કોરોનાની વેક્સિન લેવી કે નહીં જો કન્ફ્યુઝન હોય તો વાંચી લો આર્ટિકલ

કોરોનાની રસી લેવી કે નહીં?????

આજે કોરોનાના કેસ કુદકેને ભૂસકે વધી રહ્યા છે . એક એક ઘરમાં એક સાથે ૫,૬ કેસ નીકળે છે હોસ્પિટલમાં જગા મળી નથી રહી ત્યારે આ પ્રશ્ન જ ગાંડો છે . કોરોના થયા પછી પોતાના ઘરમાં એકાદ પેશન્ટ સારું થઈ ગયું એટલે લોકોને હવે ડહાપણ(દોઢ ડહાપણ)સુજે છે એકાદ બે અધકચરા જ્ઞાન વાળા લોકો રસી લીધા બાદની સાઈડ ઇફેક્ટ બતાવે એટલે ચાંપલા લોકો રસી ને ખોદવા માંડે અને ડહાપણ ડોળવા માંડે છે. અરે ભાઈ ….100 માંથી 5 લગ્નોમાં છૂટાછેડા થાય એટલે લગ્ન પરંપરા જ બંધ કરી દેવાની ?? એક ટામેટું બગડેલું નીકળે એટલે બધા ટામેટા જ ફેંકી દેવાના?? આ મૂર્ખાઈ કહેવાય.

image source

પહેલા તો તમે સમજો કે રસી એ છે શું ? કોઈ પણ રોગની રસી એ રોગ માટેના કારણભૂત જીવાણું [બેક્ટેરિયા ] કે વિષાણું [વાયરસ] નું મૂર્ત સ્વરૂપ છે કે જે તમને રોગ કરવા માટે સક્ષમ હોતા નથી પણ તમને એ રોગ સામે લડવાની શક્તિ એટલે કે ઈમ્યુનીટી આપવા માટે સક્ષમ હોય છે . કોઈ પણ વેક્સિન લીધા પછી શરીર એ રોગના એન્ટિજન (જીવાણુ, વિષાણુ અથવા તો કોવિડ વાયરસ જેવા કિસ્સામાં એમાંનું પ્રોટીન) સામે પ્રતિકાર કરવા માટે એન્ટિબોડી બનાવતા શીખી જાય છે .

રોગ થાય ત્યારે પણ શરીર આ જ પ્રોસેસ કરે છે પણ એમાં ઘણીવાર ઇન્ફેક્શન તીવ્ર હોય તો શરીરની પ્રતિકાર શક્તિ હથિયાર હેઠાં મૂકી દેતી હોય છે. આ એન્ટિબોડી બની ગયા હોય અથવા તો એક વાત શરીરને એ બનાવતા આવડી ગયા હોય પછી જ્યારે આવા રોગનું સંક્રમણ થાય ત્યારે શરીરને એની સામે લડવાની હથોટી આવી ગઈ હોય તેથી સ્વાસ્થ્યને ઓછામાં ઓછું નુકશાન પહોંચે છે અને માની લો કે કદાચ રોગ થાય તો પણ જીવલેણ તો ભાગ્યે જ થાય….

image source

રસી ની અંદર વાયરસ હોય પણ ઓળખીતા અને માપના હોય જેને આપણું શરીર સામાન્ય સંજોગોમાં પહોંચી જ વળે પછી ગભરાઈને શા માટે ભાગવું . આપણા દેશના અને વિદેશના વૈજ્ઞાનિકો એ રાત દિવસ મહેનત કરીને આ રસી તૈયાર કરી છે અને તે ચાર ફેઝના કલીનીકલ ટ્રાયલ થયા બાદ જ બહાર આવી છે આપણા સુધી રસી પહોચતા પહેલા હજારો વોલન્ટિયર આ રસી લઇ ચુક્યા છે. આમ આ રસી સંપૂર્ણ રીતે સેઈફ છે .

