ગુજરાતના આ શહેરમાં રથયાત્રા નિકળતા અમદાવાદીઓ નારાજ, જાણો કેટલા કિ.મી સુધીની મળી મંજૂરી

રાજકોટમાં જગન્નાથ નીકળશે નગરચર્યાએ, કૈલાસધામ આશ્રમથી મોકાજી સર્કલ ૩ રથ દ્વારા 1 કિ.મીની રથયાત્રાને મંજુરી

image source

આપણે બધા જ દેશ અને વિશ્વની સ્થિતિ જાણીએ છીએ, હાલમાં જે વાતાવરણ છે એ જોતા કોઈ પણ પ્રકારના મોટા ગેધરીંગને મંજુરી આપવાનો નિર્ણય સરકારે બહુ વિચારીને લેવો પડે એમ છે. એક તરફ કોરોના પોતાના પગ ફેલાવી રહ્યો છે ત્યાં બીજી તરફ કેસમાં વધારો આવી રહ્યો છે. અને સરકાર આશ્વાશન પણ આપી ચુકી છે કે હવે પછી લોકડાઉન કરવામાં નહિ આવે, આવા સમયે સરકારની મુશ્કેલીઓ અનેક ગણી વધી જાય છે એ જોવાની કે કોરોના વાયરસને નિયંત્રણમાં રાખી શકાય.

જગન્નાથ રથયાત્રા કાઢવા પર કોર્ટની રોક

image source

કોરોના વાયરસના કહેરને જોતા આખાય દેશમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવા પર કોર્ટે રોક લગાડી દીધી છે એવા સમયે રાજકોટમાં સાદગી પૂર્વક આ રથયાત્રા કાઢવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં નાનામવા રોડ પર સ્થિત કૈલાસધામ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મોહનદાસગુરુ રામકિશોરદાસે કહ્યું હતું કે છેલ્લા બાર વર્ષથી રાજકોટમાં જે ભવ્ય રથયાત્રા નીકળે છે એ આ વખતે સાદગી પૂર્ણ નીકળશે. કોરોનાના કારણે રથયાત્રાના કાર્યક્રમમાં સુરક્ષાને ધ્યાનમાં લઈને અનેક બદલાવો કરવામાં આવ્યા છે, અથવા આવી શકે છે.

આકર્ષક ફ્લોટસ અને વધારાના રથ નહિ હોય

image source

કોરોનાના કારણે આ રથયાત્રા ખુબ જ સાદગી પૂર્ણ નીકળે એ માટે રાજ્યના અન્ય જગન્નાથ મંદિરના મહંતો સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જો કે અંતે નિર્ણય લેવાયો છે કે રાજકોટમાં અષાઢી બીજે સંભવત સવારે 8 કલાકે જગન્નાથ ભગવાન નગરચર્ચા માટે નીકળશે. જો કે કોરોનાને લઈને આ વર્ષે રથયાત્રા આખા શહેરમાં નહી ફરે અને માત્ર મંદિરની નજીક એક કિલોમીટર સુધી જ ફરશે. આ વખતે ઘણા બદલાવ હશે, જેમ કે આકર્ષક ફ્લોટસ નહીં હોય અને વધારાના રથ પણ નહિ, માત્ર જગન્નાથજી, સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના ત્રણ રથ જ નીકળશે.

સરકારના દરેક નિયમનું પાલન કરવામાં આવશે

image source

જો કે રથયાત્રા કાઢવાનો નિર્ણય લેવાયો છે, પણ આ વખતની રથયાત્રા જરાય પહેલા જેવી નહી હોય. આ વખતે સરકારના દરેક નિયમોનું પાલન કરવામાં આવશે. દર્શન કરવા આવનારને ટોળે વળવા દેવાશે નહિ અને આ આ રથયાત્રા માત્ર કૈલાસધામ આશ્રમથી મોકાજી સર્કલ સુધી રથયાત્રા જ જશે, ત્યાંથી પરત ફરશે. અંદાઝીત એક અથવા દોઢ કલાકમાં જ રથયાત્રાની પૂર્ણાહુતિ થશે. જો કે કોરોના કહેરને ધ્યાનમાં લઇ સરકારે કોઈપણ ધાર્મિક કાર્યક્રમો, મેળાવડા અને સંમેલનો પર પ્રતિબંધ લાધેલો છે.

સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રખાશે

image source

જો કે દર વર્ષે અષાઢી બીજે રાજકોટમાં નીકળતી પરંપરાગત રથયાત્રા અંગે આ વખતે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હતી, પણ સરકાર જે નિર્ણય લેશે એને મંદિરના આગેવાનો માનશે અને અમલમાં પણ મુકશે. જો કે આ ટૂંકી રથયાત્રામાં પણ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને જ જગન્નાથના દર્શન કરવા દેવામાં આવશે. કૈલાસધામ આશ્રમ ખાતે ભગવાનના રથ તૈયાર કરી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે જગન્નાથ મંદિરના સંત, સેવકો સહિત અમુક ગણતરીના લોકો જ શુકન અને પરંપરા જાળવવા મંદિર નજીક રથયાત્રાનું આયોજન કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત