દીકરોઓને ભણાવવા આ પિતાએ રાત દિવસ કરી મજૂરી, અત્યારે બન્ને પુત્રીઓએ પિતાનું નામ રોશન કર્યું

આજે અમે એવા પરિવારની વાત તમારી સમક્ષ લાવ્યા છીએ જેને જાણીને તમને પ્રેરણા લેવાનું મન થશે. રાજકોટના નાના એવા ગામના રહેતા વ્યક્તિએ મજૂરી કામ કરીને દીકરીઓને સફળતાના શીખરે પહોંચાડી છે. આ વાત છે રાજકોટના રફાળા ગામના મૂળ વતની હંસરાજભાઈ સોજીત્રાની જેઓ ભઠ્ઠીકામમાં મજૂરી કરતા હતા. નોંધનિય છે કે, હંસરાજભાઈના પત્નીનું નામ નંદુબેન છે. આ દપત્તિને સંતાનમાં 2 પુત્રી અને એક દીકરો છે. નોંધનિય છે કે, 5 સભ્યના પરિવારનું ગુજરાન ચલાવવાની સાથે સંતાનોના અભ્યાસ માટે રાત-દિવસ આ માતા પિતા કામ કરતા હતા. તો બીજી તરફ હંસરાજભાઈ પોતે ભણેલા નથી પરંતુ તેની કોઠાસુઝને કોઈ ના પહોંચે.

image source

નોંધનિય છેક હંસરાજભાઈ ભલે ભણેલા ન હતા પરંતુ વ્યવહારિક પુરેપુરા હતા દીકરાની સાથે સાથે બંને દીકરીને પણ પોતાની કારકિર્દી બનાવવા માટે પુરી સ્વતંત્રતા આપી હતી. હંસરાજભાઈ સંતાનો સારામાં સારી રીતે ભણી શકે એટલે કારખાનામાં કામ કરવા સાઇકલ લઈ જતા જેથી નાણાની બચત થાય અને એ રકમ બાળકોના સારા અભ્યાસ માટે ખર્ચી શકાય.

image source

તો બીજી તરફ તેમણે પોતાના ઘરમાં પ્લાસ્ટરનો પણ ખર્ચ ન કર્યો અને સાદા મકાનમાં જ રહેવાનું નક્કી કર્યું. તેઓ એવું માનતા કે મકાનમાં વધુ ખર્ચો કરવાને બદલે શિક્ષણ પાછળ ખર્ચ કરવો જોઈએ. તેમના મતે મકાન ભલે પ્લાસ્ટર વગરનું હોય પણ જીવન શિક્ષણ વગરનું ન હોવું જોઈએ. આમ ભણેલા ન હોવા છતા તેમની સમજ ભણેલાને પણ ટક્કર મારે તેવી હતી.

image source

તમને જણાવી દઈએ કે, હંસરાજભાઈએ પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે પુરૂ સ્વતંત્રા આપી હતી. જેના કારણે મોટી દીકરી નિરલે સરકારી આયુર્વેદ કોલેજમાંથી એમ.ડી. સુધીનો અભ્યાસ કરીને પીએચડી પણ કર્યું અને અત્યારે ત્રિપુરામાં અગરતલા ખાતે ભારત સરકારના અધિકારી તરીકે એમની સેવાઓ આપી રહી છે. જ્યારે નાની દીકરીએ પણ સરકારી કોલેજમાંથી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એન્જિનિયરીંગ કર્યું અને બેંગ્લોર બેઇઝ કંપનીમાં ઉચ્ચ હોદા પર ફરજ બજાવી રહી છે જ્યારે સૌથી નાના દીકરા કેયુરે મેનેજમેન્ટ સબ્જેક્ટમાં અભ્યાસ કર્યો અને પ્રતિષ્ઠિત કંપનીમાં મોટા પેકેજ સાથે નોકરી કરી રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે, હંસરાજભાઈએ એક જ કારખાનામાં 32 વર્ષ મજૂરીકામ કર્યું. પોતે અભણ હોવા છતા બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું અને સફળતાના ઉચ્ચે શિખરે પહોંચાડ્યા. ત્યાર બાદ બાળકો નોકરીએ ચઢતા જુના મકાનની જગ્યાએ આધુનિક ફેસિલિટીવાળુ એક સરસ ઘર બનાવ્યું. બાળકોએ આપેલી આ ભેટને માણવા માટે હંસરાજભાઈ આ દુનિયામાં રહ્યા નથીં. નોંધનિય છે કે જે પિતાએ સંતાનોના સુખી જીવન માટે પોતાની જાતને ઘસી નાખી એ સંતાનોના જીવનમાં સુખનો સુરજ ઉગતાની સાથે હંસરાજભાઈનો જીવનદીપ બુજાઈ ગયો. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ કોરોનાના લીધે હંસરાજભાઈનું અવસાન થયું. પોતે તડડામાં રહી બાળકોને છાયડો આપતા ગયા હંસરાજ ભાઈ.