અમદાવાદમાં કોરોના વચ્ચે પણ નીકળનારી રથયાત્રા માટે લોકોને કરાઈ જનતા કર્ફ્યુ પાળવાની અપીલ

દર વર્ષે ગુજરાતના અમદાવાદ ખાતે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. તેવામાં રથયાત્રા અંગે મંદિર ટ્રસ્ટ અને સરકાર વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જો કે રથયાત્રા પુર્વે થતી વિધિઓ થોડા દિવસ પહેલા તેના નિયમ મુહૂર્તમાં કરવામાં આવી છે. પરંતુ તેમ છતા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી સરકાર રથયાત્રા અંગે શું જાહેર કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

image source

કોરોનાના સંકટ વચ્ચે ભગવાન જગન્નાથની 143 રથયાત્રા યોજાશે તે રીતે હાલ તો પોલીસ તંત્ર અને સ્થાનિક પ્રસાશને કામગિરી શરુ કરી દીધી છે. રથયાત્રાની પ્રાથમિક તૈયારીઓના ભાગ રૂપે સ્થાનિક તંત્રના અધિકારીઓ વચ્ચે બેઠકો શરૂ કરી થઈ છે. જેમાં રથયાત્રાના રુટ, રથયાત્રા સાથે કેટલા લોકો હશે તે અંગે મથન કરવામાં આવી રહ્યું છે.

image source

જગતના નાથ ભગવાન જગન્નાથ અષાઢી બીજના દિવસે પોતાના ભાઈ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રા કરવા નીકળે છે. આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાય છે અને શહેરમાં ઠેર ઠેર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોનાનું સંક્રમણનું જોખમ તોળાતું હોવાથી અને હાલ અમદાવાદમાં જ સૌથી વધુ કેસ કોરોનાના નોંધાઈ રહ્યા છે તેવામાં રથયાત્રા કેવી રીતે નીકળશે તેની વિચારણા થઈ રહી છે.

image source

રથયાત્રા અંગે અગાઉ દરિયાપુર શાંતિ સમિતિના સભ્ય અને કાઉન્સલર સુરેન્દ્રભાઈ બક્ષીએ જણાવ્યું હતું કે શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ દ્વારા લોકોને જનતા કર્ફ્યૂ પાળવાની અપીલ કરવામાં આવી છે. દરિયાપુર શાંતિ સમિતિ દ્વારા આ વિસ્તારમા એક પત્રિકા પણ ફરતી કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ” દરેક નાગરિરને નમ્ર અપીલ સાથે જણાવીએ છીએ હાલમાં કોરોના વાયરસના કારણે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા 23 જૂન 2020 મંગળવારના રોજ સાદગીથી નીકળે તેવું આયોજન કરેલું છે. આ સમયે દરિયાપુર વિસ્તારમાં દરેક નાગરિક જનતા કર્ફ્યૂ પાળે તેવી અપીલ છે. આ અપીલ સાથે લોકોને કહેવામાં આવ્યું છે કે આ દિવસે તેઓ સ્વયં જ પોતાના ઘરમાંથી બહાર નીકળે નહીં અને રથયાત્રાના દર્શન ટીવી પર કરે.

image source

જો કે આ તમામ બાબતો વચ્ચે આજે એક વિચિત્ર ઘટના પણ બની હતી. રથયાત્રા અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી તેવામાં અમદાવાદ ટ્રાફિર પોલીસ દ્વારા રથયાત્રાને લઈને ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા હતા. જો કે આ વાત વાયુવેગે ફેલાઈ ગયા બાદ પોલીસે સ્પષ્ટતા કરવી પડી હતી કે રથયાત્રાનો રુટ શરતચુકથી જાહેર થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત