Site icon News Gujarat

જાણો જગન્નાથ મંદિરમાં બનતા માલપુઆ, કાળી રોટી અને ધોળી દાળની પ્રસાદી વિશેની અજાણી વાતો

ગુજરાતમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે કેટલાક ખાસ નિયમો સાથે સૌથી ઓછી ગાડીઓ અને લોકો સાથે રથયાત્રા યોજવાની પરમિશન રાજ્ય સરકારે આપી છે. આજે ગુજરાતના જમાલપુરમાં આવેલા મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને સાથે ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ થઈ ચૂકી છે. આ સમયે અનેક વિશેષ પ્રસાદ અને માન્યતાઓ પણ રથયાત્રાના પવિત્ર તહેવાર સાથે જોડાયેલી છે. તો જાણો ખાસ ગણાતા માલપુઆ, કાળી રોટી અને ધોળી દાળની પ્રસાદીના વિશેષ મહત્વને વિશે.

જગન્નાથ મંદિરમાં વર્ષોથી માલપુઆ, ગાંઠિયા અને બુંદીની પ્રસાદી આપવામાં આવે છે પણ સાથે જ માલપુઆ, કાળી રોટી અને ધોળી દાળની પ્રસાદી બને છે. પણ શું તમે જાણો છો કે આ પ્રસાદી શા માટે બને છે અને તેનું શું મહત્વ છે તે વિશે.

image source

માલપુઆ, કાળી રોટી અને ધોળી દાળની પ્રસાદીનું મહત્વ

દર વર્ષે રથયાત્રાના સમયે ભક્તોને પ્રસાદીમાં માલપુઆ, કાળી રોટી અને ધોળી દાળની પ્રસાદી આપવામાં આવે છે. આ પરંપરા લાંબા સમયથી ચાલી રહી છે અને આજે પણ તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ કાળી રોટી અને સફેદ દાળનો પ્રસાદ આપવાની શરૂઆત કરી હતી. તેનો હેતુ ભક્તોને અને ગરીબોને સાત્વિક ભોજન કરાવવાનો હતો.

image source

કાળી રોટી અને ધોળી દાળ શું છે

કાળી રોટી એટલે કે માલપુઆ. આ સિવાય ધોળી દાળ એટલે દૂધપાક. આજે પણ જ્યારે ભક્તો નિજમંદિરે દર્શનાર્થે આવે છે ત્યારે તેમને આ ખાસ પ્રસાદ આપવામાં આવે છે. રથયાત્રાની તૈયારીને લઈને પણ ભક્તની ભીડ રહે છે. આ સમયે મંદિરે આવતા લોકો કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ અવશ્ય આરોગે છે.આ સિવાય ભક્તોને ઘરે લઈ જવા માટે માલપુઆ, બૂંદી અને ગાંઠિયાનો પ્રસાદ પણ અપાય છે.

માલપુઆના પ્રસાદને લઈને રોચક કથા જોડાયેલી છે

image source

અમદાવાદને લઈને માન્યતા છે કે અહીંના ગીતા મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તો કિલોમીટરો દૂરથી આવ્યા અઅને અહીં કોઈ ભૂખ્યું રહે તે મહંત નરસિંહદાસજીને મજૂર ન હતું. આ માટે તેઓએ રસોઈયાને આદેશ આપ્યા કે કોઈ ભક્ત ભૂખ્યો ન રહેવો જોઈએ. આ આદેશનું પાલન કરતા રસોઈયાએ તરત જ માલપુઆ, બૂંદી અને ગાંઠિયા બનાવી લીધા. આ દિવસથી આ મંદિરે આ પરંપરા ચાલી રહી છે. કોઈ ભક્ત અહીંથી ભૂખ્યો જતો નથી અને આ પ્રસાદ મેળવનાર ભક્ત પોતાને ધન્ય માને છે.

ભંડારાનો અનોખો છે મહિમા

જ્યારે ભગવાન જગન્નાથ રથયાત્રામાં નગરયાત્રાએ નીકળે છે ત્યારે કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ લેવા ભક્તો દૂર દૂરથી આવે છે. જેમને પ્રસાદ મળે છે તેઓ પોતાને ધન્ય થયેલા માને છે. આ પ્રસાદ લેવા માટે સામાન્ય સંજોગોમાં ભક્તો પડાપડી કરતા હોય છે. આ વખતે કોરોના મહામારીના કારણે ફક્ત સાધુ સંતો માટે જ ભંડારો કાર્યરત રહેશે. આ ભંડારામાં કાળી રોટી એટલે કે માલપુઆ અને ધોળી દાળ એટલે કે દૂધપાકનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. મંદિરના રસોડામાં આજે સવારે 500 લિટર દૂધ લાવીને તેનો દૂધપાક બનાવાયો છે. આ સિવાય સાધુ સંતો માટે ચણાનું શાક, પુરી અને માલપુઆ બન્યા છે જે તેઓ પ્રસાદમાં લેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version