જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ કોરોનાની રસી લઇને કર્યુ આ મસ્ત ટ્વિટ, જેે જાણીને તમને પણ થશે ગર્વ

દેશના જાણીતા બિઝનેસમેન રતન ટાટાએ લીધી કોરોના વેકસીન, કહ્યું કે બિલકુલ પણ દુખાવો નથી થતો.

દેશના જાણીતા બિઝનેસમેન રતન ટાટાએ પણ કોરોના વાયરસે વિરુદ્ધ પ્રતિરોધક ક્ષમતા વિકસાવનારી કોરોના વેકસીન લગાવી લીધી છે. 83 વર્ષના રતન ટાટાએ જણાવ્યું છે કે એમને વેકસીનેશન લેતી વખતે જરા સરખું પણ પેઈન નથી થયું અને કોરોના વેકસીનેશનની આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે.

image source

એમને આશા દર્શાવી છે કે દેશના દરેક વ્યક્તિને કોરોનાની વેકસીન આપવામા આવશે. રતન ટાટાએ ટ્વીટર પર લખ્યું છે કે “મેં આજે કોરોના વેકસીનેશનનો પહેલો ડોઝ લઈ લીધો છે જે બદલ હું આભારી છું. આ ખૂબ જ સરળ પ્રક્રિયા છે અને એમાં જરા સરખી પણ પીડા નથી થતી. મને ખરેખર આશા છે કે દરેક વ્યક્તિ જલ્દી જ વેકસીન આપી દેવામાં આવશે.

image source

રતન ટાટા તરફથી કોરોના વેકસીન લીધાની જાણકારી શેર કર્યા પછી દેશમાં વેકસીનેશન અભિયાન તરફ વધુ જોશ મળવાની આશા દેખાઈ રહી છે કારણ કે એમની ઉંમર અને એમના અનુભવની દેશની ઘણી મોટી સંખ્યાની વસ્તી પર અસર થશે. જે લોકો પોતાને કે પછી પોતાના ઘરના વડીલોને રસી અપાવવાથી ડરે છે એમને ફરી અહેસાસ થશે કે જો રતન ટાટા 83 વર્ષની ઉંમરમાં કોરોનાની વેકસીન લઈને ખુશ તો છે નિશ્ચિત પણે આ વેકસીનથી કોઈ જોખમ નથી.

image source

તમને જણાવી દઈએ કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ 1લી માર્ચે દિલ્લી એમ્સમાં કોવિડ વેકસીનનો પહેલો ડોઝ લઈને દેશવાસીઓને આશ્વત કરવાનો પ્રયત્ન કર્યો છે. એમને વારંવાર એ અપીલ કરી છે કે લોકો કોરોના વેકસીનેશનના અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લે. એમને 11 માર્ચે પોતાની 99 વર્ષની માતા હીરા બાએ પણ કોરોના વેકસીન લીધી એને માહિતી ટ્વીટર દ્વારા આપી હતી.

વાત જાણે એમ છે કે એક તબક્કામાં કોરોનાની રસીને લઈને ઘણા પ્રકારની ધારણા બની ગઈ છે. અમુક લોકો એને સુરક્ષિત નથી માની રહ્યા તો અમુક પોલિટિકલ પાર્ટી અને એમના નેતા પણ કોરોના વેકસીનને લઈને ચાલેલી અફવાઓને હવા આપવામાં લાગી ગયા છે. એવામાં રતન ટાટા જેવી હસ્તીઓ સામે આવવાથી આ અફવાઓ વધુ સમય ટકી નહિ શકે એની આશા વધી ગઈ છે.

image source

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ફરી વધી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના દૈનિક નવા કેસ વધવાની સાથે-સાથે એક્ટિવ કેસોની સંખ્યમાં પણ વધી રહી છે જે ચિંતાજનક બાબત છે. પણ એ સામે ગુજરાત રાજ્યના જુદા જુદા શહેરોમાં કોરોના રસીકરણ ઝુંબેશ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. રાજ્યમાં 1લી માર્ચથી રસિકરણનો બીજો ડોઝ આપવાની શરૂઆત પણ થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!