તમને પણ છે મોડી રાતે નાસ્તો કરવાની આદત તો કરો આ નાસ્તો, સ્વાસ્થ્યને નહી થાય કોઈપણ નુકશાન

આજકાલ બધાને મોડી રાત સુધી કામ કરવાનુ હોય છે અથવા બધા પોતાના મનોરંજન માટે રાતે મોડે સુધી જાગે છે. તેથી સાંજનુ તન્દુરસ્ત ભોજન ખાધાબાદ પણ પાછી ભુખ લાગે છે. તે સમયે બધા પોતાના હાથમા જે આવે તે ખાય લે છે. બધા સ્નેકસ અને નુડલ્સ બનાવીને ખાતા હોય છે.

પરંતુ, તે આપણા આરોગ્ય માટે જરાય પણ સારુ નથી. તેનાથી વજન વધે છે અને પેટ ફુલવાની સમસ્યા થાય છે. આજે આપણે ઘણા એવા ફુડ વિશે જાણીશુ કે જેને ખાવાથી તમારા આરોગ્યને કોઇપણ જાતની સમસ્યા નહિ થાય. આ તમે મોડી રાતે પણ ખાય શકો છો. તો ચાલો જાણીએ તેના વિશે.

image source

છોલેની ચટણી :

કાબુલી ચણા આપણા શરીર માટે ખુબ જ સારા છે. જે દિવસે તમારે મોડી રાત સુધી કામ કરવાનુ હોય તે દિવસે તમારે આને પાણીમા પલાળીને રાખવા જોઇએ. ત્યારબાદ તેને બાફી લેવા જોઇએ. જ્યારે ભુખ લાગે ત્યારે તમારે આને મિક્સરમા પીસી લેવા જોઇએ અને તેની ચટણી બનાવી જોઇએ. આમા રહેલ પ્રોટીન આપણા શરીરની અનેક જાતની સમસ્યા દુર કરે છે.

ગ્રીન સોયાબિનના દાણા :

આમા ખુબ જ વધારે માત્રામા પ્રોટીન હોય છે. આમા હાઇ કેલેરી પણ હોય છે. આને પાણીમા નાખીને ઉકાળવા જોઇએ. ઉકાળવામા નિમક પણ નાખવુ જોઇએ. આ બફાય જાય એટલે તેમા મરચા પાવડર અને જીરુ નાખવુ જોઇએ.

image source

ધાણી :

મોડી રાતના નાસ્તામા આ બધાના પસંદની વસ્તુ છે. આને હવે ઘરે પણ બનાવી શકો છો. આમા વધારે ફાયબર હોય છે અને કેલેરી સાવ ઓછી હોય છે. આમા તમારે બટર અને તેલ ન નાખવુ જોઇએ.

પિસ્તા :

આમા ફેટ, ફાયબર, પ્રોટીન અને મેલાટોનિન ખુબ વધારે પ્રમાણમા હોય છે. આના સેવનથી નિંદર સારી આવે છે. તેથી મોડી રાતે આને ખાય શકો છો.

image source

ડ્રાયફ્રુટ :

આમા બદામ, કાજુ, મગફળી અને કિસમિસ જેવી વસ્તુનો સમાવેશ થાય છે. આ બધુ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારુ છે. રાત્રે ભુખ લાગે ત્યારે આની મુઠ્ઠી ભરીને ખાય લેવી જોઇએ.

લો ફેટ દુધ :

આમા ટ્રીપ્ટોફેન નામનુ એમીનો એસિડ, પ્રોટીન અને મેલાટોનિન હોય છે. જે સેરોટોનિન હોર્મોંસ બનાવામા મદદ કરે છે. આ આપણા આરોગ્ય માટે ખુબ જ સારુ છે.

પીનટ બટર અને સફરજન :

image source

આમા વધારે પ્રોટીન હોય છે અને આની સાથે આપણે કાર્બન ખાવુ જોઇએ. જે સફરજન અને કેળામા મળી જાય છે. તે આપણા આરોગ્ય માટે સારુ છે એટલે તમે તેને ગમે તે સમયે ખાઈ શકો છો.

હર્બલ ટી :

આનાથી લોકોને ઊંઘ સારી આવે છે. તેથી મોડી રાતે તમે આનુ સેવન કરી શકો છો. આમા મધ, તજ જેવા અનેક જાતના ફ્લેવર એડ કરવામા આવે છે અને તેનાથી ઊંઘ સારી આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!