રથયાત્રા વિવાદ પર સરસપુર રણછોડજી મંદિરના મહંતે કહ્યું, ‘હે જગન્નાથ, મને મોત આપો’

રથયાત્રા વિવાદ પર સરસપુર રણછોડજી મંદિરના મહંતે કહ્યું-‘જગન્નાથ! મને ઈચ્છામૃત્યુ આપો, હું જીવવા નથી ઈચ્છતો’

image source

કોરોના વાયરસની મહામારીના કારણે આ વર્ષે 143મી જગન્નાથ મંદિરની રથયાત્રામાં ભગવાન જગન્નાથ શહેરના રસ્તા પર નગરચર્યાએ નીકળવા બદલે માત્ર મંદિરના પ્રાંગણમાં જ ફર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની સ્થિતિના કારણે હાઈકોર્ટે રથયાત્રા કાઢવાની મંજૂરી આપી નહોતી. રથયાત્રાને મંજૂરી ન મળતા જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીએ પણ પોતાનો ઉભરો ઠાલવતાકહ્યું હતું કે અમારી સાથે ગેમ થઈ ગઈ .તો હવે સરસપુરમાં આવેલા રણછોડરાય મંદિરના મહંત લક્ષ્મણદાસ મહારાજે ભગવાન જગન્નાથ પાસે ઈચ્છામૃત્યુની માગણી કરી પોતાની હૈયાવરાળ ઠાલવી હતી.

મને મારા જીવનથી કોઈ મોહ નથીઃ લક્ષ્મણદાસ મહારાજ

image source

મહંત લક્ષ્મણદાસ મહારાજ સરસપુરથી જગન્નાથ મંદિર પહોંચ્યા હતાં અને તેમણે એક વિડીયો શૅર કર્યો હતો. જય સિયારામ, જય જગન્નાથ, જય દ્વારકાધિશ ના નારા લગાવીને લક્ષ્મણદાસજીએ શરુઆત કરી હતી અને એવું કહ્યું હતું કે, “હું તમારા બધા પાસેથી માફી માંગુ છું અને આજે હું હમણાં જ જગન્નાથ મંદિર જમાલપુરમાં આવ્યો છું. ભગવાન શ્રીજગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના ચરણોમાં શીશ ઝૂકાવીને હું મારા મૃત્યુની ઈચ્છા વ્યક્ત કરું છું. ભગવાનને પ્રાર્થના કરું છું, કે જેટલું જલદી બની શકે તેટલું જલ્દી તેઓ મને મૃત્યું આપે. મને ખબર છે ભગવાન ખૂબ જ દયાળુ છે અને ભક્તોની વાત પણ સાંભળે છે. આ માટે હવે મને મારા જીવનથી કોઈ મોહ નથી.”

તેમને પોતાના અનુયાયીઓને કહ્યું-‘દુઃખી ન થતાં’

image source

વિડીયોમાં રડમસ ચહેરે લક્ષ્મણદાસજીએ વ્યથા ઠાલવતા આગળ કહ્યું હતું કે,’હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જેટલું જલદી બને એટલી અમારા પર કૃપા કરે અને મૃત્યુ આપી દે. હું મારા મૃત્યું માટે પ્રાર્થના કરું છું.’ આ ઉપરાંત અનુયાયીઓને કહ્યું હતું કે ‘મારા મોતથી દુઃખી ન થાય. મારા મરવાથી કોઈને પણ ફરક પડવાનો નથી. અને એટલા માટે જ હું સરસપુરથી ચાલીને ભગવાનને પ્રાર્થના કરવા આવ્યો છું કે હવે હું જીવવા નથી માગતો. મને મૃત્યુની સજા આપવામાં આવે. ભગવાન મારા પર દયા કરે. હું વધારે બોલવાની સ્થિતિમાં નથી એટલે માફી માગું છું. જય સિયારામ.’

રથયાત્રાના દિવસે પણ ઠાલવ્યો હતો ઉભરો.

image source

અત્રે નોંધનીય છે કે પુરીમાં જગન્નાથ ભગવાનની રથયાત્રાને કેટલીક શરતો સાથે મંજૂરી આપવામાં આવી હતી. જોકે, અમદાવાદમાં હાઇકોર્ટ દ્વારા મંજૂરી ન મળવાથી રથયાત્રાના દિવસે પણ મહંત લક્ષ્મણદાસજીએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘મંદિરના ટ્રસ્ટી અને મહંત તેમજ રાજ્યના મુખ્યમંત્રીનું અકાળે મૃત્યુ થવાના કારણે શોક અનુભવીએ છીએ’. આ પછી રથયાત્રાના બીજા દિવસે તેઓ ઉપવાસ પર પણ ઉતર્યા હતાં. જોકે, ઉત્તર ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ મહેશ કુશવાહા વચ્ચે પડ્યા હતાં અને આખરે વિવાદ ઉકેલાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત