Site icon News Gujarat

તાજ હોટલમાં હશે વિકી અને કેટરીનાનું ગ્રાન્ડ રિસેપ્સન, ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા જશે આ ખાસ જગ્યાએ

હાલના સમયે કેટરિના કેફ અને વિકી કૌશલના લગ્નની ચર્ચા છે. તેમના લગ્નની દરેક વિગતો લાઈમલાઈટમાં રહે છે. સામાન્યથી લઈને ખાસ સુધીની વચ્ચે આ લગ્નને લઈને ચકચાર મચી ગઈ છે. કેટરીના કેફ અને વિકી કૌશલના લગ્નને લઈને એક પછી એક અપડેટ્સ સામે આવી રહ્યા છે. પછી તે લગ્ન સ્થળ હોય કે લગ્ન પહેલાના ફંક્શન. દરેક વ્યક્તિ આ લગ્ન વિશે જાણવા માંગે છે. વિકી કૌશલ અને કેટરીના કેફના લગ્ન પહેલાના ફંક્શન્સ શરૂ થઈ ગયા છે, હવે 9 ડિસેમ્બરે કેટરિના અને વિકી હોટેલ સિક્સ સેન્સ ફોર્ટમાં સાત ફેરા લેશે. હવે તેના લગ્ન સાથે જોડાયેલા વધુ એક સમાચાર આવી રહ્યા છે કે મુંબઈના સૌથી લકઝરીયસ હોટલ તાજમાં એમના લગ્નનું ગ્રાન્ડ રિસેપ્સન હશે. જેના માટે ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ અને ખાસ મિત્રોને ઇન્વીટેંશન મોકલી દેવામાં આવ્યું છે. ખબરો અનુસાર બન્ને લગ્ન પછી હનીમૂન માટે રવાના થશે

લગ્ન પછી ગ્રાન્ડ રિસેપ્સન

image soucre

કેટરિના કેફ અને વિકી કૌશલ રાજસ્થાનના બરવાડામાં હોટેલ સિક્સ સેન્સમાં શાહી અંદાજમાં લગ્ન કરશે, જ્યારે કપલનું રિસેપ્શન પણ ખૂબ જ શાનદાર થવાનું છે. સમાચાર અનુસાર, કેટરિના કેફ અને વિકી કૌશલનું રિસેપ્શન મુંબઈની હોટેલ ‘તાજ’માં યોજાશે. લગ્નની સાથે રિસેપ્શનમાં ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓ પણ હાજરી આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રિસેપ્શનમાં ઘણા મહેમાનો આવવાની આશા છે.

કોવિડ નિયમોનું કરવામાં આવશે પાલન

image soucre

સૂત્રના જણાવ્યા અનુસાર, આ સમયે કોવિડના નવા વેરીએન્ટમેં ધ્યાનમાં રાખીને, લગ્નના કોવિડ નિયમોનું પાલન કરવાની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે, આ સાથે રિસેપ્શનમાં હાજર રહેલા તમામ લોકો માટે સંપૂર્ણ વેકસીનેશન કરાવવું જરૂરી રહેશે નહીં તો આર.ટી. -પીસીઆર રિપોર્ટ નેગેટિવ હોવો જોઈએ

હનીમૂન માટે જશે અહીંયા

image soucre

કેટરિના કેફ અને વિકી કૌશલના લગ્નની અપડેટ એક પછી એક આવી રહી છે. અહેવાલો અનુસાર, લગ્ન પછી, કેટરીના કેફ અને વિકી કૌશલ હનીમૂન માટે માલદીવ જશે.

image soucre

તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિના કૈફ તેના લગ્નનો લગભગ 75 ટકા ખર્ચ ઉઠાવી રહી છે. કેટરિના કેફ ટ્રાવેલ, સિક્યોરિટી, ગેસ્ટનો ખર્ચ જોઈ રહી છે. લગ્ન સંબંધિત તમામ મોટા નિર્ણયો તે પોતે જ લે છે. બીજી તરફ, વિકી કૌશલ બાકીનો 25 ટકા ખર્ચ કરી રહ્યો છે. ફેન્સ બન્નેના લગ્નનો પહેલો ફોટો જોવા માટે ખૂબ જ આતુર છે

Exit mobile version