જો તમે પણ તમારા રસોડામાં આ વાતોનું ધ્યાન ન રાખતા હોય તો હવેથી ચેતી જજો.

શુ તમે પણ રસોડામાં વાસ્તુ મુજબ અમુક વાતોનું ધ્યાન રાખવા માંગો છો, તો આજે આ વાંચી લો

વાસ્તુ પ્રમાણે રસોડામાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. એટલા માટે રસોડામાં થયેલી કોઈપણ ભૂલ માતા લક્ષ્મીને નારાજ કરે છે અને બરબાદીનું કારણ બને છે. રસોડામાં રોટલી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા તવાનું પણ ખૂબ જ ખતવ હોય છે અને એની સાથે જોડાયેલ વાસ્તુમાં કેટલાક નિયમ બતાવવામાં આવ્યા છે.

image source

આ નાની નાની વાતોનું ધ્યાન રાખો.

ઘણી સ્ત્રીઓ તવા પર રોટલી બનાવ્યા પછી એના પર પાણી નાખી દે છે કે પછી એને સીંકમાં મૂકી દે છે, જે ખરેખર ખોટું છે. એવી માન્યતા છે કે આવું કરવાથી લગ્નમાં મુશળધાર વરસાદ પડે છે કે પછી તબિયત ખરાબ થઈ શકે છે.

image source

તવાનો ઉપયોગ કરતા પહેલા એના પર પાણી છાંટો. એનાથી ઘરના સભ્યોમાં ગુસ્સો ઓછો થાય છે અને પરિવારમાં ખુશહાલી જળવાઈ રહે છે. તવો રાહુનું પ્રતિનિધિત્વ કરે છે એટલે એને હંમેશા સાફ કરીને જ મુકવો જોઈએ. સાથે સાથે એને એવી જગ્યાએ રાખવો જોઈએ જ્યાં કોઈની સીધી નજર ન પડે.

રોટલી બનાવતા પહેલા તવા પર થોડું મીઠું છાંટી દો. મીઠાને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે એટલે એનાથી ઘરમાં ક્યારેય અન્ન કે ધનની કમી નથી થતી.

image source

પહેલી રોટલી હંમેશા કોઈ પ્રાણી કે પક્ષીને ખવડાવો અને પછી પરિવારના સભ્યોને ભોજન ખવડાવો. આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. રસોડામાં કિચન સ્ટેન્ડ ઉપર સુંદર ફળ કે શાકભાજીનું ચિત્ર લગાવો. અન્નપૂર્ણા માતાનું ચિત્ર પણ લગાવો જેથી ઘરમાં બરકત જળવાઈ રહેશે.

– કીડી, વંદા, ઉંદર કે અન્ય જીવાત રસોડામાં ફરી રહી હોય તો સાવધાન થઈ જાઓ, આ તમારી તંદુરસ્તી અને બરકતને ખાઈ જશે. રસોડાને હંમેશા ચોખ્ખું રાખો.

image source

-જ્યારે પણ ભોજન કરો તો એ પહેલાં એને અગ્નિને અર્પિત કરો. અગ્નિ દ્વારા બનાવવામાં આવેલા અન્ન પર સૌથી પહેલો હક અગ્નિનો હોય છે.

– ભોજનની થાળીને હમેશા પાટલી કે ટેબલ પર સમ્માનથી મુકો. જમવાની થાળીને ક્યારેય એક હાથથી ન પકડો. એવું કરવાથી ખાવાનું પ્રેત યોનિમાં જતું રહે છે.

image source

– ભોજન કર્યા પછી થાળીમાં હાથ ન ધૂઓ. થાળી ક્યારેય એઠી ન મુકો. ભોજન કર્યા પછી થાળીને ક્યારેય કિચન સ્ટેન્ડ, પલંગ કે ટેબલની નીચે ન મુકો, ઉપર પણ ન મુકો. રાત્રે જમવાના એઠા વાસણ ઘરમાં ન મુકો.

– ભોજન કરતા પહેલા દેવતાઓનું આહવાન કરો. ભોજન કરતી વખતે વાતો કે ગુસ્સો ન કરો. પરિવારના સભ્યો સાથે બેસીને ભોજન કરો.

-રાત્રે ચોખા અને દહીંનું સેવન કરવાથી લક્ષ્મીનો અનાદર થાય છે, એટલે જો તમે સમૃદ્ધિ ઇચ્છતા હોય તો આ વસ્તુઓનું સેવન રાત્રીના ભોજનમાં ન કરો.

image source

– ભોજન હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ કરીને જ લો. બને તો રસોડામાં બેસીને જ ભોજન કરો એનાથી રાહુ શાંત થશે. બુટ ચંપલ પહેરીને ક્યારેય ભોજન ન કરવું જોઈએ.

– રસોડાના નળમાંથી પાણી ટપકવું આર્થિક ક્ષતિનો સંકેત છે. ઘરમાં કોઈપણ વાસનમાંથી પાણી ટપકતું હોય તો એને રીપેર કરાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત