Site icon News Gujarat

રસ્તાઓ ફેરવાઈ ગયા સ્મશાનમાં, અંતિમ સંસ્કાર માટે જગ્યા ઓછી પડી તો ખુલ્લામાં જ મૃતદેહોને અપાયો અગ્નિદાહ, ‘અમારી અપિલ છે ઘરમાં રહો, સુરક્ષિત રહો’

રસ્તાઓ ફેરવાઈ ગયા સ્મશાનમાં, અંતિમ સંસ્કાર માટે જગ્યા ઓછી પડી તો ખુલ્લામાં જ મૃતદેહોને અપાયો અગ્નિદાહ.

કોરોનાનો કાળો કહેર એવો તે વર્તાઈ રહ્યો છે કે ઠેર ઠેર ક્યારેય ન જોયા હોય તેવા કરુણ દ્રશ્યો જોવા મળે છે. એવામાં ઝારખંડનાં રાંચીમાં કોરોનાને કારણે થનારાં મોતનો રેકોર્ડ તૂટી ગયો છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા 10 દિવસમાં રાંચીનાં સ્મશાન અને કબરસ્તાનમાં અચાનક જ મૃતદેહો આવવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ ગયો છે. અરે રવિવારે તો રેકોર્ડ બ્રેકીંગ 60 મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે, એમાંથી 12 મૃતદેહો કોરોના સંક્રમિતોના હતા, જેમના અંતિમસંસ્કાર ઘાઘરામાં સામૂહિક બનાવીને કરવામાં આવ્યા હતા.

image source

એ સિવાયના 35 મૃતદેહો પાંચ સ્મશાનઘાટમાં સળગાવવામાં આવ્યા અને 13 મૃતદેહોને રાતુ રોડ અને કાંટાટોલી કબરસ્તાનમાં દફન કરવામાં આવ્યા. સૌથી વધારે મૃતદેહોના અંતિમસંસ્કાર હરમુ મુક્તિધામમાં કરવામાં આવ્યા છે.

કોરોનાના પ્રકોપને પગલે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા એટલી હદે વધી છે કે હવે મુક્તિધામમાં ચિતા સળગાવવા માટે જગ્યાની કમી થવા લાગી છે. અત્યંત દયનિય કહી શકાય પણ મૃતદેહોને પણ કલાકો સુધી રાહ જોવી પડે છે. તેમ છતાં પણ જગ્યા ન મળી તો લોકોએ આ મૃતદેહોનું ખુલ્લામાં જ અંતિમ સંસ્કાર કરી નાખ્યું.

image source

મુક્તિધામમાં જગ્યા ન હોવાને કારણે મુક્તિધામના સામેના રસ્તા પર જ્યાં વાહન પાર્કિંગ કરવામાં આવે છે ત્યાં જ મૃતદેહો રાખીને અંતિમક્રિયા થવા લાગી હતી. સ્થિતિ એવી થઈ ગઈ હતી કે મોડી સાંજ સુધી મુક્તિધામમાં ઘણા લોકો મૃતદેહો લઈને તેમનો વારો ક્યારે આવશે એની રાહ જોતા હતા.

લોકોએ પોતાના પરિવારજનના મૃતદેહોના અંતિમસંસ્કાર કરવા માટે નિગમ-પ્રશાસનને કરગરવું પડ્યું હતું. એવામાં જ્યારે મોક્ષધામનું ઈલેક્ટ્રિક મૃતદાહ મશીન ખરાબ થઈ ગયું તો મારવાડી સહાયક સમિતિના પદાધિકારીઓ પાસે થોડી જ વારમાં પાંચ ફોન આવ્યા હતા. અને દરેકની એક જ માગણી હતી કે- અંતિમસંસ્કારની વ્યવસ્થા ઝડપથી કરાવવામાં આવે.

image source

વર્ષોથી હરમુ મુક્તિધામમાં મૃતદેહોના અંતિમસંસ્કાર કરતાં રાજુ રામે કહ્યું હતું કે આવું દૃશ્ય આજ સુધી ક્યાંય નથી જોયું. આ પહેલા લોકો જ્યાં ગાડીઓ પાર્ક કરતા હતા ત્યાં આજે અર્થીઓની લાઈન લાગી છે. એટલું જ નહીં એમ્બ્યુલન્સમાંથી મૃતદેહો કાઢીને રસ્તા પર જ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અંતિમસંસ્કાર પહેલાંની કોઈ વિધિ કરવામાં નથી આવતી.

હરમું મોક્ષધામમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો તો મૃતદાહ કરતાં બંને મશીનો ઠપ થઈ ગયાં. ગેસથી ચાલતું આ મશીન એની કેપેસિટી કરતા વધારે ગરમ નથી થઈ શકતું. ત્યાર પછી મારવાડી સહાયક સમિતિએ સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી મશીન સરખું નહીં થાય ત્યાં સુધી તેમાં અંતિમસંસ્કાર નહીં કરી શકાય.

image source

તમને જણાવી દઈએ કે આ રાંચી શહેરનું એકમાત્ર મોક્ષધામ છે, જ્યાં કોરોના સંક્રમિતોના અંતિમસંસ્કાર કરવામાં આવે છે. કોરોના સંક્રમિતોના 12 મૃતદેહોની બપોરે 2 વાગ્યા સુધી અહીં લાઈન હતી.

જ્યારે મોડી સાંજ સુધી આ મશીન સરખું ન થયું ત્યારે નગર નિગમે કોરોના સંક્રમિત મૃતદેહોને ઘાઘરામાં અંતિમસંસ્કાર કરવાનું નક્કી કર્યું હતું. એ પછી મોડી રાતે ઘાઘરા સ્મશાન ઘાટ પર એકસાથે સામૂહિક ચિતા પર કોરોના સંક્રમિતોનું અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. ભગવાન જાણે હજી કેવી કેવી પરિસ્થિતિ આ કોરોના આપણને બતાવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version