મુગલોના શાસનકાળમાં અનેક રાજાઓએ કર્યા હતા મંદિર પર હુમલા અને વર્ષ 1568થી અનેકવાર રથયાત્રા રહી હતી બંધ

આગામી 23 જૂને પુરીમાં થનારી ભગવાન જગન્નાથની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. આ આદેશ આપતાં મુખ્ય જજએ કહ્યું હતું કે કોરોનાના જોખમ વચ્ચે જો રથયાત્રાને મંજૂરી મળશે તો તેમને ભગવાન માફ કરશે નહીં.

image source

આ સાથે જ કોર્ટે કહ્યું હતું કે મહામારીના સમયમાં રથયાત્રાને મંજૂરી આપી શકાય નહીં કારણ કે તેનાથી કોરોનાનું સંક્રમણ ફેલાવાનું જોખમ વધી જાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રથયાત્રા અંગે પહેલાથી જ કોઈ સ્પષ્ટ નિર્ણય ન હતો. જો કે મંદિર તરફથી તમામ તકેદારી રાખી અને ભક્તો વિના રથયાત્રા કાઢવાની પણ તૈયારી કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં કોર્ટનું માનવું છે કે રથયાત્રા યોજાય તો ભક્તો તેમાં જોડાય અને કોરોનાનું જોખણ વધી શકે છે. આ સિવાય રાજ્યમાં રથયાત્રા સંબંધીત ઉત્સવ કરવાની પણ મનાઈ કરવામાં આવી છે.

image source

આ આદેશથી ભક્તોને આંચકો જરૂરથી લાગ્યો છે પરંતુ આ પહેલીવાર નથી કે જ્યારે રથયાત્રા રદ્દ થઈ હોય. હા ઘણા વર્ષો પછી આ ઘટના બની છે. બાકી તો 285 વર્ષ પહેલા અનેકવાર રથયાત્રા રદ્દ થઈ ચુકી છે. આજે તમને રથયાત્રા ક્યારે ક્યારે રદ્દ રહી તેના ઈતિહાસ વિશે જણાવીએ.

સૌથી પહેલા જ્યારે દેશમાં મુઘલોના શાસનનો સમય હતો ત્યારે યાત્રા બંધ રહી હતી. આ ઘટના અંદાજે 285 વર્ષ જૂની છે. આ સિવાય વર્ષ 1568થી 1735 વચ્ચેનો સમય તો એવો હતો કે જેમાં એક-બે નહીં અનેકવાર રથયાત્રા રદ્દ થઈ હતી. આ વર્ષો દરમિયાન મૂર્તિઓના સ્થાન પણ બદલવામાં આવ્યા હતા.

image source

રથયાત્રા રદ્દ થયાની શરુઆતની વાત કરીએ તો જગન્નાથ મંદિર ઉપર બંગાળના રાજા સુલેમાન કિરાનીના સેનાપતિએ કરેલા હુમલા બાદ 1568થી સતત 9 વર્ષ સુધી રથયાત્રા ન નીકળી. ત્યારબાદ વર્ષ 1601 સુધી રથયાત્રા રાબેતા મુજબ નીકળી પરંતુ આ વર્ષમાં બંગાળના નવાબે મંદિર ઉપર હુમલો કર્યો હતો જેના કારણે મૂર્તિઓના સ્થાન બદલવા પડ્યા હતા અને આ વર્ષે પણ રથયાત્રા રદ્દ થઈ હતી.

image source

આ સિવાય 1607માં ઓરિસ્સાના મુઘલ કાસિમ ખાને હુમલો કરતાં રથયાત્રા આ વર્ષે મોકૂફ રહી હતી. 1611માં અકબરના દરબારી ટોડરમલના દીકરાના કારણે રથયાત્રા રદ્દ થઈ. ત્યારબાદ તે જ્યારે ઓરિસ્સાનો સૂબેદાર બન્યો ત્યારે તેણે મંદિર પર 1617માં બીજી વાર હુમલો કર્યો અને રથયાત્રા રદ્દ થઈ.

image source

વર્ષ 1621માં મંદિર પર મુસ્લિમ સૂબેદાર અહમદ બેગે હુમલો કર્યો અને મૂર્તિઓના સ્થાન બદલવાના કારણે 2 વર્ષ રથયાત્રા ન થઈ. વર્ષ 1692માં ઓરિસ્સામાં મુઘલ કમાન્ડર ઈકરામ ખાને મંદિર ઉપર હુમલો કર્યો હતો. આ હુમલાના કારણે મૂર્તિઓ વર્ષ 1707 સુધી અન્ય જગ્યાએ હતી જેના કારણે રથયાત્રા ન થઈ શકી. ત્યારબાદ 1731માં ઓરિસ્સાના નાયબ નાઝિમ મોહમ્મદ તકી ખાને મંદિર ઉપર હુમલો કર્યો અને યાત્રા રદ્દ કરવામાં આવી. તેણે વર્ષ 1733માં ફરીવાર જગન્નાથ મંદિર પર હુમલો કર્યો અને તેના કારણે 1733થી 3 વર્ષ યાત્રા થઈ શકી નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત