19 વર્ષ પહેલા કેબીસી જૂનિયરમાં 1 કરોડ જીતનાર રવિ મોહન સૈની બન્યા પોરબંદરના એસપી

અગાઉ રાજકોટ ઝોન 1ના ડીસીપી તરીકે કાર્યરત એવા રવિ મોહન સૈનીની તાજેતરમાં પોરબંદર ખાતે બદલી કરવામાં આવી છે. તેમની પોરબંદરના એસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જો કે પોરબંદરના એસપી રવિ મોહન સૈની તેમની પોલીસ વિભાગની કામગીરી ઉપરાંત અન્ય એક ઉપલબ્ધી માટે પ્રખ્યાત પણ છે.

image source

જી હાં પોરબંદરના હાલના એસપી ટીવીના લોકપ્રિય શો કોન બનેગા કરોડપતિમાં જઈ ચુક્યા છે અને એટલું જ નહીં તેઓ આ શોમાં 1 કરોડની રકમ પોતાના જ્ઞાનની મદદથી જીત્યા હતા. વર્ષ 2001માં આવેલા કૌન બનેગા કરોડપતિ જુનિયરમાં એસપી રવિ મોહન સૈની સિલેક્ટ થયા હતા અને તેમણે 15 પ્રશ્નોના સાચા જવાબ આપી 1 કરોડની રકમ જીતી હતી.

બોલિવૂડના મહાનાયક સામે હોટસીટ પર 14 વર્ષની વયે બેસી અને 1 કરોડ જીતનાર ડો. રવિ મોહન સૈનીએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી અને તેઓ ગુજરાત કેડરના 2014ની બેંચના આઈપીએસ અધિકારી બન્યા હતા.

ડો સૈનીએ MBBS પણ કર્યું

image source

પોરબંદરના એસપી રવિ મોહન સૈનીએ યુપીએસસી ક્લીયર કરતાં પહેલા એમબીબીએસનો અભ્યાસ કર્યો હતો અને સાથે જ તેમણે ઈન્ટર્નશીપ પણ કરી હતી. તેમણે જયપુરની મહાત્મા ગાંધી મેડકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યું છે. તેમની ઈન્ટર્નશીપ ચાલતી હતી ત્યારે તેમણે યુપીએસસી ક્લીયર કર્યું. ત્યારબાદ રાજકોટ ઝોન 1ના ડીસીપી તરીકે ફરજ બજાવતા હતા અને હવે તેમને પોરબંદર જિલ્લાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.

image source

તેઓ મૂળ રાજસ્થાનના અલવરના રહેવાસી છે. એસપી સૈનીના પિતા ભારતીય નૌ સેનાના નિવૃત્ત ઓફિસર છે. સૈનીએ તેમનો પ્રાથમિક અભ્યાસ વિશાખાપટ્ટનમની નેવલ પબ્લિક સ્કુલમાંથી કર્યો હતો. તેઓ જ્યારે દસમા ધોરણમાં અભ્યાસ કરતાં હતા ત્યારે કોન બનેગા કરોડપતિ જૂનિયરમાં ભાગ લીધો હતો અને 1 કરોડની રકમ જીત્યા હતા. આ રકમમાંથી ટેક્સ કપાતા તેમને 69 લાખ રૂપિયા મળ્યા હતા જેમાંથી તેમણે પોતાની પહેલી કાર ખરીદી અને પોતાના વતન એવા અલવરમાં જમીન ખરીદી અને અન્ય રૂપિયા તેમણે પોતાના અભ્યાસમાં ઉપયોગ કર્યો.

image source

વર્ષ 2012માં તેમણે પહેલીવાર યુપીએસસીની પરીક્ષા આપી હતી પરંતુ તેએ ઈન્ટરવ્યુ સુધી પહોંચી શક્યા ન હતા. ત્યારબાદ તેમણે 2013માં ફરી પરીક્ષા આપી અને તેઓ ઈન્ડિયન પોસ્ટ એન્ડ ટેલિકોમ, અકાઉન્ટ એન્ડ ફાયનાન્સ સર્વિસ માટે પસંદ થયા. છેલ્લે તેમણે 2014માં ફરી એક્ઝામ આપી અને તેમાં 461 રેન્ક સાથે તેઓ આઈપીએસ બન્યા. ખાસ વાત એ છે કે તેમણે આટલા અભ્યાસ માટે ક્યારેય કોચિંગ ક્લાસ કર્યા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત