ્થર માટે માર્બલને પસંદ કરી શકો છો તો તે આપના માટે વધુ ફાયદાકારક રહેશે. પરંતુ આપે ધ્યાન રાખવું જોઈએ કે, કિચનના પ્લેટફોર્મ માટે આપે ક્યારેય પણ કાળા રંગના પથ્થરનો ઉપયોગ ના કરવામાં આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે, વાસ્તુ શાસ્ત્રમાં કાળા રંગનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થતી રહે છે.

રાતના સુતા પહેલા કિચનમાં પ્લેટફોર્મને સ્વચ્છ કરીને જવું જોઈએ.

image source

આપે કિચનમાં પ્લેટફોર્મ પર ઉપરની તરફ આવેલ દીવાલ પર સુંદર ફળ અને શાકભાજીના ચિત્રોને લગાવી શકો છો કે પછી માતા અન્નપુર્ણાનું ચિત્ર પણ લગાવી શકો છો. આપે રાતના સમયે સુવા જતા પહેલા પ્લેટફોર્મને સારી રીતે સ્વચ્છ કરીને પછી સુવા માટે જવું જોઈએ. તેમજ આપે ધ્યાન રાખવું કે, પ્લેટફોર્મ પર ચપ્પુ, છરી, કાંટા કે પછી કોઈપણ ધારદાર વસ્તુ રાખવી જોઈએ નહી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version