લગ્નની પાંચમી એનિવર્સરી પર મિસીસ રિવાબા જાડેજા સમાજની કન્યાઓને આપશે આ ખાસ ભેટ, જે જાણીને તમે પણ કહેશો WOW!

લગ્નના પાંચ વર્ષ પુરા થતા રીવાબા જાડેજા દ્વારા સમાજના સમુહલગ્નમાં ૩૪ કન્યાઓને સોનાના ખડગ આપવામાં આવશે તેવી જાહેરાત કરાઈ. -તા. ૨૧ એપ્રિલ, ૨૦૨૧ના રોજ જામનગર જીલ્લાના રાજપૂત સમાજના ૨૧મા સમુહલગ્નનું આયોજન કરવામાં આવશે.

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા મોટાભાગે પોતાના સમાજને આગળ લાવવા માટે સતત પ્રત્યનશીલ રહે છે. આવનાર ટ. ૨૧ એપ્રિલ, ૨૦૨૧ના રોજ આયોજિત થનાર સમુહલગ્નમાં કન્યાઓને ભેટ સ્વરૂપે સોનાના ખડગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમૂહલગ્નમાં કુલ ૩૪ કન્યાઓને ૪ નંગ સોનાના ખડગ રીવાબા રવીન્દ્ર જાડેજા તરફથી ભેટ સ્વરૂપે આપવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે, રીવાબા અને રવીન્દ્ર જાડેજાના લગ્નને ૫ વર્ષ પુરા થઈ ગયા હોવાના લીધે રીવાબા રાજપૂત સમાજની કન્યાઓને સોનાનું દાન કરી રહ્યા છે.

તા. ૧૭ એપ્રિલ, ૨૦૨૧ના રોજ રીવાબા અને રવીન્દ્ર જાડેજાના લગ્નને ૫ વર્ષ પૂર્ણ થયા છે.

image source

રીવાબા જાડેજાએ આ વિષે દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવવામાં આવ્યું હતું કે, સમાજમાં જરૂરીયાતમંદ વ્યક્તિઓને હંમેશા મદદરૂપ થવું એ મારું સપનું છે અને હું મારા આ સપના સાથે આગળ વધી રહી છુ તેમાં પણ તા. ૧૭ એપ્રિલ, ૨૦૨૧ના રોજ અમારા લગ્નને ૫ વર્ષ પુરા થતા તેની વિશેષ ઉજવણી કરવા માટે વિચાર કર્યો છે. આ વિશેષ ઉજવણીના એક ભાગ તરીકે રાજપૂત સમાજના સમુહલગ્નમાં કન્યાઓને સોનાના ખડગ ભેટ સ્વરૂપે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રીવાબા સામાજિક સેવા કાર્યો કરવામાં પ્રવૃત્ત રહે છે.

image source

આવનાર તા. ૨૧ એપ્રિલ, ૨૦૨૧ના રોજ શ્રી જામનગર જીલ્લા રાજપૂત સમાજ સમુહલગ્ન સમિતિ તરફથી ૨૧મા સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં ૩૪ કન્યાઓ પોતાના નવા જીવનની શરુઆત કરશે. આ તમામ કન્યાઓને ૪ નંગ ખડગ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. નોંધનીય બાબત છે કે, રીવાબા જાડેજા છેલ્લા ઘણા સમયથી સામાજિક સેવા કાર્યમાં જોડાઈને સહયોગ કરી રહ્યા છે. રીવાબા જાડેજા સામાજિક કાર્યોમાં ખાસ કરીને મહિલા ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહીને કાર્યો કરતા રહે છે.

રીવાબા જાડેજા દ્વારા કેટલાક દિવસ પહેલા જ મહિલાઓને સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા.

image source

કેટલાક દિવસ પહેલા જ રીવાબા જાડેજા તરફથી મહિલાઓ આત્મનિર્ભર બને તેના માટે જામનગર જીલ્લામાં આવેલ બાડા અને ખીરી ગામમાં આવેલ બે- બે સિલાઈ મશીનોનું મહિલાઓને અનુદાન પણ આપવામાં આવ્યું હતું. આ સિલાઈ મશીનની મદદથી મહિલાઓ સિવણ ક્લાસ કરીને તેઓ આત્મનિર્ભર બને. તેમજ અત્યારના સમયમાં માસ્ક તેમજ સિલાઈને સંબંધિત નાના- મોટા કામ તેઓ ઘરે રહીને જ કરી શકે છે. આ સાથે જ આત્મનિર્ભરતાનો મંત્ર શિક્ષણ વિના સાર્થક થઈ શકે નહી, એટલા માટે મહિલા શિક્ષણનું મહત્વ સમજાવતા કન્યા કેળવણી તરફ લોકો આગળ વધે તેવા પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!