ઓક્સિજન ટેન્કરનો ડ્રાઈવર ભૂલી ગયો રસ્તો અને રાહ જોતા જોતા 7 દર્દીઓના હોસ્પિટલમાં થયા કરુણ મૃત્યુ

ઓક્સિજન ટેન્કર લઈને આવતો ડ્રાઈવર ભૂલી ગયો રસ્તો અને 7 દર્દીઓ હોસ્પિટલમાં જ ગુમાવ્યો જીવ

છેલ્લા એક વર્ષથી વધુ સમયથી સમગ્ર દેશ પર કોરોના જેવી જીવલેણ બીમારીએ પોતાની પકડ જમાવી રાખી છે. એમાંય કોરોનાની આ બીજી લહેરખીએ તો પરિસ્થિતિ વધુ કપરી બનાવી દીધી છે. દિવસે ને દિવસે કોરોના સંક્રમિત લોકોન સંખ્યા સતત વધી રહી છે. લોકોની સ્થિતિ એટલી હદે બગડી છે કવ હોસ્પિટલ પર હાઉસ ફુલના પાટિયા વાગી ગયા છે.

કોરોના સંક્રમણનો ભોગ બન્યા પછી ઘણા લોકોમાં ઓક્સિજનનો અભાવ જોવા મળ્યો છે અને જેના કારણે મોટી સંખ્યામાં કોરોના દર્દીઓના મોત થઈ રહ્યા છે. તબીબી ઓક્સિજનની અછતને પહોંચી વળવા હોસ્પિટલ મેનેજમેન્ટથી લઈને જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર મોટા પાયે કાર્યરત છે.

image source

ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે એક જીલ્લા અને પ્રદેશથી બીજા શહેરો અને રાજ્યોમાં ઓક્સિજન ટેન્કરો પહોંચાડવાનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. તેમ છતાં કેટલાક દર્દીઓ ઓક્સિજનની રાહમાં કોરોના સામેની જંગ લડતા લડતા હોસ્પિટલોમાં મરી રહ્યા છે.

હૈદરાબાદની એક સરકારી હોસ્પિટલમાં પણ આવી જ એક ઘટના બની જ્યારે મેડિકલ ઓક્સિજનની નવી ખેપ લેવા માટે નીકળેલો ઓક્સિજન ટેન્કરનો ડ્રાઈવર રસ્તો ભૂલી ગયો હતો અને જેના કારણે હોસ્પિટલમાં એડમિટ સાત દર્દીઓ ઓક્સિજનની રાહમાં જ મૃત્યુ પામ્યા છે.

image source

આ સમગ્ર ઘટના હૈદરાબાદની સરકારી હોસ્પિટલ કિંગ કોટીની છે. 9 મે એટલે કે રવિવારે હોસ્પિટલમાં તબીબી ઓક્સિજનની અછત સર્જાઈ હતી. મેડિકલ ઓક્સિજનની નવો જથ્થો લઇને ટેન્કર ચાલક હોસ્પિટલમાં આવી રહ્યો હતો, પરંતુ આ ટેન્કર ચાલક રસ્તો ભૂલી ગયો હતો.

બીજી બાજુ હોસ્પિટલમાં બધા ડ્રાઇવરની રાહ જોતા હતા. દર્દીઓને ઓક્સિજન મળવામાં મોડું થતાં હોસ્પિટલ વહીવટી તંત્ર, દર્દીઓ અને તેમના પરિવારજનો ખૂબ જ બેચેન થઈ ગયા હતા. હોસ્પિટલના આઈસીયુમાં ધીમે ધીમે ઓક્સિજન સપ્લાયનું દબાણ ઓછું થવા લાગ્યું જેને પરિણામે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. ટૂંકા સમયમાં ઓક્સિજનનું સપ્લાય લેવલ જોખમથી નીચે આવી ગયુ.

image source

ઓક્સિજન ટેન્કરનો ડ્રાઇવર યોગ્ય સમયે ઓક્સિજન લઇને હોસ્પિટલમાં ન પહોંચી શક્યો જેને કારણેસાત દર્દીઓ જોત જોતામાં મોતને ભેટ્યા. મળેલી માહિતી મુજબ હોસ્પિટલની ઓક્સિજન ટાંકીમાં ઓક્સિજન પ્રેસર બપોરથી જ ઓછું થવા લાગ્યું હતું. જેને ધ્યાનમાં લઈને હોસ્પિટલના અધિકારીઓએ તાત્કાલિક ટેન્ક ભરવાની સૂચના આપી હતી, પરંતુ ઓક્સિજન ટેન્કર લઇને આવતો ચાલક રસ્તો ભૂલી ગયો અને જેને કારણે એને હોસ્પિટલ આવવામાં મોડુ થયું. જેને લઈને લોકો સવાલ કરી રહ્યા છે કે આ વાહનને ગ્રીન કોરિડોર કેમ આપવામાં ન આવ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!