રસી આટલી સેઈફ હોય તો લોકો ડરે છે શા માટે ? આ વાત પણ સમજવા જેવી છે , અત્યાર સુધી મોટા ભાગે એવું બનતું કે રસી એટલે બાળકો આવું પહેલી વાર બન્યું છે કે આટલા ટૂંકા સમય માં આટલી મોટી સંખ્યામાં રસી મુકવામાં આવી હોય . કોઇપણ રસી આપણને આપવામાં આવે ત્યારે તેના કારણે થતી આડઅસર ત્રણ પ્રકાર ની જોવા મળે છે

image source

૧] સામાન્ય તાવ, મને આજે મજા નથી એવી ફીલિંગ , રસીની જગા એ દુખાવો વગેરે જેના માટે કઈ જ કરવાની જરૂર હોતી નથી

૨] ૧૦૦ ડીગ્રીની ઉપર તાવ , માથાનો દુખાવો , ઉલટી , ઉબકા, ચક્કર વગેરે જેને અમારી ભાષા માં એનાફાયલેટીક રીએક્શન કહીએ છીએ આ બધી અસર સામાન્ય સારવાર થી જ મટી જાય છે

૩] ગંભીર પ્રકારની આડ અસર જેવી કે બેભાન થવું, બીપી ઘટવું,હૃદય પર અસર વગેરે આ પ્રકારના કેસ ને સઘન સારવાર આપવી પડે છે. આપણે જોઈએ તો ૮૫ ટકા દર્દી એ પહેલી કેટેગરીમાં આવે છે બાકીના ૧૦-૧૨ ટકા કેસ તો બીજી કેટેગરીમાં આવે છે એટલે ત્રીજી કેટેગરી માં ૧ ટકા કેસ પણ આવે નહી .

રસી સારી હોય તો આડઅસર કેમ આવે? રસી ની અંદર મુખ્ય તત્વની સાથે એણે સ્ટેબલ રાખવા રસીને સાચવવા દવા એવું બધું કેમિકલ ઉમેરવા માં આવે છે જેની કોઈને એલર્જી હોય તો એ વ્યક્તિને રીએક્શન આવી શકે. આવ લોકો એ સી મુકાવતા પહેલા ડોક્ટરને જાણ કરવી જોઈએ જેથી તકેદારી રાખી ને કામ કરી શકાય .

image source

મિત્રો હવે તમે સમજો કે તમારી પાસે 2 ચોઇસ છે…..રોગ અને રસી…. તમે કોને પસંદ કરવાના ??… હા….રસીને જ. રસીની અંદર વાયરસ હોય પણ ઓળખીતા અને માપના હોય જેને આપણું શરીર સામાન્ય સંજોગોમાં પહોંચી જ વળે પછી ગભરાઈને શા માટે ભાગવું…. માની લો કે તમને એવું કહેવામાં આવે કે તમારે તમારા શરીરમાં ચપ્પા વળે ચીરો મુકાવવાનો છે જ તો તમે કોના જોડે મુકાવશો??…ગુંડા જોડે કે ડોક્ટર જોડે ???…….

બસ … આવું જ રસીનું છે …એટલે તમને રસી મુકવામાં આવે તો પોતાની જાતને ભાગ્યશાળી સમજો અને રસી મુકાવો…. મેં પોતે પણ રસી લીધી છે અમારા જેવા લાખો ડોક્ટર અને કરોડો દેશવાસીઓ અને આપડા માનનીય પ્રધાન મંત્રી શ્રી પણ રસી લઇ ચુક્યા છે અને કોઈને કશું જ નથી થયું… હા કોઈ કોઈને સામાન્ય તાવ,ઠંડી શરીરનો દુખાવો એવું રહે છે પણ એ માત્ર એકાદ દિવસ કે બહુ બહુ તો 2 દિવસ એ પણ સામાન્ય પેરાસીટામોલ લેવાથી મટી જાય છે.

image source

એટલે ગભરાઓ નહીં… આગળ આવીને સામે ચાલીને રસી લો…..પણ હા રસી લેનાર એમ ન માને કે આપડે હવે આઝાદ…. ના ના ના ….SMS ભૂલતા જ નહીં સોશિયલ ડિસ્ટનસિંગ, માસ્ક અને સેનેટાઈઝર…..ચાલુ જ રાખો… ગાડી નો 10 લાખ નો વીમો હોય આપડો 1 કરોડનો વીમો હોય તો એક્સિડન્ટ કરતાના ફરાય… એમ રસી લીધા બાદ સાવચેતી રાખવાની તો ખરી જ …યાદ રાખો 60 ટકા લોકો રસી લેશે પછી જ કોરોના જશે…એટલે તમે આ શુભકાર્ય માં વિઘ્ન ના બનો….

આલેખનઃ ડો. દિવ્યાંગ પટેલ, મોડાસા- અરવલ્લી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!