મંગળા આરતી, પહિંદ વિધિ બાદ આ રીતે નીકળશે આ વર્ષની રથયાત્રા, મંદિરે કર્યું અનોખું આયોજન

પુરીની જગન્નાથ મંદિરની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે તેવામાં ગુજરાત હાઈકોર્ટે રાજ્યની સૌથી મોટી એવી અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા પર પણ મનાઈનો આદેશ કરી દીધો છે. તેવામાં મંદિર તરફથી પણ આ આદેશને વિરોધ વિના સ્વીકારી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

image source

હવે જ્યારે શહેરના રાજમાર્ગો પર રથયાત્રા કાઢવાની મનાઈ થઈ ચુકી છે ત્યારે મંદિર ટ્રસ્ટે નક્કી કર્યું છે કે રથયાત્રા મંદિરના પ્રાંગણમાં કરવામાં આવશે. અગાઉ કરેલા આયોજન અનુસાર ત્રણેય પ્રભુને વારાફરતી રથમાં બેસાડી અને મંદિરમાં 7 વાર પ્રદક્ષિણા કરાવવામાં આવશે.

image source

જો કે દર વર્ષે મંદિરમાં થતી મંગળા આરતી, પહિંદ વિધિ સહિતની તમામ પ્રથાનું પરંપરા અનુસાર પાલન કરવામાં આવશે. પહેલીવાર આવી ઘટના બની છે કે રથયાત્રા પર રોક લગાવવામાં આવી હોય. આ વર્ષે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા નીકળનાર હતી.

image source

જો કે મંદિર તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી જ હતી કે તેઓ આ વખતે કોરોનાને ધ્યાનમાં રાખી તમામ વિધિ અને પ્રથામાં ઓછા લોકો હાજર રહે અને રથયાત્રા થાય તેની તકેદારી રાખશે પરંતુ હવે કોર્ટે રથયાત્રા શહેરમાં કાઢવા પર રોક લગાવી છે ત્યારે 23 જૂને રથયાત્રા મંદિરના પરીસરમાં જ કાઢવામાં આવશે.

image source

હાઈકોર્ટે મનાઈ હુકમ કર્યો તે પહેલા સામાજિક અંતર જળવાય તેવી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ તુરંત જ મંદિરના ટ્રસ્ટીઓની બેઠક મળી હતી જેમાં નવા આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

image source

નવા આયોજન અનુસાર હવે મંદિર પરીસરમાં પણ માત્ર 30 ખલાસી હાજર રહેશે અને રથ ખેંચશે. આ સિવાય દરેક ખલાસીના હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. 22 તારીખે બધાનું ચેકિંગ થશે અને જે સ્વસ્થ હશે તેને જ મંદિરમાં પ્રવેશ મળશે.

જણાવી દઈએ કે અમદાવાદમાં જમાલપુર, બહેરામપુરા, કાલુપુર, શાહપુર સહિતના વિસ્તારોમાં કોરોનાની અસર સૌથી વધુ છે. આ તમામ વિસ્તારો ક્લસ્ટર કોરોન્ટાઈન છે અને સીલ કરવામાં આવ્યા છે. તેવામાં અહીંથી રથયાત્રા નીકળે તો સંક્રમણનું જોખમ વધી શકે છે.

image source

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે યાત્રા રદ્દ કરવા આદેશ કર્યો છે. આ પહેલા રથયાત્રા યોજવી કે કેમ તે અંગે પોલીસ, ક્રાઈમ બ્રાંચ સહિતના વિભાગોના અધિકારીઓના મત લેવામાં આવ્યા હતા. તમામે રથયાત્રા ન યોજવાની વાતની તરફેણ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત