તારક મહેેતા…ના પોપટલાલ રિયલ લાઇફમાં જીવે છે એકદમ જલસાની જીંદગી, જાણો કેટલી સંપત્તિના માલિક છે

તારક મહેતા કા ઉલટા ચશ્મામાં કંજૂસ પોપટલાલ વાસ્તવિક જીવનમાં કરોડોના માલિક છે, એમની લાઈફ સ્ટાઈલ છે ભવ્ય

image source

તારક મહેતા કા ઉલટા ચશ્મા ટીવી શોમાં તુફાન એક્સપ્રેસના વરિષ્ઠ યુવા પત્રકારના રોલમાં જોવા મળતા પોપટલાલે પોતાની આ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ ઉભી કરી છે. અસલ જીવનમાં પોપટલાલ છે કઈક આવા…

ટીવી કાર્યક્રમ તારક મહેતા કા ઉલટા ચશ્મા એવો કોમેડી શો છે, જે દરેક ઉમરના લોકો જોવાનું પસંદ કરે છે. આ કાર્યક્રમના બધા જ પાત્રોનો અભિનય ઘણો અલગ છે અને લોકો એને બહુ જ પસંદ કરે છે. આ શોમાં પત્રકારનું પાત્ર નિભાવનાર પોપટલાલે ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી છે. ખરેખર તો પોપટલાલનું પાત્ર નિભાવનાર અભિનેતાનું નામ શ્યામ પાઠક છે. આજે અમે પોપટલાલ વિશે એવી કેટલીક વાત કરવા જઈ રહ્યા છીએ જે અંગે કદાચ જ તમને ખબર હશે.

image source

તારક મહેતા કા ઉલટા ચશ્મામાં પોપટલાલને એક બહુ જ કંજૂસ માણસ તરીકે બતાવવામાં આવ્યા છે. પોપટલાલની કંજુસીનું અનુમાન તમે આ વાત પરથી લગાડી શકો છો કે એ કાર્યક્રમમાં ક્યારેય કોઈને ફોન નથી કરતા પણ હંમેશા માત્ર મિસકોલ જ કરે છે. જો કે વાસ્તવિક જીવનમાં પોપટલાલ કરોડોની સંપતિના માલિક છે. પત્રિકામાં છપાયેલ ખબર મુજબ પોપટલાલ પાસે લગભગ 15 કરોડ રૂપિયાની સંપત્તિ છે, એની સાથે જ પોપટલાલ ૫૦ લાખની મર્સિડીઝ કારના પણ માલિક છે.

image source

તારક મહેતા કા ઉલટા ચશ્મામાંના દરેક ભાગ માટે શ્યામ પાઠક ઉર્ફે પોપટલાલ ૬૦ હાજર આસપાસની ફી વસુલે છે. એના સિવાય કાર્યક્રમમાં પોપટલાલ કુંવારા છે જેમના લગ્ન અનેક વખત થતા થતા રહી જાય છે. પણ વાસ્તવિક જીવનમાં પોપટલાલ પરણેલા છે અને ત્રણ બાળકોના પિતા છે. હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યું દરમિયાન પોપટલાલે પોતાના અંગત જીવન સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબો આપતા કહ્યું હતું કે હું પરણેલો છું અને મારા પરિવાર સાથે બહુ ખુશ પણ છું. હું મારા વાસ્તવિક જીવનમાં કાર્યક્રમમાં દેખાતા પાત્ર કરતા ઘણો અલગ છું. કાર્યક્રમમાં હું હંમેશા કોઈને કોઈ વાતે અન્ય સાથે લડતો રહું છું પણ ખરેખર હું એવો નથી.

image source

તમને જણાવી દઈએ કે શ્યામ પાઠકનો જન્મ ૬ જુન ૧૯૭૬માં ગુજરાતના એક ભૂ સામાન્ય પરિવારમાં થયો હતો. શ્યામ પાઠકે પોતાનું શિક્ષણ ગુજરાતમાં જ મેળવ્યું છે. ભણતર પૂરું કર્યા પછી શ્યામ પાઠકે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયમાં અભિનયનું પ્રશિક્ષણ મેળવ્યું હતું, આ દરમિયાન તેઓ રેશમીને મળ્યા હતા જે આગળ ચાલીને એમની જીવનસાથી બની હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત