143 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભગવાન રથમાં બીરાજમાન થયા, પણ મંદીરના પ્રાંગણમાં જ રહ્યા

143 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભગવાન રથમાં બીરાજમાન થયા ખરાં પણ મંદીરના પ્રાંગણમાં જ રહ્યા

image source

પૂરીના જગ્ગનાથજીની રથયાત્રાની પરવાનગી મુદ્દે સુપ્રિમ કોર્ટે શરૂઆતમાં મનાઈ ફરમાવી હતી પણ છેવટે સુપ્રિમ કોર્ટને અપિલ કરતાં કેટલીક શરતોને આધિન જગન્નાથપુરીમાં રથયાત્રાની મંજુરી આપવામાં આવી છે. જગન્નાથપુરી બાદ ગુજરાતના અમદાવાદ ખાતે સૌથી મોટી રથયાત્રા દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળે છે.

અને લાખો લોકો નગર યાત્રાએ નિકળેલા જગ્ગનાથ ભગવાનના દર્શનનો લાહવો લે છે. પણ આ વખતે કોરોના વયારસની મહામારીના કારણે ગુજરાત હાઇકોર્ટે રથયાત્રા કરવાની પરવાનગી આપી નથી. મોડી રાત સુધી હાઇકોર્ટને તેનો નિર્ણય બદલવા માટે દલીલો ચાલી હતી પણ છેવટે મંજુરી મળી શકી નહોતી.

image source

ત્યાર બાદ જગ્ગનાથજીના મંદીરના મહંત ટ્રસ્ટી અને સરકાર તેમજ પોલીસ વચ્ચે મંદીરના દરવાજા સુધી રથને લઈ જવા કે નહીં તે બાબતે વાતચીત ચાલી હતી. અને મામલો મંદીરની પરિક્રમા મુદ્દે અટવાતા 143 વર્ષના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું હતું કે સવારે 9 વાગ્યા સુધી ભગવાન રથમાં બીરાજમાન હોવા છતાં મંદીરના પ્રાંગણમાં જ રહ્યા હતા.

વર્ષો જુની પરંપરાને અખંડીત રાખવા થઈ રહી છે મથામણ

image source

મંદીરના ટ્રસ્ટીઓ દ્વારા કોઈ પણ ભોગે ભગવાનના રથોને એકવાર મંદીરના દ્વાર બહાર કાઢીને વર્ષોની ચાલી આવતી અખંડીત પરંપરાને જાળવી રાખવા મથામણ ચાલી રહી છે. પણ હાઇકોર્ટે મંદીરમાંથી રથ બહાર કાઢવા પર સ્ટે લાવી દીધો હોવાથી સરકાર તેમજ પોલીસ આ જોખમ લેવા જરા પણ તૈયાર નથી.

મંદીરના મંહત તેમજ ટ્રસ્ટીનો રથને મંદીર બહાર લઈ જવા આગ્રહ રહ્યો હતો

image source

છેલ્લી ઘડી સુધી રથયાત્રા નીકળશે કે નહીં તે બાબતે અનિશ્ચિતતા રહેતા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી તેમજ ટ્રસ્ટી મહેન્દ્ર ઝા ગઈકાલથી જ આગ્રહ રાખી રહ્યા હતા કે એક વાર તો મંદીરના દ્વારમાંથી રથને બહાર કાઢીને 142 વર્ષ જુની પરંપરાને જાળવી રાખવી જોઈશે. પણ હાઇકોર્ટના હૂકમ બાદ રથયાત્રા થઈ શકે તેમ નથી અને તે જ હૂકમ હેઠળ મંદીરમાંથી રથને બહાર પણ કાઢી શકાય તેમ નથી. પણ મંદીરના ટ્રસ્ટી કોઈ પણ ભોગે આ પરંપરા તોડવા માગતા નથી.

બીજી બાજુ જગ્ગનાથજીના ભક્તો પણ દર્શન ન થતાં દુઃખી થઈ રહ્યા છે

image source

આવા સંજોગોમાં જો રથને મંદીર બહાર કાઢવામાં પણ આવે તો પણ ધીમે ધીમે વાત ફેલાતા વાર ન લાગે અને ભક્તોની ભીડ વધવા લાગે જેના પર કાબૂ મેળવવો પોલીસ માટે અઘરો થઈ પડે. અને હાલના સંજોગોમાં લોકોની ભીડને ટાળવી તે જ સૌથી મહત્ત્વનું છે. અને હાઇકોર્ટના હૂકમ બાદ પણ જો ભીડ ભેગી થશે તો સોશિયલ ડિસ્ટન્સિંગના લીરા થઈ જાય અને સંક્રમણ ફેલાઈ શકે છે.

રથની સજાવટ માટે ગૃહરાજ્યમંત્રીએ નાખ્યા મંદીરમાં ધામા

image source

જગન્નાથજીના લાખો ભક્તોને રથના દર્શનના લાભ નહીં મળ્યા હોવાનું ઘણું દૂખ થતું હશે. અને હાઇકોર્ટના હૂકમ બાદ ભગવાનની નગરયાત્રા પણ બંધ રખાઈ છે પણ તેમ છતાં તેમના રથોની સજાવટ, ભગવાનની સજાવટ તેમજ મંદીરની સજાવટમાં કોઈ પણ જાંખપ જણાઈ નથી. અને આ સજાવટ માટે જગ્ગનાથ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાની સાથે સાથે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આખી રાત મંદીરમાં રોકાયા હતા.

તેમજ ડીજીપી પણ ઘણા વહેલા મંદીરે હાજર થઈ ગયા હતા અને મંદીર તેમજ રથ તેમજ ભગવાનની સજાવટમાં મદદ કરી રહ્યા હતા. આ વર્ષે પહેલીવાર એવું બની રહ્યું છે કે રથો દરેક રીતે સજ્જ હોવા છતાં પણ સવારના નવ વાગ્યા છતાં પણ મંદિરના પ્રાંગણમાંથી બહાર નીકળી શક્યા નથી.

image source

જો કે આ વર્ષે માત્ર ફરક એટલો જ છે કે ભગવાનના રથ નગરયાત્રા નહીં કરી શકે.

પણ બન્ને મંદીરે એટલે કે ભગવાના મોસાળ સરસપુર અને જમાલપુર ખાતેના જગ્ગનાથજીના મંદીરે દરેકે દરેક વિધીનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. અને આ રથયાત્રાને યાત્રા વગર પૂર્ણ કરવામા આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત