કૌભાંડીઓએ ભગવાનને પણ ન છોડ્યા – બનાવડાવ્યા રામ-સિતા-લક્ષ્મણના રાશન કાર્ડ – મોટો ગોટાળો આવ્યો સામે

ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાના નામ પર રેશન કાર્ડ, ગોટાળો જોઈ અધિકારી પણ છક થઈ ગયા.

image source

ભગવાનના નામે લોકોને લૂંટવામાં આવે છે એવું તો તમે ઘણીવાર સાંભળ્યું હશે.પણ આજે અમે તમને જે કહેવા જઈ રહ્યા છે એવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને તમે ચકિત થઈ જશો. અહીંયા ભગવાનના નામ પર રેશન કાર્ડ બનાવી ગરીબ મજૂરોના ભાગનું અનાજ પચાવી પાડવાનો ગોટાળો બહાર આવ્યો છે.

image source

લોકડાઉનના આ સમયમાં રામાયણના દૂરદર્શન પર કરવામાં આવેલા ફરીવારના પ્રકાશનના કારણે રામ ,લક્ષ્મણ અને સીતા લોકો વચ્ચે ભારે ચર્ચામાં રહ્યા છે. પણ રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં તો હદ જ થઈ ગઈ.ત્યાં તો રેશન કાર્ડ વિક્રેતાઓએ રામ, લક્ષ્મણ અને સીતાના નામના રેશન કાર્ડ જ બનાવી દીધા છે. અને એ ભગવાનના નામ પર બનેલા નકલી રેશન કાર્ડ પર છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગરીબોના ભાગનું અનાજ પણ લેવામાં આવી રહ્યું છે. આ કિસ્સો ધોલપુર જિલ્લાના બાડી તાલુકાના મરહોલી ગામનો છે.જ્યાં એક ઠાકોરજીનું મંદિર આવેલું છે.મંદિરમાં ભગવાન શાલિગ્રામ, રામ, લક્ષ્મણ, સીતા, મહાદેવ અને પૂજારીના નામનું રેશન કાર્ડ બનેલુ છે.

image source

આ કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે ગામના લોકો રાશન ડીલરની દુકાને અનાજ લેવા પહોંચ્યા તો રાશન ડિલરે બાયોમેટ્રિક મશીન પર અંગુઠો મુકવા કહ્યું. ડિલરે જણાવ્યું કે તમારા અંગુઠાની છાપ અમારા રેકોર્ડ સાથે નહિ મળી રહી એટલે તમને અનાજ નહિ મળે.એ પછી કેટલાક લોકો ગ્રામીણ ઇ-મિત્ર સેન્ટર પર પહોંચ્યા. જ્યાં એમને પોતાના રેશન કાર્ડની તપાસ કરી ત્યારે ખબર પડી કે કેવી રીતે ભગવાનના નામ પર રેશન કાર્ડ બનાવવામાં આવ્યા છે.

image source

એ પછી ગામના લોકો એ ઇ-મિત્ર સેન્ટર પરથી મંદિરવાળા રેશનકાર્ડની નકલ લીધી.અને ધોલપુર જિલ્લાની ઓફિસે પહોંચ્યા. જિલ્લા ઓફિસે જઈને એમને આ નકલી રેશન કાર્ડ અંગેની ફરિયાદ નોંધાવી. ભગવાનના નામનું રાશન કાર્ડ જોઈ ઘડીભર તો જિલ્લા અધિકારી પણ છક થઈ ગયા.એમને તાત્કાલિક એન અંગેની તપાસ હાથ ધરી અને એ વિસ્તારના નિરીક્ષકને 2 દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ પણ આપ્યો. જિલ્લા અધિકારીનું કહેવું છે કે આ બાબતે જે કોઈ પણ દોષી સાબિત થશે એને છોડવામાં નહિ આવે.

image source

ગામના લોકોએ આક્ષેપ કર્યો છે કે રાશન ડીલર નિનુઆ રામ, શિલાદેવી, લોકેશ અને રમાકાંત શર્મા એ સરકારી કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરી ઠાકોરજીના નામનું રેશન કાર્ડ બનાવ્યું છે.અને એ પછી બીજા ડીલર પર આ કાળા કામમાં એમની સાથે ભેગા થઈ ગયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત