દીકરીના લગ્નની તૈયારીમાં લાગી ગઈ રવીના ટંડન, શેર કર્યા કેટલાક ફોટા.

દીકરીના લગ્નની તૈયારીમાં લાગી ગઈ રવીના ટંડન, શેર કર્યા કેટલાક ફોટા.

આમ તો બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ છે પણ અમુક એવી હસીનાઓ છે જેને લોકો જિંદગી ભર યાદ કરે છે અને આવી અભિનેત્રીઓની ફેન ફોલોઇંગ એમના ઇન્ડસ્ટ્રી છોડી દીધા પછી પણ એવીને એવી જ રહે છે.આવી જ એક હસીના વિશે આજે અમે તમારી સાથે વાત કરવા જઈ રહ્યા છે જેને 90ના દશકમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. અમે વાત કરી રહ્યા છે બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં ગણતરી પામેલી રવીના ટંડન વિશે.

image source

આપ સૌ જાણો છો તેમ જ રવીના ટંડન હવે ફિલ્મી દુનિયાથી દૂર જતી રહી છે પણ રવીના ટંડન સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે અને એ હંમેશા પોતાના ફોટા એના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે.।તમને જણાવી દઈએ કે રવીના ટંડને લગ્ન પહેલા જ બે દીકરીઓને દત્તક લઈ લીધી હતી અને એમના આ કામના વખાણ આખા દેશમાં થયા હતા. કદાચ આ જ કારણ છે કે રવીના ટંડનના ફેન્સ આખી દુનિયાના ખૂણે ખૂણે રહેલા છે.

image source

અમે તમને જણાવી દઈએ કે રવીના ટંડને વર્ષ 1995માં બે બાળકીઓને દત્તક લીધી હતી જેમનું નામ પૂજા અને છાયા છે. જે સમયે રવીના ટંડને આ બે બાળકીઓને દત્તક લીધી હતી એ દરમિયાન પૂજાની ઉંમર 11 વર્ષની હતી અને છાયાની ઉંમર 8 વર્ષની હતી. એ પછી રવીના ટંડને વર્ષ 2004માં ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અનિલ થડાની સાથે લગ્ન કરી લીધા અને એ પછી એમના બે બાળકો થયા જેમના નામ છે રણવીર અને રાશા. લગ્ન થઈ ગયા એ પછી પણ રવીના ટંડને પોતાની જવાબદારી સારી રીતે નિભાવી અને પોતે દત્તક લીધેલી બે બળકીઓમાંથી એક દીકરી છાયાના લગ્ન કરાવ્યા.

image source

હાલના સમયમાં રવીના ટંડન ગોઆમાં પોતાની દત્તક લીધેલી દીકરી છાયાના લગ્નમાં વ્યસ્ત છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે એમના લગ્ન હિન્દૂ અને સાથે સાથે કેથલિક રીત રિવાજો પ્રમાણે થશે અને એ દરમિયાન પરિવારના મુખ્ય સભ્યો જ હાજર રહેશે. રવીના ટંડને આ લગ્નની અમુક વિધિઓનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને આ ફોટાની સાથે કેપ્સનમાં લખ્યું છે કે ” એન્ડ હેપી મોમેન્ટસ”

રવીના ટંડન એક સમયે ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી હતી. તેને હિન્દી સિનેમામાં ઘણી બધી હિટ ફિલ્મો આપી છે. રવીના ટંડનની ફિલ્મ મોહરાનું તું ચીજ બડી હે મસ્ત મસ્ત એ આજે પણ ખૂબ જ ફેમસ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત