કેનેડાની આ કંપનીએ બનાવ્યું કૃત્રિમ લાકડું, એ પણ પ્લાસ્ટિક કચરાને રીસાઇકલ કરીને, જાણો કેવી રીતે લેવાશે ઉપયોગમાં

પ્લાસ્ટિક કચરાનો નિકાલ એક વ્યાપક અને વૈશ્વિક સમસ્યા બની ગઈ છે અને દુનિયાના અનેક દેશો આ સમસ્યાથી હેરાન પરેશાન છે.

image source

પ્લાસ્ટિકના નિકાલ માટે અને તેને રીસાઇકલ કરીને વિવિધ જગ્યાએ ફરીથી ઉપયોગ કરવા માટે અનેક પ્રયાસો અને પ્રયોગો સમયાંતરે હાથ ધરાય રહ્યા છે. ત્યારે કેનેડાની એક કંપનીએ પ્લાસ્ટિક કચરાને રીસાઇકલ કરવાનો એક જોરદાર અને ઉપયોગી ઉકેલ શોધી કાઢ્યો છે. કેનેડાની આ કંપની પ્લાસ્ટિકના કચરાને રીસાઇકલ કરી તેને લાકડામાં પરિવર્તન કરી રહી છે.

કેનેડાના નોવા સ્કોટિયા પ્રાંતના હોલિફેક્સમાં કુલ 80 ટકા પ્લાસ્ટિકના કચરાને આ કંપની રીસાઇકલ કરી તેમાંથી લાકડું બનાવી રહી છે. પ્લાસ્ટિકને લાકડામાં પરિવર્તન કરવાનો આ પ્રયોગ કરનાર આ કંપનીનું નામ ગુડવુડ છે અને તે બેકાર પ્લાસ્ટિકમાંથી એવું લાકડું બનાવવા પ્રયત્નશીલ છે જેનો ઉપયોગ લાકડાની જેમ જ બિલ્ડીંગ બ્લોક બનાવવામાં થઇ શકે. એટલું જ નહિ આ એવા બ્લોક હશે જેમાં સામાન્ય લાકડાની જેમ કાણું પણ પડી શકાશે અને ખીલી પણ મારી શકાશે.

image source

કંપની આ પ્રયોગથી ખુબ ખુશ અને તે આ પ્રયોગને બેવડી સફળતા માની રહી છે કારણ કે તેના આ પ્રયોગથી પ્લાસ્ટિક વેસ્ટના નિકાલની ગંભીર સમસ્યા પણ હલ થઇ રહી છે અને સાથે સાથે તેનો લાકડા તરીકે ઉપયોગ થવાથી વૃક્ષોને કાપીને મેળવાતા લાકડામાં પણ ઘટાડો થશે અને આમ બન્ને બાજુએ આ પ્રયોગ પર્યાવરણ સમર્પિત હશે.

image source

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડિસેમ્બરમાં જ આ કંપનીએ પોતાની કંપનીનું નામ ગુડવુડ રાખ્યું હતું. કંપનીએ સોબે ગ્રોસરી સ્ટોર સાથે મળીને એક પાર્કિંગ એરિયા પણ તૈયાર કરી લીધો છે જે સંપૂર્ણપણે આ પ્લાસ્ટિક વેસ્ટ મટીરિયલમાંથી બનાવવામાં આવેલા લાકડામાંથી બન્યો છે. કંપનીને મળતા પ્લાસ્ટિકના કચરામાં મોટાભાગનું મટીરીયલ પ્લાસ્ટિકની કોથળીઓ હોય છે. તથા એ સિવાય કંપની પ્લાસ્ટિક બરણીઓ અને પેકીંગ માટે વપરાતા પ્લાસ્ટિકને પણ રિસાયકલ કરે છે.

image source

ગુડવુડ કંપનીના ઉપાધ્યક્ષ માઈક ચેસીના કહેવા મુજબ પલાસ્ટીકના ઉપયોગને સદંતર બંધ કરી શકાય તેમ નથી એટલે હવે આપને તેને રીસાઇકલ કરવાના એવા ઉપાયોને અપનાવવા પડેશે જેથી તે કચરો નથી પણ ઉપયોગી સાધન બને. કંપની દ્વારા રીસાઇકલ કરીને બનાવવામાં આવેલા આ કૃત્રિમ લાકડા દ્વારા પ્લાસ્ટિક બેન્ચથી માંડીને પીકનીક ટેબલ પણ બનાવી શકાય છે અને કંપની પોતાના આ બિઝનેસ મોડલને અન્ય ક્ષેત્રોમાં પણ ફેલાવો કરવા પ્રયાસરત છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત