રસોડામા રહેલા આ માટીના પાત્રો બદલાશે તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમા જાણો કેવી રીતે…?

મિત્રો, પ્રવર્તમાન સમયમા તો તમને ભાગ્યે જ કોઈ એવુ ઘર જોવા મળશે કે, જ્યા માટીના વાસણો હોય, તો પછી એ વાત તો સાવ દૂર રહી કે કોઈ અત્યારના સમયમા આ માટીના પાત્રનો ઉપયોગ કરતુ હોય. જો કે, પહેલાના સમયમા આ પ્રકારના વાસણોનો ખુબ જ વધારે પડતો ઉપયોગ થતો હતો. તેમા આપણે આપણી રોજીંદી ક્રિયાઓ જેમકે, ભોજન કરવુ, પાણી પીવુ વગેરે કરતા હતા.

image source

પરંતુ, હાલ સમયમા બદલાવ આવતા આપણા જીવનમા પણ અનેકવિધ પરિવર્તનો આવી ચુક્યા છે અને આપણા રસોઈઘર અથવા તો એમ કહી શકો કે, આપણા જીવનમાંથી માટીના વાસણો જાણે લુપ્ત જ થઇ ગયા છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમારા રસોઈઘરમા માટીના વાસણોનો ઉપયોગ કરવામા આવે તો તમારુ જીવન એકદમ સકારાત્મક બની શકે છે અને તમારી સંપત્તિમા પણ વૃદ્ધિ થશે.

image source

પહેલાના સમયમા લોકો માટીના પાત્રોમા ભોજન રાંધતા અને તેનુ સેવન કરતા હતા, જેના કારણે તેમના સ્વાસ્થ્યની તંદુરસ્તી જળવાઈ રહેતી હતી. આપણા શાસ્ત્રોમા માટીકામ ખૂબ જ પવિત્ર અને શુભ માનવામા આવે છે. હાલ, ભલે માટીના પાત્રો આપણા જીવનમાંથી લુપ્ત થઇ ચુક્યા છે પરંતુ, હજુ પણ અમુક વિશેષ પ્રસંગોએ તેનો ઉપયોગ અવશ્યપણે થાય છે.

image source

તો ચાલો આજે આ લેખમા આપણે જાણીએ કે, જો માટીના પાત્રો રસોઈઘરમા હોય તો તે આપણા માટે કેવી રીતે લાભદાયી સાબિત થઇ શકે છે? ચાલો જાણીએ. જો તમે તમારા ઘરમા માટીના પાત્રો રાખો છો તો તમને કુદ્રષ્ટિના પ્રભાવ સામે રક્ષણ આપે છે. આ વાસણો આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને તેની સાથે તમારા ઘરમા સુખ અને સમૃદ્ધિ પણ લાવશે.

image source

મુખ્યત્વે આ પ્રકારના વાસણોનો ઉપયોગ લગ્નપ્રસંગમા અથવા તો ધાર્મિક પૂજાના કાર્યોમા પણ થાય છે. તેનુ કારણ ફક્ત એક જ છે કે, તેને અત્યંત શુભ માનવામા આવે છે અને તેનો ઉપયોગ સારા કામ માટે પણ કરવામા આવે છે. આ ઉપરાંત રસોઈઘરમા પણ જે વાસણ રાખવામા આવ્યા છે, તે તૂટેલા કે ભાંગેલા ના હોવા જોઇએ. આવા વાસણો આપણા ઘરમા નકારાત્મકતા ફેલાવે છે અને તે આપણા ઘરમા ગરીબી ફેલાવા પાછળનુ કારણ બને છે.

image source

વાસ્તુશાસ્ત્રમા જણાવ્યા અનુસાર જો આપણા ઘરમા ઉત્તર-પૂર્વ દિશામા ઘડામા પાણી ભરીને રાખવામા આવે તો નકારાત્મક ઉર્જા એ આપણા ઘરથી દૂર રહે છે તેમજ તણાવની સ્થિતિમા પણ ઘડામા રાખેલ પાણી પીવાથી આપણને રાહત મળે છે. આ સિવાય વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમા ભગવાનની ફક્ત માટીની મૂર્તિ રાખવી જોઈએ, જેથી તમારા ઘરની સુખ અને સમૃદ્ધિમા વૃદ્ધિ થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