Site icon News Gujarat

રતન ટાટાએ 18 વર્ષના અર્જુન દેશપાંડેની કંપની જેનરિક આધારમાં 50% હિસ્સો ખરીદ્યો ? જાણો શું છે સત્ય..

રતન ટાટાએ મુંબઈના ૧૮ વર્ષીય કિશોર વ્યવસાયી અર્જુન દેશપાંડેની દવાનું વેચાણ કરનાર કંપની ‘જેનેરિક આધાર’માં ૫૦ ટકા ભાગીદારી ખરીદી છે.

image source

બીઝનેસ ટાઈકૂન રતન ટાટા છેલ્લા ત્રણ ચાર મહિનાથી તેના પ્રસ્તાવ વિષે ગંભીરતા પૂર્વક વિચાર કરી રહ્યા હતા. આ કંપની રીટેઈલ દુકાનદારોને બજારથી ઓછી કીમતે દવાઓનું વેચાણ કરે છે.

ટાટા ગ્રુપના દિગ્ગજ વ્યવસાયી રતન ટાટાએ મુંબઈના ૧૮ વર્ષના યુવાન અર્જુન દેશપાંડેની દવાનું વેચાણ કરનાર કંપની ‘જેનેરિક આધાર’માં ૫૦ ટકા ભાગીદારી ખરીદી છે. આ કંપની રીટેઈલ દુકાનદારોને બજાર કરતા ઓછી કીમતે દવાઓનું વેચાણ કરે છે.

રતન ટાટાએ આ ભાગીદારી ખરીદવા માટે કેટલી રકમ ચૂકવી છે. તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. અર્જુન દેશપાંડેએ બે વર્ષ પહેલા પોતાના માતા પિતા પાસેથી પૈસા લઈને ધંધાની શરુઆત કરી હતી.

ચાર મહિનાથી વાત ચાલી રહી હતી.:

અર્જુન દેશપાંડેએ આ ડીલની પુષ્ટિ કરી છે, પરંતુ અર્જુન દેશપાંડેએ આ બાબતે જાણકારી આપવાની મનાઈ કરી કે, આ ડીલ કેટલી કીમતમાં થયો છે. અર્જુન દેશપાંડે જણાવ્યું છે કે, બીઝનેસ ટાયકુન રતન ટાટા છેલ્લા ત્રણ ચાર મહિનાથી તેમના પ્રસ્તાવ વિષે ગંભીરતા પૂર્વક વિચાર કરી રહ્યા હતા. રતન તાતા તેમના પાર્ટનર બનવાની ઈચ્છા ધરાવતા હતા અને બીઝનેસ ચલાવવા માટે તેમના ગુરુ પણ છે. અર્જુન દેશપાંડેએ અમારા સહયોગી પ્રકાશન બીઝનેસ ટુ ડેને જણાવ્યું છે કે, ‘સર, રતન ટાટાએ બે દિવસ પહેલા જ ‘જેનેરિક આધાર’માં ૫૦ ટકા ભાગીદારી ખરીદી લીધી છે, આના વિષયમાં ઔપચારિક જાહેરાત જલ્દી જ કરવામાં આવશે.’

વ્યક્તિગત સ્તર પર રોકાણ કર્યું છે.:

image source

સુત્રોના જણાવ્યા મુજબ, રતન ટાટાએ આ રોકાણ વ્યક્તિગત સ્તર પર કર્યું છે અને તેને ટાટા ગ્રુપ સાથે કોઈ લેવા દેવા નથી. ખાસ વાત એ છે કે, ‘આની પહેલા પણ રતન ટાટા ઓલા, પેટીએમ, સ્નેપડીલ, ક્યોરફીટ, અર્બન લૈડર, લેંસકાર્ટ અને લાઈબરેટ જેવા કેટલાક સ્ટાર્ટઅપમાં રોકાણ કરી દીધું છે.

અર્જુન દેશપાંડેએ બે વર્ષ પહેલા ‘જેનેરિક આધાર’ કંપનીની શરુઆત કરી હતી. હવે આ કંપની દર વર્ષે ૬ કરોડ રૂપિયાનું વેચાણ કરે છે. આ એક યુનિક ફાર્મસી એગ્રીગેટર બીઝનેસ મોડલને અપનાવે છે. આ સીધા જ ઉત્પાદક પાસેથી જેનરિક દવાઓની ખરીદી કરે છે અને તેને રીટેઈલ દુકાનદારોને વેચી દે છે. આના કારણથી વચ્ચે હોલસેલરને અંદાજીત ૧૬ થી ૨૦ ટકાનો નફો બચી જાય છે.

કંપની કરશે વિસ્તાર.:

image source

મુંબઈ, પુણે, બેંગલુરુ અને ઓડીશાના ૩૦ જેટલા રીટેઈલ દુકાનદારો આ ‘જેનેરિક આધાર’ સાથે જોડાયા છે અને નફો શેરીંગ મોડલને અપનાવવામાં આવ્યું છે. ‘જેનેરિક આધાર’ કંપનીમાં અત્યારે ૫૫ જેટલા કર્મચારીઓ કાર્ય કરી રહ્યા છે, જેમાં ફાર્માસિસ્ટ, આઈટી એન્જીનીયર અને માર્કેટિંગ પ્રોફેશનલ સામેલ છે.

રતન ટાટા તેમની પોસ્ટમાં જણાવે છે કે તેઓ આ વ્યક્તિને મદદ કરીને ખુશ છું, પણ મેં 50% ભાગ નથી ખરીદ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version