રવિના ટંડનને ખેતરમાં કામ કરતી જોઈને લોકોએ ઉઠાવ્યાં ગંભીર સવાલ, હવે અભિનેત્રીએ આપ્યો જડબાતોડ જવાબ

બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વખત કોઈને કોઈ વાતને લઈ ચર્ચામાં આવે છે. તે હંમેશાં તેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે જેને તેના ચાહકો ખૂબ પસંદ કરે છે.

image source

રવિના 90ના દાયકાની હીરોઇનોમાંની એક છે જેના માટે દુનિયા હજી પણ દીવાની છે. જ્યારે પણ તે ચાહકો માટે કેટલીક તસવીરો અથવા વીડિયો શેર કરે છે ત્યારે તે તરત વાયરલ થઈ જાય છે. ઘણાં સુપર સ્ટારની જેમ રવિના પણ કોરોનાની બીજી લહેર દરમિયાન લોકડાઉનને કારણે ઘરે આરામ કરવાની ફરજ પડી હતી. જો કે તે ઘરે રહીને જ ફોટાઓ ક્લિક કરી રહી છે.

image source

મળતી માહિતી મુજબ તાજેતરમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં અભિનેત્રી પાવડા સાથે તેના ગામના ફાર્મમાં કામ કરતી અને પ્લાસ્ટિક કાઢતી જોવા મળી રહી છે. રવીનાનો આ વીડિયો એ તેનાં આ કામની સાબિતી છે. અભિનેત્રીએ ભૂતકાળમાં પણ કેટલીક આવા ફોટો શેર કર્યા હતા.

image source

ફોટાની સાથે રવિનાએ લખ્યું છે કે વીકએન્ડમાં તેણે તેના ફાર્મમાં રહેલો પ્લાસ્ટિકનો કચરો કાઢી નાખ્યો હતો. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા સવાલો ઉભા થઇ રહ્યાં છે. એક યુઝર્સએ અભિનેત્રીને પૂછ્યું હતું કે શું તેણે ખરેખર આવું કંઈક કર્યું છે અથવા ફક્ત ફોટાઓ પાડવા માટે પોઝ આપ્યો છે.

આ પછી અભિનેત્રીએ હવે પુરાવા આપતો નવો વીડિયો શેર કર્યો છે જેમાં તે પાવડો વડે કાદવ ખોદતી હોય છે અને તેમાંથી પ્લાસ્ટિકનો કચરો બહાર કાઢતી જોવા મળે છે. રવિનાએ આ નવા વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું હતું કે હા ભાઈ ખરેખર મે આ કામ કર્યું છે. તમારામાંથી ઘણાએ પૂછ્યું કે શું મેં ખરેખર તેને ખોદ્યું છે? આગળ આ વિશે તેણે કહ્યું છે કે આ અગાઉ મેં ફક્ત એક ટૂંકી વીડિયો કલીપ શેર કરી હતી. હું ઈચ્છતી ન હતી કે બધાને હું ખોદી રહી છું તે બતાવું પરંતુ તે સમયે મને ખ્યાલ નહોતો કે આ દરમિયાન મને કેમેરામાં શૂટ કરવામાં આવી રહી છે. ચાલો, ગુડ નાઈટ! જય રામજી.

આ અગાઉ શેર કરેલા વીડિયોમાં રવિનાએ લખ્યું છે કે હું મારા ગામના ઘરમાં મજૂરો દ્વારા પ્લાસ્ટિકના જે કચરાને ભેગો કરવામાં આવ્યો હતો તેને સાફ કરી રહી હતી. આ સિવાય તેણે આગળ કહ્યું હતું કે મહોલ્લા અને આસપાસના વિસ્તારમાંથી પણ મે પ્લાસ્ટિકના કચરાની સફાઈ કરી છે અને વિકેન્ડ સારી રીતે પસાર કર્યો છે.

image source

90ના દાયકાની સુપરહિટ હિરોઇન રવિના ટંડન હજી પણ ખૂબ જ યુવાન અને ફીટ લાગી રહી છે. તેના ફોટાઓ જોઈને દરેક દિલ ખોઈ બેસે છે. થોડા દિવસો પહેલા રવિનાએ તેના મેકઅપની લૂકની તસવીર શેર કરી હતી જેમાં તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો રવિના ટંડન ટૂંક સમયમાં ફિલ્મ KGF ચેપ્ટર 2માં જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *