આ કારણોને લીધે 59 ચાઇનીઝ Apps પર લાગ્યો પ્રતિબંધ? જાણો આ વિશે શું કહ્યું કેન્દ્ર સરકારે

59 ચાઇનીઝ એપ્સ પર કેમ લગાવ્યો સરકારે પ્રતિબંધ? કેન્દ્ર સરકારે આ અંગે જણાવ્યું આ મોટું કારણ

મોદી સરકાર ચીનને એ બતાવી દેવા માંગે છે કે આ વખતે આપણો ભારત દેશ કોઈ પણ રીતે ઝૂકવા તૈયાર નથી

image source

ભારત સરકાર દ્વારા 59 ચાઇનીઝ એપ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ચીન સાથે વધેલા સીમા પરના તણાવને ઓછો કરવા માટે આજે લેફ્ટનન્ટ જનરલ સ્તરની ફરી એકવાર બેઠક યોજાવામાં આવી રહી છે. તો આ બેઠક પહેલા મોદી સરકાર ચીનને એ જણાવી દેવા માંગે છે કે આ વખતે ભારત દેશ કોઈ પણ રીતે એની સામે ઝૂકવા તૈયાર નથી. ભારત સરકારે જે રીતે લેફ્ટનન્ટ જનરલ સ્તરની બેઠક પહેલા આ નિર્ણય લીધો છે તેનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે સરકારે હવે ચીનને સીધી રીતે ચેતવણી આપી દીધી છે.

image source

આઈટી મંત્રાલયે સોમવારે જાહેર કરેલા એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, તેમને જુદી જુદી રીતે ઘણી બધી ફરિયાદો મળી છે, જેમાં એન્ડ્રોઇડ અને આઈઓએસ પ્લેટફોર્મ પર રહેલી કેટલીક મોબાઇલ એપનો દુરુપયોય થવાની વાત સામે આવી રહી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ બધી એપ યૂઝર્સનો ડેટા ચોરીને, તેમને ચૂપચાપ ભારતની બહાર રહેલા સર્વરને મોકલવામાં આવે છે.

નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પ્રતિ શત્રુતા રાખનારા તત્વો દ્વારા આ આંકડાઓનું સંકલન, તેની તપાસ અને પ્રોફાઇલિંગ અંતે ભારતની સંપ્રભુતા અને અખંડતા પર આઘાત હોય છે અને આ એક ખૂબ ચિંતાનો વિષય છે, જેની વિરુદ્ધ તાત્કાલીક ઉપાયોની જરૂરિયાત છે. આઈટી કાયદા અને નિયમોની કલમ 69A હેઠળ પોતાના પાવરનો ઉપયોગ કરતાં આ એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.

image source

ગૃહ મંત્રાલય હેઠળ આવનારા ભારતીય સાઇબર અપરાધ સમન્વય કેન્દ્રએ આ દુર્ભાગ્યપૂર્ણ એપ્સ પર વ્યાપક પ્રતિબંધ લગાવવાની ભલામણ પણ કરી હતી. મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેના આધાર પર અને હાલમાં વિશ્વસનીય સૂચનાઓ મળતાં આવી એપ્સ ભારતની સંપ્રભુતા અને અખંડતા માટે ખતરો છે.

image source

ભારત સરકારે મોબાઇલ અને મોબાઇલ વગરના ઇન્ટરનેટ સક્ષમ ઉપકરણોમાં ઉપયોગ કરતી કેટલીક એપ્સના ઉપયોગને બંધ કરવાનો નિર્ણય લીધો છે. એક નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારત સરકારનું આ પગલું કરોડો ભારતીય મોબાઇલ અને ઇન્ટરનેટ યૂઝર્સના હિતોનું રક્ષણ કરવા માટે ભરવામાં આવ્યું છે. આ નિર્ણય ભારતીય સાઇબર સ્પેસની સુરક્ષા અને સંપ્રુભતા સુનિશ્ચિત કરવાની દિશામાં એક પગલું છે.

source : news18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત