રસ્તા પર રડી રહી છે લોકોની લાશ સારવારના અભાવે થઈ રહ્યા છે મૃત્યુ

આ શહેરના રસ્તા પર પડેલા મળ્યા 400 જેટલા મૃતદેહ, રસ્તા પર રડી રહી છે લોકોની લાશ સારવારના અભાવે થઈ રહ્યા છે મૃત્યુ, આ દેશની સ્થિતિ કોરોના ના કારણે સૌથી વધુ ભયાનક

image source

કોરોનાવાયરસ ના સંક્રમણથી દુનિયાભરના મોટા ભાગના દેશ ઝઝૂમી રહ્યા છે. પરંતુ તાજેતરમાં જે ઘટના બની છે તેને જોઈને કહી શકાય કે સાઉથ અમેરિકાના દેશોની હાલત સૌથી વધુ ખરાબ છે. બોલિવિયા પોલીસ એ જણાવ્યા અનુસાર તેમને છેલ્લા પાંચ દિવસ દરમિયાન દેશના મુખ્ય કહેવાતા શહેરોના રસ્તા અને ઘરમાંથી ૪૦૦થી વધુ મૃતદેહો મળી આવ્યા છે.

image source

પોલીસે આ રીતે મળી આવેલા મૃતદેહના ટેસ્ટ કરાવ્યા કારણકે તેની હાલત જોઇને લાગતું હતું કે તેમાંથી મોટાભાગના લોકો કોરોના સંક્રમિત હશે. ટેસ્ટ બાદ સામે પણ આવ્યું કે 400 જેટલા મૃતદેહમાં થી 85 ટકાથી વધુ લોકો કોરોના સંક્રમિત હતા અને સારવારના અભાવના કારણે મોતને ભેટયા હતા.

image source

આ અંગે જાહેર કરવામાં આપણા અનુસાર બોલિવિયાના કોસાબાંબા શહેરમાંથી અંદાજે 191 મૃતદેહ એકત્ર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અહીંના લા પાજ શહેરમાંથી 141 મૃતદેહ મળ્યા છે. આ મૃતદેહો માંથી કેટલાક ઘરમાં તો કેટલાક રસ્તા પર પડેલા મળી આવ્યા હતા. અહીંની નેશનલ પોલીસના જણાવ્યા અનુસાર તેમણે પણ આવી ભયાનક સ્થિતિ ક્યારેય જોઈ નથી.

image source

દેશના સૌથી મોટા શહેર સાન્તાક્રુઝ ના રસ્તા પરથી પણ 68 જેટલા મૃતદેહ તેમણે એકત્ર કર્યા છે. માત્ર આ શહેરમાંથી જ દેશના 50 ટકા જેટલા કોરોના ના કેસ નોંધાયા છે. આ એક શહેરમાં અત્યાર સુધીમાં 60 હજારથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે.

image source

આ રીતે મળી આવેલા મૃતદેહમાં થી 85 ટકાથી વધારે કોરોના સંક્રમિત લોકો હતા મૃતદેહ પર જ લક્ષણો જોવા મળ્યા હતા, તેના આધારે અંદાજ લગાવ્યો હતો કે આ લોકો કોરોના સિવાય અન્ય બીમારી ભૂખ અને હિંસાની ઘટનાઓમાં પણ માર્યા ગયા હશે.

image source

પોલીસ અધિકારીનું જણાવવું છે કે 1લી એપ્રિલથી અત્યાર સુધીમાં આ રીતે વિવિધ શહેરોમાંથી 3000થી વધુ મૃતદેહ એકત્ર કરવામાં આવ્યા હતા જેમાંથી મોટાભાગના કોરોના સંક્રમિત લોકો હતા જેઓ સારવારના અભાવે મૃત્યુ પામ્યા છે.

આ દેશમાં જે સ્થિતિ છે તેને જોતાં દરેક વ્યક્તિ કહે છે કે કોરોના ખરેખર મહામારી જ સાબિત થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત