રેડી ટુ કુક ફૂડનો શરૂ કર્યો બિઝનેસ અને હવે દર મહિને કમાણી કરે છે લાખોમાં…

કોરોનાવાયરસ જ્યારે ફેલાવવાનું શરૂ થયો ત્યારે લોકોના જીવ બચાવવા માટે લોકડાઉન જાહેર કરવું પડ્યું હતું આ લોકડાઉન માં અનેક લોકો આર્થિક સંકડામણમાં ફસાયા હતા, ઘણા લોકોના ધંધા રોજગાર મહિનાઓ સુધી બંધ પણ રહ્યા હતા. જો કે કેટલાક લોકો એવા પણ છે કે જેણે આફતને અવસરમાં બદલી દીધી. આવી જ બે બહેનપણીઓ છે ખુશ્બુ અને આકાંક્ષા. 30 વર્ષની ખુશ્બુ જે સીએ છે અને 27 વર્ષની આકાંક્ષા જે ફેશન ડિઝાઈનર છે તે બંનેએ કોરોનાકાળ માં એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું જેનું પરિણામ એ આવ્યું કે આજે તેઓ લાખોમાં કમાણી કરે છે.

image source

ખુશ્બુ અને આકાંક્ષા એકબીજાની પાડોશી છે અને ખાસ બેનપણી પણ છે. 1 વર્ષ પહેલા એટલે કે કોરોના કાર્ડ માં જ આ બંનેએ રેડી-ટુ-કુક ફૂડનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. તેઓ એવી વસ્તુઓ નું વેચાણ કરે છે કે જે 10 થી 15 મિનીટમાં જ તૈયાર થઈ જાય અને તેને ખાઈ શકાય. વર્કિંગ પ્રોફેશનલ્સને બેચલર જેવા વર્ગને ધ્યાનમાં રાખીને આ બંનેae એવા ઉત્પાદનો બનાવ્યા કે જે સમયનો બચાવ કરે છે અને સાથે જ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. હાલ તેઓ ઢોકળા ઈડલી ઢોસાનું ખીરું, ચટણી અને હેલ્ધી નાસ્તા નું વેચાણ કરે છે. આ બંને સાથે સાત લોકોની ટીમ કામ કરે છે. એક વર્ષમાં તેમણે રેડી-ટુ-કુક ફૂડનું માર્કેટિંગ કર્યું અને આજે દેશભરમાં તેમના હજારો ગ્રાહકો છે.

image source

આ સ્તરતપની શરૂઆત કેવી રીતે થઈ તે વાત જણાવતા ખુશ્બુ એ કહ્યું હતું કે એક દિવસે તે બંને સામાન્ય ચર્ચા કરી રહી હતી તેમાં રસોઈ બનાવવાનો ટોપીક નીકળ્યો અને એ ચર્ચામાંથી ફૂડ બિઝનેસ શરૂ કરવાનો તેમને વિચાર આવ્યો. ત્યાર બાદ બંનેએ થોડા દિવસ કેટલાક પોષ્ટિક સ્વાદિષ્ટ અને ઓછા સમયમાં તૈયાર થાય તેવી વસ્તુઓના નામ તે શોર્ટલિસ્ટ કર્યા અને જસ્ટ કુક નામથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો. તેમનું કહેવું છે કે મહામારી જ્યારે પીક પર હતી ત્યારે ઘણા રિસોર્સિસ મેળવવામાં તેમને સમસ્યા થઈ પરંતુ લોકડાઉન ના કારણે તેમના બિઝનેસને ઝડપથી વેગ મળ્યો કારણ કે જે લોકો રસોઈ બનાવવા સક્ષમ ન હતા તેવા લોકોએ તેમના પ્રોડક્ટ ખરીદવાની શરૂઆત કરી. તેમની દરેક પ્રોડક્ટ કેમિકલ વિનાની છે અને ઝડપથી બની જાય તેવી છે.

image source

આ પ્રોડક્ટનું વેચાણ તેઓ ઓનલાઇન કરી રહ્યા છે તેમના જણાવ્યા અનુસાર બિઝનેસ શરૂ કરવામાં તેમને પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. પરંતુ ખૂબ જ ટૂંકા સમયમાં આ રકમની રિકવરી થઈ ગઈ અને ત્યારબાદ બિઝનેસને વધારવા માટે તેમને 20 લાખ રૂપિયાનું ફંડ પણ મળ્યું હવે ધીરે ધીરે તેમના ગ્રાહકો પણ વધી રહ્યા છે. હવે દર મહિને તેઓ દોઢ લાખ રૂપિયાની કમાણી કરે છે આ ઉપરાંત તેમના પ્રોડક્ટ અને તેઓ સોશિયલ મીડિયા તેમજ ફ્લિપકાર્ટ અને એમેઝોન પર પણ વેચી રહ્યા છે.

image source

એક રિપોર્ટ અનુસાર કોરોના કાર્ડ માં જ્યારે લોકો લોકડાઉનના કારણે ઘરમાં હતા ત્યારે રેડી ટુ ખૂબ વેચાણ પણ 61 ટકા વધ્યું હતું. રેડી તો કુક ફૂડ માં લોકો સૌથી વધુ કબાબ, મેરીનેતેડ મિટ, ઇડલીનું બેટર, પનીર જેવી વસ્તુઓ વધારે પ્રમાણમાં લેતા હતા.