RBIએ જૂના સિક્કા અને નોટો અંગે આપી મહત્ત્વની સૂચના, છેતરપિંડી કરનાર લોકોથી બચવા આપી આવી સલાહ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ જૂના સિક્કા અને નોટોની ખરીદી અને વેચાણ અંગે બુધવારે લોકોને એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. આ ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક છેતરપિંડી કરનારા તત્વો ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ પર જૂની નોટ અને સિક્કાના વેચાણ માટે કેન્દ્રીય બેંકના નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી જૂના સિક્કાઓ અને નોટોની ખરીદી અને વેચાણ અંગે ઘણા સમાચાર સામે આવી રહ્યા છે.

image soucre

આ જ કારણે આરબીઆઈએ આ ચેતવણી જારી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અંગે RBIએ ટ્વીટ કરીને લોકોને ચેતવણી આપી હતી. આ ટ્વીટમાં રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંકના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક એવા તત્વો છે કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામ અને લોગોનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે અને જુની નોટ અને સિક્કાઓની આપ લે કરવા માટે વિવિધ ઓનલાઇન અને ઓફલાઇન પ્લેટફોર્મ દ્વારા લોકોને સિક્કા વેચવા માટે ફી/કમિશન અથવા કર માંગી રહ્યાં છે.

આ સાથે રિઝર્વ બેંકે તેના નિવેદનમાં એ પણ સ્પષ્ટતા કરી છે કે તે આવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ નથી અને આવા વ્યવહારો માટે ક્યારેય કોઈ પાસેથી કોઈ ફી કે કમિશન માંગશે નહીં. બેંકે આ વિશે વધુમાં કહ્યું છે કે તેણે આવી પ્રવૃત્તિઓ માટે કોઈ પણ સંસ્થા અથવા વ્યક્તિને પણ કોઈ પ્રકારની અધિકૃતતા આપી નથી. આથી RBIનો કોઈની સાથે આ પ્રકારનો કોઈ વ્યવહાર નથી. હવે આ મામલે ભારતીય રિઝર્વ બેંક સામાન્ય લોકોને સલાહ આપી છે કે તેઓ આવી છેતરપિંડી અને છેતરપિંડીની ઓફરનો ભોગ ન બને.

image soucre

આ પહેલા જાન્યુઆરી મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જૂની રૂ.100, રૂ.10 અને રૂ.5 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે આરબીઆઈના આસિસ્ટન્ટ જનરલ મેનેજર બી મહેશે જાહેરાત કરી કે સેન્ટ્રલ બેંક માર્ચ અથવા એપ્રિલ સુધીમાં 100, 10 અને 5 રૂપિયાની જૂની સિરીઝ પાછો ખેંચવાનો વિચાર કરી રહી છે. આરબીઆઈની આ ઘોષણા પછી આ જૂની નોટો સામાન્ય લોકોની પહોંચથી બહાર થશે.

image soucre

લોકો પાસેથી આ જૂની નોટો પાછી ખેંચવા અંગે બી મહેશે વધુમાં જણાવ્યું હતું કે આરબીઆઈ માર્ચ અથવા એપ્રિલમાં આ નોટો પાછી ખેંચી શકે છે. આરબીઆઈ દ્વારા આ નોટો પાછી ખેંચવાનો નિર્ણય અંગે નેત્રાવતી હોલમાં જિલ્લા લીડ બેંક દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સુરક્ષા સમિતિ અને જિલ્લા કક્ષાની ચલણ વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં યોજાઈ હતી જેમાં બી.મહેશે આ અંગે સ્પષ્ટતા કરી હતી.