દવાના પેકેટ પર રહેલી લાલ લીટી તમે જોઈ છે?

દવાના પેકેટ પર રહેલી લાલ લીટી પર ક્યારેય ધ્યાન ગયું છે? દવા ખરીદતી વખતે આટલી બાબતનું ખાસ ધ્યાન રાખો.

image source

રોજિંદા જીવનમાં જ્યારે આપણે સામાન્ય શારીરિક સમસ્યા જેવીકે માથાનો દુખાવો, શરદી ખાંસીથી પીડાતા હોય ત્યારે આપણે ડોકટરનો સંપર્ક સાધવા કરતા મેડિકલ સ્ટોરમાં જઈ દવા લઈ આવવાનું વધારે પસંદ કરતાં હોઈએ છે. મેડિકલ સ્ટોર પર તમે નોટિસ કર્યું હશે કે અમુક દવાના પેકેટ એવા હોય છે જેના પર કોઈ ચિહ્નો નથી હોતા જ્યારે અમુક દવાના પેકેટ પર ખાસ પ્રકારના નિશાન કરેલા હોય છે જેવા કે લાલ લીટી, Rx કે NRx લખેલું હોય છે. આ બધા જ ચિહ્નોનો કોઈક ને કોઈક અર્થ હોય છે. એટલે જો તમે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર આવી દવાઓનું સેવન કરતા હોવ તો તમને એના ઘણા સાઈડ ઇફફેક્ટ પણ થઈ શકે છે.

image source

જો તમે પણ આવું જ કરતા હોય તો દવા ખરીદતા અને તેનો ઉપયોગ કરતા પહેલા તમારે કેટલીક વાતો જાણી લેવી જોઈએ. પૈસા બચાવવાની લ્હાયમાં જો તમે આવું કરવાનું ચુકી જશો તો તમે અન્ય બીમારીને પણ અજાણતા આમંત્રણ આપી બેસશો. મેડિકલ સ્ટોર પર મળતી દવાઓ અંગે એક અગત્યની વાત સામે આવી છે. તમે દવાઓના પેકેટ પર એક લાલ પટ્ટી જોતા હશો પણ શું તમે ખ્યાલ છે કે એ પટ્ટી હોવા પાછળનું કારણ શું છે?એ વિશેની લોકોની અલગ અલગ માન્યતાઓ હોય છે જેને દૂર કરવી જરૂરી છે. આ સિવાય પણ અન્ય નિશાનો હોય છે જેના વિશે આપણને માહિતી હોવી જરૂરી છે.

image source

લાલ પટ્ટી – તમે જ્યારે મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદી હશે ત્યારે તમે લગભગ તેમાં કોઈક લાલ પટ્ટી દોરેલી જોઈ હશે.જ્યારે તમે આવી કોઈ દવા ખરીદો છો જેના પર લાલ પટ્ટી દોરેલી હોય તો એનો અર્થ એ થાય છે કે એ દવાને ન તો ડોકટરના પરસ્ક્રીપશન વગર વેચી શકાય ન તો એનું સેવન કરી શકાય. એન્ટિબાયોટિક્સના દુરુપયોગ ને રોકવા માટે જ દવાઓ પર લાલ પટ્ટી બનાવવામાં આવે છે.

image source

દવા પર લખેલા Rxનો અર્થ – ઘણી દવાના પેકેટ પર Rx લખેલુ દેખાય છે તો Rx નો મતલબ થાય છે કે તમે આ દવા ફક્ત ડોકટરના કહ્યા અનુસાર જ વાપરો અને જો તમે આ દવા ડોકટરના કહ્યા વગર લઈ રહ્યા છો તો એનાથી તમને ઘણી હાનિ થઈ શકે તેમ છે.જો દવા પર તમને RX લખેલુ દેખાઈ જાય તો સમજી લેવું કે આ દવાનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. અને જો તમે એવું નહિ કરો તો આ દવાની આડઅસર તમારા શરીર પર ચોક્કસ જણાશે.

image source

દવા પર લખેલા NRxનો અર્થ – જો તમે ક્યારેક દવાના પેકેટને ધ્યાનથી જોયું હોયતો તમને ખ્યાલ હશે જ કે દવાઓ પર NRx પણ લખેલું હોય છે પણ શું તમને એનો અર્થ ખબર છે.જ્યારે તમે NRx લખેલી દવાઓ ખરીદો છો તો એનો અર્થ થાય છે કે આ દવાઓ નશીલી છે અને એવી દવાઓને લાયસન્સ ધારકો જ વેચી શકે છે. અને જે ડોકટર પાસે આ દવા પ્રિસ્ક્રાઈબ કરવાનું લાયસન્સ હોય એ જ આ દવા લખી શકે છે. તો હવે તમે પણ કોઈપણ દવા ખરીદતા પહેલા સાવચેતી રાખજો.

દવા પર લખેલા XRxનો અર્થ – XRx એક એવી દવા છે જેને એક એવો જ ડોક્ટર વેચી શકે છે જેની પાસે આનું લાયસન્સ હોય.આ દવા ડોકટર સીધા જ દર્દીને આપી શકે છે. દર્દી આવી દવા કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી નહિ મેળવી શકે પછી ભલેને એની પાસે ડોક્ટરનું લખાણ હોય.

image source

તો હવે જ્યારે મેડિકલ સ્ટોર પર કોઈ દવા ખરીદવા જાવ તક દવાઓ પર બનેલા નિશાન ચોક્કસ જોઈ લેજો. અને બની શકે તો કોઈપણ દવા ડોક્ટરની સલાહ લીધા પછી જ લો.

One thought on “દવાના પેકેટ પર રહેલી લાલ લીટી તમે જોઈ છે?

  • April 29, 2020 at 4:47 am
    Permalink

    Very good

Comments are closed.