ભયંકર કોમી રમખાણો વચ્ચે પણ ભૂતકાળમાં નીકળી ચુકી છે રથયાત્રા, જાણો ક્યારે થયો હતો ચમત્કાર

અમદાવાદમાં વર્ષ 2020ની અષાઢી બીજ જાણે ઈતિહાસ બદલી ચુકી છે તેવું જણાય છે. અત્યાર સુધી ક્યારે અમદાવાદની ભગવાન જગન્નાથની રથયાત્રા અટકી નથી પરંતુ આ વર્ષે કોરોનાના કારણે રથયાત્રા થઈ શકી નથી.

image source

ભગવાન જગન્નાથ દર વર્ષે તો ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરજનોને દર્શન આપવા માટે નીકળતાં હોય છે. પરંતુ આ વર્ષે આ યાત્રા યોજાશે નહીં. દર વર્ષે ગજરાજોની સાથે રંગેચંગે ભગવાન નગરચર્યાએ નીકળે છે પરંતુ આ વર્ષે રથયાત્રામાં ધામધૂમ નહીં સાદગી અને ભક્તોની સંખ્યા પણ જોવા મળશે.

વર્ષોની આ પરંપરા તુટી તેનું કારણ કોરોના મહામારી છે. આ કારણે ગુજરાત હાઇકોર્ટે રથયાત્રા કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે ભગવાન નગરચર્યા પર નથી ગયા. આ પહેલા અમદાવાદમાં ગમે તેવી કપરી સ્થિતિ સર્જાઈ હોય રથયાત્રા તો નીકળતી જ હોય છે. પરંતુ 143મી રથયાત્રા થઈ શકી નથી. આજે તમને જણાવીએ કે કેવા કેવા કપરા કાળમાં અમદાવાદમાં રથયાત્રા નીકળી ચુકી છે.

image source

અમદાવાદમાં કોમી રમખાણો વચ્ચે પણ અનેકવાર યાત્રા યોજાઈ ચુકી છે. રથયાત્રા દરમિયાન પહેલાના વર્ષોમાં કોમી રમખાણો થયા હતા જેમાં અનેક લોકોના જીવ પણ ગયા હતા. પરંતુ તંગદિલી ભર્યાં વાતાવરણ વચ્ચે પણ રથયાત્રા યોજવામાં આવી હતી. વર્ષ 1985માં ગુજરાત સરકારે રથયાત્રા પર પ્રતિબંધ મુક્યો હતો. તેમ છતાં જાણે સ્વયં ભગવાનનો આદેશ મળ્યો હોય તેમ સરજુપ્રસાદ નામના હાથીએ બેરિકેડ તોડી ભગવાનના રથ મંદિરની બહાર કાઢ્યા હતા.

image source

આ પહેલા વર્ષ 1946, 1969 અને 1985ની રથયાત્રા ઐતિહાસિક હતી. કારણ કે આ ત્રણેય વર્ષે અમદાવાદમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. 1946 અને 1969ના વર્ષમાં રથયાત્રા સમયે બે કોમ વચ્ચે ખૂબ જ ઘર્ષણભર્યો માહોલ હતો. જેના કારણે હુલ્લડો ફાટી નીકળ્યાં હતા. જો કે રથયાત્રાનો પરંપરાગત રૂટ મોટાભાગે મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતો હોવાથી ખૂબ જ ગંભીર સ્થિતિ હતી. પરંતુ તેમ છતાં રથયાત્રા શાંતિપૂર્વક નીકળી હતી.

image source

1985માં પણ અહીં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતાં. આ વર્ષે પણ ગુજરાત સરકારે રથયાત્રા પર પ્રતિબંધ મુક્યો હતો. આમ છતાં સરજુપ્રસાદ નામના હાથીએ મંદિરમાં દરવાજા પાસે બેરિકેડ તોડી ભગવાનના રથ મંદિર બહાર કાઢ્યા હતાં અને ભગવાનને નગરચર્યા પર જાય તેવી ઈચ્છા છે એમ માની છેવટે રથયાત્રા કાઢવામાં આવી હતી.

image source

આ સિવાય વર્ષ 1993માં બાબરી ધ્વંસ બાદ રથયાત્રા પર હુમલો થાય તેવી શકયતા હતી. જેથી રથયાત્રાની સુરક્ષાના હેતુથી ભગવાન જગન્નાથના ત્રણ રથોને બુલેટપ્રૂફ કાચથી સુરક્ષિત કરાયા હતા. રથયાત્રામાં તોફાન પણ થયા હતા પરંતુ રથ સલામત રીતે નિજ મંદિર પરત ફર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત