માતેલા સાંઢની જેમ વધતા કોરોનાએ નવી ઉપાધિ ઉભી કરી, ગુજરાતમાં ઓક્સિજનમાં નોંધાયો ભારે ઘટાડો

કોરોનાના કેસમાં તાજેતરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશનાં દરેક ખૂણેથી નવા કોરોનાના કેસ આવ્યાં હોવાની માહિતી મળી રહી છે. આ નોંધાયેલા નવા કોરોનાનાં કેસમાં જોવા મળતા લક્ષણો પણ પહેલાં કરતાં ઘણાં અલગ છે. કોરોનાની આ બીજી લહેર દરમિયાન બદલાયેલાં લક્ષણોને કારણે કોવિડના દર્દીઓમાં શ્વાસની તકલીફો વધી રહી છે.

image source

જેથી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાત વધી ગઈ છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં કોરોનાના કેસોમાં દિવાળી બાદ ઘટાડો જોવા મળ્યો હતો. આ પછી ઓક્સિજનનાં વપરાશ દૈનિક 50 મેટ્રિક ટન સુધી પહોંચી ગયો હતો. હવે જાણકારી મળી રહી છે કે વધતાં જતાં કેસોની સાથે ફરી એકવાર ઓક્સિજનનો વપરાશ 350 મેટ્રિક ટને પહોંચી ગયો છે. આથી હવે હોસ્પિટલ તંત્ર અને આરોગ્ય વિભાગ અલર્ટ થઈ ગયાં અને રાજ્યમાં હાલ એક હજાર મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે. આમાંથી 60% જેટલો ઓકસીજન મેડિકલ માટે અનામત રાખવાનો આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

image source

નવા સ્ટ્રેઈન સાથે કોરોનાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ જોવા મળી રહી છે. આ સમસ્યાને ધ્યાનમાં લઈને દર્દીને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. વધતા જતા કોરોનાના કેસને લઈને આ વપરાશમાં પણ વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં સતત વધારાને પરિણામે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાઈ રહી છે. ચિંતાની વાત એ છે કે જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ હોય કે બીજી કોઈ પણ ગંભીર સમસ્યા હોય તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. પરિણામે, ઓક્સિજનની સમસ્યાઓ ઊભી થવા લાગી હતી.

image source

એક રિપોર્ટ મુજબ જાણવાં મળ્યું હતું કે ગુજરાતમાં હોસ્પિટલમાં ઓક્સિજનનો વપરાશ પ્રતિ દિવસ 50 મેટ્રિક ટન સુધી ઘટી ગયો હતો. આ પછી માર્ચ મહિનામાં કોરોનાના કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. માર્ચ મહિનાથી ઓક્સિજનનો દૈનિક વપરાશ 250 મેટ્રિક ટન સુધી પહોંચી ગયો હતો જે હવે 330 મેટ્રિક ટને પહોચ્યો છે. ઓક્સિજનનો વપરાશ વધાતા હોસ્પિટલોમાં પરિસ્થિતિ બગાડવા લાગી હતી, જેથી સરકાર એકાએક અલર્ટ થઈ ગઈ હતી.

image source

હોસ્પિટલો દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ હજાર મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે. રાજ્યની કોરોના અંગેની કોર કમિટીની બેઠકમાં પણ ઓક્સિજન અંગે ગંભીરતાથી વિચારણા કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ સ્ટેટ હોવાથી ઓક્સિજનની હાલ કોઈ અછત સર્જાય એવી કોઈ સંભાવના નથી. આમ છતાં હાલની પરિસ્થિતિને જોતાં ભવિષ્યની ચિંતા કરતાં સાવચેતીઓના ભાગરૂપે સરકારે ઓક્સિજનના કુલ ઉત્પાદનમાં 60 ટકા જથ્થો મેડિકલ ઉપયોગ માટે અનામત રાખવાનો નિર્ણય કર્યો છે અને આ માટે સરકાર દ્વારા આદેશ પણ કરી દેવામા આવ્યો છે. રાજ્યભરમાં આ અંગે ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યાનો સરકાર દાવો કરી રહી છે.

image source

મળતી માહિતી મુજબ રાજ્યમાં દૈનિક ધોરણે એક હજાર મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે. અત્યારે એમાંથી 60 ટકા જથ્થો મેડિકલ ઉપયોગ માટે અનામત રાખવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ઓક્સિજનની કોઈ અછત થશે નહીં, એવો વિશ્વાસ સરકાર દ્વારા પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!