ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ બહેનો સાથે પરિસંવાદ યોજીને કહ્યું…’દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામમાં થોડી મદદ દીકરાઓની પણ લેવી જોઈએ’

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજાએ દીકરીના સમર્થન માટે કર્યો વીડિયો વાયરલ! જાણો શું કહ્યુ એમણે

તાજેતરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindrasinh Jadeja) ના પત્ની રિવાબા જાડેજા (Rivaba Jadeja) નો વિડીયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં તેઓ દીકરીઓને શિક્ષણ આપવા માટે રાજપૂત (Rajput) સમાજને અપીલ કરી હતી. તેમણે મંચ પરથી કહ્યું કે મારા હસબન્ડ રવીન્દ્રસિંહ જાડેજા (Ravindrasinh Jadeja) ઘરનું 50 ટકા કામ કરાવે છે. હું રોટલી કરતી હોઉં તો ચા રવીન્દ્રસિંહ મુકે છે. એટલે કે દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી.

image source

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજા જામનગરના ‘મોટી લાખાણી’ ગામમાં ગયા હતા. જ્યાં બહેનોને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી આપી હતી એ દરમિયાન તેમણે કહ્યું હતું કે,દીકરીને ભણતર અને દીકરાને સાવરણી આપીએ એ બંને સરખું છે. એક વાર દીકરાને કહેવાની જરૂર છે કે ચલ ઓરડામાં ઝાડૂ કરી દે.દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામ માટે દીકરીઓને ઘરે રાખવાની જરૂર નથી. હાલ આ અંગેનો તેમનો વિડીયો વાઈરલ થયો છે.

મારા હસબન્ડ રવિન્દ્રસિંહ જાડેજા ઘરનું 50 ટકા કામ કરાવે છે – રિવાબા

વધુમાં રિવાબાએ જણાવ્યું હતું કે, આપણા દીકરાઓ પાસેથી પણ ઘર કામ માટે મદદ લઈ શકાય છે. અને આવું કરવામાં જાડેજા કે ઝાલા લાગતું હોય તો તેના પર કોઈ ચેકો નહીં મારી દે. રાજપૂત સમાજમાં દીકરીઓને શિક્ષણ આપવા અંગે રિવાબા જાડેજાએ આ મોટી વાત કહી છે. તેમણે મંચ પરથી કહ્યું કે મારા હસબન્ડ રવિન્દ્રસિંહ જાડેજા ઘરનું 50 ટકા કામ કરાવે છે.

image source

દીકરીઓને શિક્ષણ આપવા સમાજને અપીલ કરી

વધુમાં રિવાબાએ જણાવ્યું હતું કે, હું રોટલી કરતી હોઉં તો ચા રવિન્દ્રસિંહ મુકે છે. એટલે કે દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી. માટે દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામમાં થોડી મદદ દીકરાઓની પણ લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે રિવાબા જાડેજા રાજપૂત કરણી સેનાનાં ગુજરાત પ્રદેશ મહિલા વિંગના પ્રમુખ પણ છે.

image source

તેમના આ વાઈરલ વીડિયોમાં તેઓ દીકરીઓને શિક્ષણ આપવા માટે રાજપૂત સમાજને અપીલ કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે વાયરલ થયેલા વિડીયોમાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજા (Ravindrasinh Jadeja) નાં પત્ની રિવાબા જાડેજાએ કહ્યું હતું કે દીકરીને ભણતર અને દીકરાને સાવરણી આપીએ એ બંને સરખું છે. એક વાર દીકરાને કહેવાની જરૂર છે કે ચલ ઓરડામાં ઝાડૂ કરી દે. તેઓ કાર્યક્રમમાં દીકરીઓને ભણાવવા અંગે વાત કરતાં હતાં ત્યારે આ વાત કહી. તેમણે કહ્યું કે દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામ માટે દીકરીઓને ઘરે રાખવાની જરૂર નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *