આરસીબુકની ફોટો કોપીના આધારે રેકર્ડમાંથી વાહનના ડેટા મળી શક્તા હોવા છતાં અરજદારો પાસે એફિડેવિટનો ખર્ચ કરાવાય

વાહનને લગતી કામગીરી માટે જ્યારે RTO કચેરીમાં જવાની વાત આવે તો તરત જ આંખ સમક્ષ લાંબી લાંબી કતારો અને એજન્ટ રાજના દ્રશ્યો તરી આવે.. પરંતુ આજે અમે તમને એક એવા રાહતના સમાચાર આપવા જઇ રહ્યા છીએ કે જેનાથી તમને હાશકારો ચોક્કસ અનુભવાશે.. અમદાવાદ સહિત રાજ્યભરમાં વર્ષ 2010 પહેલાનાં વાહનની RC બુકના બેકલોગ માટે PUC સર્ટીફિકેટની હવે આવશ્યક્તા નહીં રહે, RTOનુ ડિજીટલાઇઝેશન થયું.. અને ઘણી બધી સેવાઓ ઓનલાઇન પણ થઇ ગઇ. ત્યાં સુધી કે હમણાં જ ડ્રાયવિંગ લાયસન્સને લગતી ચાર સેવાઓ ઇ – ગ્રામ સેવા મારફતે ગ્રામીણ વિસ્તારમાંથી જ કરવાની જાહેરાત પણ કરાઇ દીધી.. પરંતુ હજી કેટલાક કામ એવા છે કે જે ઓનલાઇન શક્ય નથી.. અને અરજદારે RTOના ધક્કાં ખાવા પડે છે.. આવા જ અરજદારોમાં વર્ષ 2010 પહેલાના વાહનના માલિકો પણ છે.. જેમના વાહનની RC બુકના બેકલોગની ઓનલાઇન અરજી એપ્રૂવલ નહીં થતાં તપાસ અર્થે રૂબરૂ આવવું પડે છે. અને RTO આવતા અરજદારો પાસે આરટીઓ કર્મચારીઓ પીયુસી સર્ટિ. માગીને પરેશાન કરે છે. પરંતુ હવે તેમની તે મુશ્કેલીમાં રાહત થઇ છે.

વસ્ત્રાલ-બાવળા RTOમાં બેકલોગ માટે રોજ 250 અરજી આવે છે

image soucre

RTO કર્મચારીઓ PUC સર્ટિફિકેટ માગી લોકોને પાછા કાઢે છે

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં 2010 પહેલાંના વાહનની આરસી બુકના બેકલોગ માટે પીયુસી સર્ટિ.ની આવશ્યકતા નથી.

અમદાવાદની સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા આરટીઓમાં 2010 પહેલાના વાહનોની આરસી બુકના બેકલોગ માટે રોજના 200-250 અરજદારો આવે છે. બેકલોગ માટે આવતા અરજદારોને પીયુસી સર્ટિ.લઇને આવવાનું કહી રવાના કરાય છે.

image soucre

વાહનમાલિક બેકલોગ માટે ઓનલાઇન અરજી કરે ત્યારે પુરાવાના અભાવે આરટીઓમાંથી અરજી બેક થાય છે. જેની જાણ અરજદારોને નહીં થતાં 10 દિવસ સુધી અરજી આરટીઓમાં પડી રહે છે. આ સિવાયની ઓનલાઇન અરજીમાં એપ્રૂવલનો મેસેજ નહીં આવતા અરજદારોને એપ્રૂવલની પ્રોસેસ કરાવવા આરટીઓમાં ધક્કા ખાવા પડે છે. અન્ય કિસ્સામાં આરસીબુકની ઝેરોક્સના આધારે રેકર્ડમાંથી વાહનના ડેટા મળી શક્તા હોવા છતાં અરજદારો પાસે એફિડેવિટનો ખર્ચ કરાવાય છે.

image soucre

RTO કચેરીમાં આવા નાના – મોટા કામમાં અનેક અડચણો છે, જે RTO કચેરીની AC ઓફિસમાં બેઠેલા અધિકારીઓને કદાચ તેનો અંદાજ સુધ્ધાં નહીં હોય.. પરંતુ જો અધિકારીઓ RTO કચેરીમાં આવતા અરજદારોની આ સમસ્યાનો આ જ રીતે ઉકેલ લાવે તો ખરેખરમાં RTO ડિજીટલ બની શક્શે.