અત્યંત ખરાબ સ્થિતિમાંથી પસાર થયા હતા રવિંદ્ર જાડેજા, જણાવ્યું કેવી રીતે કર્યું કમ બેક

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉંડર રવિંદ્ર જાડેજાએ તાજેતરમાં એક મુલાકાતમાં પોતાના જીવનના સૌથી ખરાબ સમય વિશે ચર્ચા કરી હતી. આ સાથે જ તેણે જણાવ્યું હતું કે તેના જીવનને બદલી દેનાર ટર્નીંગ પોઈંટ કઈ મેચ સાબિત થઈ હતી. હાલ ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસની તૈયારીઓ કરી રહી છે. આ ટૂરમાં ઓલરાઉન્ડર રવિંદ્ર જાડેજાને પણ સ્થાન મળ્યું છે. આ પહેલા કોણીની ઈજાના કારણે તેણે ઈંગ્લેંડ સામેની સીરીઝમાંથી બ્રેક લીધો હતો.

image source

તેવામાં રવિંદ્ર જાડેજાએ પહેલીવાર પોતાની કારર્કિદીના સૌથી કપરા કાળ વિશે ચર્ચા એક મુલાકાતમાં કરી હતી. રવિંદ્ર જાડેજાના લાઈફમાં ટર્નીંગ પોઈન્ટ વર્ષ 2018ની ટેસ્ટ સીરીઝ સાબિત થઈ હતી. ઈંગ્લેડ વિરુદ્ધના પાંચમા ટેસ્ટથી તેનું જીવન બદલાઈ ગયું હતું. તેણે કહ્યું કે આ ટેસ્ટમાં પ્રદર્શન કરવાથી તેનો આત્મવિશ્વાસ મળ્યો કારણ કે તે દિવસો એવા હતા કે જ્યારે તે કારર્કિદીને લઈને સંઘર્ષ કરી રહ્યો હતો. ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટમાં જગ્યા બનાવવા માટે તે સતત સંઘર્ષ કરી રહ્યો હતો.

image source

2018માં ઓવલમાં પાંચમા ટેસ્ટ દરમિયાન ભારતીય ટીમ ઈંગ્લેંડ દ્વારા પહેલી પારીમાં બનાવેલા 332 રનના લક્ષ્ય માટે મેદાને ઉતરી હતી. એક સમયે તેમણે 160 રન સુધીમાં પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી અને પછી જાડેજા આઠમા નંબર પર બેટીંગ કરવા ઉતર્યો હતો. તેણે 156 બોલ પર 86 રનની અણનમ પારી રમી હતી અને ભારતને સંકટમાંથી બહાર કાઢ્યું હતું.

image source

રવિંદ્ર જાડેજાએ આ અંગે કહ્યું હતું કે, “ તે ટેસ્ટ મેચથી મારા માટે બધું જ બદલાઈ ગયું, રમત, મારું પ્રદર્શન, આત્મવિશ્વાસ બધું જ. જ્યારે તમે સર્વશ્રેષ્ઠ બોલીંગ આક્રમણ વિરુદ્ધ સ્કોર કરો છો તો તે તમારા આત્મવિશ્વાસને પ્રભાવિત કરે છે. તમને અનુભવ થાય છે કે તમે દુનિયામાં કોઈપણ જગ્યાએ સ્કોર કરવા માટે ખૂબ સારા છો ત્યારબાદ હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હોવાથી મે વનડેમાં પણ વાપસી કરી ત્યારે મારી રમત સારી ચાલી રહી હતી.“

image source

ટીમમાંથી બહાર હતા ત્યારના દિવસો યાદ કરી રવિંદ્રએ કહ્યું હતું કે ભારતીય ટીમમાંથી બહાર હતો તે સમયે દોઢ વર્ષ સુધી જાણે ઊંઘ જ હરામ થઈ ગઈ હતી. તે સમયમાં મને યાદ છે કે હું સવારે 4-5 કલાકે જાગી જતો હતો અને વિચારતો કે શું કરું કે ટીમમાં ફરીથી જઈ શકું. તે સમયે શાંતિથી ઊંઘી પણ શકતો ન હતો.

image source

જાડેજાએ આગળ કહ્યું હતું કે, તે ટીમમાં હતો પરંતુ રમી શકતો ન હતો. વનડે રમતો ન હતો. તે ઘરેલી ક્રિકેટમાં પણ રમતો ન હતો. કારણ કે ભારતીય ટીમ સાથે યાત્રા કરી રહ્યો હતો. તેને તે સમયે ખુદને સાબિત કરવાની તક મળી ન હતી. તે વિચારતો કે વાપસી કેવી રીતે થશે. તેણે ઉમેર્યું હતું કે જ્યારે તે આઈપીએલ માટે તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેને ખ્યાલ ન હતો કે અહીંયા ટાઈમિંગ અને પાવર હિંટિંગનું મહત્વ છે. પરંતુ તેના વિશે જાણી તેણે તૈયારીની રીત બદલી અને આઈપીએલ 2020માં એક પણ દિવસનો બ્રેક લીધા વિના દોઢ મહિનો તાલીમ લીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *