રસ્તા પર ઉતરી આવેલા દીપડાએ એક વ્યક્તિ પર કર્યો હુમલો, વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક દીપડો રસ્તા પર ઉતરી આતંક મચાવી રહ્યો છે.

image source

આ વીડિયો ઈંડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર પ્રવીણ કાસવાને ટ્વીટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક દીપડો રસ્તે જતા એક વ્યક્તિ પર હુમલો કરે છે અને આ જોઈ કેટલાક કુતરા તેના પર ભસવા લાગે છે. ત્યારબાદ દીપડો અને કુતરા વચ્ચે જડપ થાય છે.

આ દીપડો એટલો ખુંખાર બની ગયેલો જોવા મળે છે કે તે વ્યક્તિને ટ્રકમાંથી નીચે ખેંચી લે છે. દીપડો રસ્તા પર એક દિવાલ કુદીને પહોંચી જાય છે. અચાનક રસ્તા પર આવી ચઢેલા દીપડાને જોઈ અને લોકોમાં અફરાતફરી થઈ જાય છે અને એક વ્યક્તિ દોડી અને ટ્રક પર ચઢવાનો પ્રયત્ન કરે છે પરંતુ દીપડો તેનો એક પગ પોતાના જડબામાં પકડી લે છે. વ્યક્તિ જેમ તેમ કરી અને પોતાનો પગ દીપડાના મોંમાંથી કાઢી અને પોતાનો જીવ બચાવે છે.

image source

થોડી જ વારમાં અહીં ગલીના કુતરાઓ એકત્ર થઈ જાય છે અને દીપડા પર હુમલો કરી દે છે. કેટલાક કુતરા તેની પુંછડી પકડવાનો પ્રયત્ન કરે છે. કુતરાઓથી કંટાળી અને દીપડો ત્યાંથી ભાગી જાય છે. આ વીડિયો અંગે જાણવા મળ્યું છે કે આ ઘટના હૈદરાબાદની છે.

પ્રવીણ કાસવાન નામના વ્યક્તિએ શેર કરેલા આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ભારતમાં કોઈ જગ્યાએ દીપડા અને કુતરા વચ્ચે જંગ થઈ છે. પરંતુ આ કંઈ નવું નથી. ઘણીવાર કુતરા દીપડાને પછાડી દેવાનો પ્રયત્ન કરે છે. આઈએફએસ ઓફિસર પ્રવીણ કાસવાને ટ્વીટર પર આ વીડિયો શેર કર્યો તેમાં હૈદરાબાદનો ઉલ્લેખ નથી. પરંતુ વાયરલ થયા બાદ જાણવા મળ્યું છે કે આ વીડિયો હૈદરાબાદનો છે. આ વીડિયો સીસીટીવીનો છે. આ દીપડો લોકડાઉનના કારણે સૂમસાન રસ્તા પર આતંક મચાવી રહ્યો છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચુક્યા છે. આ વીડિયોની કોમેન્ટમાં લોકોએ લખ્યું પણ છે કે ગલીના કુતરાઓની હિંમતના વખાણ કરવા જેવા છે. કેટલાક લોકોએ કોમેન્ટ કરી છે કે લોકડાઉન લંબાયું છે તેવામાં જંગલી પ્રાણીઓ રસ્તા પર જોવા મળવા લાગ્યા છે.

source : daily hunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત