માસ્કના ચેકિંગ દરમિયાન પોલીસે રોકતા દંપત્તિ વચ્ચે થઇ માથાકૂટ, અને પતિએ પત્નીને માર્યો ફડાકો, વિડીયો વાયરલ

રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધતાં રાજ્ય સરકાર અને સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રી કર્ફ્યુ જાહેર કર્યું છે. આ કર્ફ્યુમાં અમદાવાદમાં 7 ડિસેમ્બર સુધી કર્ફ્યુ અમલમાં રહેશે. જો કે રાજકોટ, સુરત અને વડોદરામાં કર્ફ્યુના સમય અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. હાલ તો એટલું નક્કી છે કે આ શહેરોમાં રાત્રે 9થી સવારે 6 કલાક સુધી નાઈટ કર્ફ્યુનું પાલન કરવાનું ફરજિયાત છે.

image source

જ્યારથી રાજકોટમાં નાઈટ કર્ફ્યુ અમલમાં આવ્યું છે ત્યારથી રાત્રે 9 કલાકથી પોલીસ સતત ખડેપગે રહી અને કર્ફ્યુનું પાલન કરાવી રહી છે. તેવામાં રાજકોટમાં કર્ફ્યુના સમયમાં એવી ઘટના બની છે જે ચર્ચાનો વિષય છે.

image source

આ ઘટનામાં એક પતિએ તેની પત્નીને પોલીસ અધિકારીઓની વચ્ચે ફડાકા ઝીંકી લીધા હતા. આ ઘટનાનો ફોટો અને વીડિયો પણ વાયરલ થયા છે.

image source

આ અંગે મળતી વિગતો અનુસાર રાજકોટમાં રાત્રે કર્ફ્યૂનો સમય શરુ થઈ ચુક્યો હતો તેમ છતાં એક દંપતિ મોડી રાત્રે શહેરના ત્રિકોણબાગના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. આ દંપતિએ કર્ફ્યુના નિયમનો તો ભંગ કર્યો હતો પરંતુ સાથે જ પત્નીએ તો માસ્ક પણ પહેર્યું ન હતું.

image source

આ દંપતિ કર્ફ્યુના સમયમાં શા માટે બહાર નીકળ્યું છે તે જાણવા માટે પોલીસે તેમને અટકાવ્યા. નજીક માસ્ક બાબતે પોલીસે પતિ-પત્નીને રોક્યા હતા. પોલીસે જ્યારે માસ્ક ન પહેરવા પર તેમને ટોક્યા અને દંડની કાર્યવાહી કરવાની વાત કરી ત્યારે પત્ની રકજક કરવા લાગી. આ વાતથી પતિ એટલો અકળાઈ ગયો કે તેણે પત્નીને પોલીસની હાજરીમાં જ ફડાકો મારી દીધો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત