પાકિસ્તાનમાં આવેલા લાલ કિલ્લાની આ તસવીરો જોઇ છે તમે પહેલા?

ભારતમાં અનેક પ્રાચીન અને યાદગાર કિલ્લાઓ અને ઇમારતો આવેલી છે. ખાસ કરીને આગ્રાનો તાજમહેલ, આપણા અમદાવાદની સિદી સૈયદની જાળી, ચાર મિનાર, ગેટ વે ઓફ ઇન્ડિયા તેમજ દિલ્લીનો લાલ કિલ્લો.

image source

આજે આપણે અહીં લાલ કિલ્લાની વાત કરવાના છીએ. એ તો લગભગ સૌ જાણે છે કે દિલ્લી ખાતે આવેલા લાલ કિલ્લાને ભારતના ઐતિહાસિક વારસો માનવામાં આવે છે. આ કિલ્લો પાંચમા મોગલ શાસક શાહજહાંએ બંધાવ્યો હતો. વૈશ્વિક સંસ્થા યુનેસ્કો દ્વારા વર્ષ 2007 માં આ લાલ કિલ્લાને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે માન્યતા મળી હતી.

પરંતુ આ સિવાયની લાલ કિલ્લા સંબંધી એક હકીકત એવી પણ છે જેના વિષે મોટાભાગના લોકો નથી જાણતા. અને તે એ કે ભારતમાં જેમ દિલ્લીમાં લાલ કિલ્લો છે તેમ પાકિસ્તાનમાં પણ એક લાલ કિલ્લો છે. તો ચાલો જાણીએ પાકિસ્તાનના એ લાલ કિલ્લા વિષે.

image source

પાકિસ્તાનના પ્રમુખ શહેરોમાંથી એક એવા ઇસ્લામાબાદથી ત્રણ કલાકની મુસાફરીના અંતરે આવેલા મુઝફ્ફરાબાદમાં આ લાલ કિલ્લો આવેલો છે. ત્યાં આ કિલ્લાનું નામ લાલ કિલ્લો હોવાની સાથે સાથે ” મુઝફ્ફરાબાદ ફોર્ટ ” અથવા ” રૂટ્ટા કિલ્લા ” પણ છે. અસલમાં જે તે સમયમાં ચક શાસકોએ મુગલોથી બચવા આ કિલ્લાનું નિર્માણ કાર્ય શરુ કર્યું હોવાનું મનાય છે.

image source

કિલ્લો બનાવવાનું કામ વર્ષ 1559 માં શરુ કરવામાં આવ્યું હતું પરંતુ 1587 માં અહીં મુગલોનું શાસન આવી જતા ત્યારબાદ આ કિલ્લાનું નિર્માણ કાર્ય કાચબા ગતિએ ચાલવા લાગ્યું. અને છેલ્લે વર્ષ 1646 માં આ કિલ્લાનું કાર્ય પૂર્ણ થયું. એ સમયે અહીં બોમ્બા રાજવંશના સુલતાન મુઝફ્ફર ખાનનું શાસન હતું જેણે બાદમાં મુઝફ્ફરાબાદ શહેર વસાવ્યું.

વર્ષ 1846 માં આ કિલ્લો ફરીથી બનાવવામાં આવ્યો અને તે સમયે અહીં ડોગરા વંશના મહાર્હા ગુલાબ સિંહનું શાસન હતું. ડોગરા વંશની સેનાએ વર્ષ 1926 સુધી આ કિલ્લાને ઉપયોગમાં લીધો અને ત્યારબાદ તેઓ કિલ્લો છોડીને ચાલ્યા ગયા અને પછી તે સાવ વેરાન થઇ ગયો.

image source

ઉલ્લેખનીય છે કે આ કિલ્લાની ત્રણ બાજુએ નીલમ નદી આવેલી છે. જો કે પાકિસ્તાન સરકારે આ કિલ્લા તરફ ખાસ ધ્યાન આપ્યું નહિ જેથી વેરાન થયેલો આ કિલ્લો ધીમે ધીમે સાવ ખંઢેર બની ગયો. હાલના સમયમાં પણ આ કિલ્લાની સ્થિતિ એક ખંઢેર જેવી જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત