OMG! એક છોકરી જે રાત્રે સામાન્ય હાલતમાં સુઈ ગઈ અને સવારે ઉઠી તો ગર્ભવતી બની ગઈ

જ્યારે સ્ત્રીઓ ગર્ભવતી બને છે, ત્યારે તેઓને અનેક લક્ષણો જોવા મળે છે જેમ કે, ઉબકા, ખરાબ સ્વાસ્થ્ય જેવા ઘણા લક્ષણો જોવા મળે છે અને તેનું પેટ બહાર આવવા લાગે છે જેથી બધાને ખબર પડી જાય છે કે મહિલા ગર્ભવતી છે. પરંતુ એક એવી છોકરી પણ છે જેને ગર્ભવતી હોવાના કોઈ લક્ષણો જોવા નહોતા મળ્યા અને એક રાતે તે સામાન્ય સ્થિતિમાં સૂઈ ગઈ હતી પરંતુ બીજે દિવસે સવારે અચાનક તેનું પેટ બહાર આવી ગયું અને 45 મિનિટ પછી તેણે બાળકને જન્મ આપ્યો.

image source

ટૂંક સમયમાં જ તેને પેટમાં દુખાવો થવા લાગે છે

16 જુલાઇ, 2018 ની રાત્રે સ્કોટલેન્ડની 19 વર્ષીય Emmalouise Leggate નામની છોકરી, હંમેશની જેમ સાધારણ રીતે સૂઈ જાય છે અને બધું સામાન્ય હોય છે, પરંતુ જ્યારે તે 17 જુલાઈની સવારે ઉઠે છે, ત્યારે તેનું પેટ બહાર આવી ગયું હોય છે પરંતુ તેણી વિચારે છે કે તેનુ વજન વધી ગયું હશે. પરંતુ ટૂંક સમયમાં જ તેને પેટમાં દુખાવો થવા લાગે છે, ત્યારબાદ તેની દાદી લુઇસ ફોર્ડ તેને હોસ્પિટલમાં લઈ જાય છે, પરંતુ એમ્માલોઇઝ લેગગેટને લેબર પેઈન એટલુ વધી જાય છે કે હોસ્પિટલના પાર્કિંગમાં જ તે કારમાં બાળકને જન્મ આપે છે. સદભાગ્યે આ બાળક સંપૂર્ણ સ્વસ્થ હતું અને એમ્લ્લાલોઇસનું બીજું બાળક હતું.

image source

પેટ નવ મહિના સુધી સામાન્ય રહ્યું

ડોક્ટરો પણ આ પ્રકારનો કેસ જોઇને આશ્ચર્યચકિત થયા હતા અને તેઓએ કહ્યું હતું કે આ તેની ગર્ભાવસ્થાનો 9મો મહિનો છે, પરંતુ સંભવ છે કે બાળક માતાની પીઠના નીચેના ભાગમાં લપસી ગયું હતું, તેથી એમલ્લોઇઝનું પેટ નવ મહિના સુધી સામાન્ય રહ્યું.

image source

ગર્ભાવસ્થા નહીં પણ સામાન્ય સ્થૂળતા હતી

એક બાળકની માતા, એમલ્લોઇઝ લેગગેટે જણાવ્યું કે તેમને ગર્ભવતી હોવાનો ખ્યાલ જ નહોતો, કારણ કે તે ગર્ભ નિરોધક ગોળીઓ લેતી રહે છે અને તેને ઉબકા, તબિયત ખરાબ રહેવી અથવા બાળકના લાત મારવા જેવા લક્ષણો લાગતા નહોતા. થોડા મહિના પહેલા, તેના શરીરના તમામ ભાગો પેટ સિવાય ચરબીયુક્ત થઈ ગયા હતા, પરંતુ તે ગર્ભાવસ્થા નહીં પણ સામાન્ય સ્થૂળતા હતી. એમલ્લોઇઝ લેગગેટ આગળ કહે છે કે જે બન્યું તે પછી તેણીને ખુશી છે કે તેનું બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેનું નામ Ciara Louise Lamont રાખવામાં આવ્યું છે, અને એમ્માલોઇસ લેગગેટ તેના પતિ સીન લેમોન્ટ અને બંને બાળકો સાથે ખુશ જીવન જીવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!