જગન્નાથ ભગવાન માટે વૃંદાવનથી આવ્યા લાખોની કીમતના વાઘા, જાણો શું છે ખાસ

દર વર્ષે અષાઢી બીજના દિવસે રાજ્યના અમદાવાદ સહિત દરેક શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે.

image source

જો કે આ વર્ષે કોરોનાના સંક્રમણના ભયના કારણે રાજ્યભરમાં નીકળતી રથયાત્રામાં ધરખમ ફેરફારો થયા છે તો વળી કેટલાક શહેરોમાં રથયાત્રા મોકૂફ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સિવાય જ્યાં રથયાત્રા નીકળશે ત્યાં પણ લોકોને એકત્ર ન થવા જણાવી દેવામાં આવ્યું છે.

રાજ્યની સૌથી પ્રખ્યાત અમદાવાદની રથયાત્રાની તૈયારીઓ પણ આ અનેકવિધ નિયમો સાથે શરુ થઈ છે. તેની સાથે જ સુરતમાં પણ અષાઢી બીજની યાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જો કે આ વખતે સુરતની રથયાત્રા એક અન્ય કારણે પણ ખાસ બની છે. અહીં ભગવાન જગન્નાથના વાઘા ખાસ વૃંદાવનથી આવ્યા છે અને તે પણ મુસ્લિમ અને હિંદૂ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

image source

સુરતમાં યોજાનારી અષાઢી બીજની ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વાઘા કોમી એકતાનું પ્રતિક હશે. આ વખતે ભગવાન જગન્નાથ રથયાત્રાના દિવસે જે સુંદર વાઘા ધારણ કરશે તે વૃંદાવનના મુસ્લિમ અને હિન્દુ કારીગરો દ્વારા તૈયાર કરાવવામા આવ્યા છે. આ વાઘાની કિંમત આશરે 2 થી 3 લાખ જેટલી હોવાનું અનુમાન છે.

image source

સુરત શહેરની વાત કરીએ તો અહીં પાંચ સ્થળેથી ભગવાનની રથયાત્રા નીકળે છે. આ વિસ્તારોમાં જહાંગીરપુરા ઇસ્કોન મંદિર, પાંડેસરા, સચિન, મહિધરપુરા તથા અમરોલીનો સમાવેશ થાય છે. જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર ખાતેથી છેલ્લા 23 વર્ષથી રથયાત્રા નીકળે છે. આ વર્ષે આ યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર જગન્નાથજીના વાઘા હશે. લાખોની કીમતના આ વાઘા તૈયાર કરવાનો ઓર્ડર મંદિર દ્વારા વૃંદાવનના કારીગરોને આપવામાં આવ્યો હતો. વૃંદાવનના મુસ્લિમ અને હિન્દુ કારીગરો દ્વારા આ વાઘા પર સુંદર હાથ ભરતનું કામ કરવામાં આવ્યું છે.

image source

જાણવા મળ્યાનુસાર આ વાઘા તૈયાર કરવામાં કારીગરોને 6 મહિના જેટલો સમય લાગ્યો છે. આ સાથે જ ભગવાન જગન્નાથનો રથ પણ તૈયાર થઈ ચુક્યો છે. જો કે આ વર્ષે કોરોના વાયરસના કારણે ભગવાન જગગન્નાતની રથયાત્રા સાદગીથી અને દર્શનાર્થીઓની ભીડ વિના નીકળશે. ભગવાનનો રથ ખેંચવા 30 થી 35 જેટલા જ ભક્તો હાજર રહેશે જેથી સોશિયલ ડિસ્ટન્સિ જળવાઈ રહે.

image source

જગન્નાથજીની રથયાત્રાની પરંપરા સૌથી જૂની છે. દેશમાં સૌથી મોટી રથયાત્રા ઓરિસ્સાના પુરી ખાતે નીકળે છે. અહીં ભગવાન જગન્નાથના મંદિરમાંથી પોતાની બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરયાત્રા માટે નીકળે છે. સમગ્ર શહેરમાં આ દિવસો દરમિયાન ઉત્સવ જેવો માહોલ હોય છે. ભગવાનનું સ્વાગત ઠેરઠેર ફુલોથી કરવામાં આવે છે. આ જ પરંપરાનું પાલન ગુજરાતમાં પણ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત