કેરળની એક્ટિવિસ્ટ રેહાના ફાતિમાએ ટોપલેસ થઇને બાળકો દ્વારા કરાવ્યુ પેઇન્ટિગ, અને પછી…

મહિલાએ વસ્ત્રહીન થઈને બાળકો પાસે બનાવડાવ્યું નગ્ન ચિત્ર

રેહાના ફાતિમા, કેરળની આ સમાજીક કાર્યકર્તા અવારનવાર પોતાની હરકતોના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં રેહાના પર એક આરોપ લગાવવામાં આવી રહ્યો છે જેમાં તેણી પર સગિર બાળકો પાસે પોતાની અર્ધનગ્ન પેઇટિંગ દોરાવડાવવાનો આરોપ મુકવામાં આવ્યો છે અને તેણીનો તે વિડિયો પણ સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. આ વિડિયો ઓનલાઈન શેર થતાં જ તેની આ હરકતથી હોબાળો મચી ગયો છે. છેવટે પોલીસે તેણી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

image source

આ કેસ રેહાના વિરુદ્ધ સૂચના પ્રૌદ્યોગિકી અને કિશોર ન્યાય કાયદા હેઠળ નોંધવામાં આવ્યો છે. આ અંગે ભાજપના ઓબીસી મોરચાના નેતા અરુણ પ્રકાશે અહીંના તિરુવાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફાતેમાએ પોતાના આ વિડિયો બોડી એન્ડ પોલિટિક્સના કેપ્શન સાથે શેર કર્યો હતો. અને તેણીના વિડિયો શેર કરતાની સાથે જ તે વાયરલ થઈ ગયો હતો. કેરળના રાજ્ય બાળ અધિકારી સંરક્ષણે આ મામલાને નોંધમાં લઈને તેનો અહેવાલ પતનમતિટ્ટા જિલ્લાના પોલીસ પ્રમુખ પાસે 10 દિવસની અંદર માગ્યો છે.

image source

આ પહેલાં પણ ફાતિમાં અનેકવાર અભદ્ર તસ્વીરો શેર કરવાને લઈને ચર્ચામાં રહી છે. 2018માં તેણીએ સબરીમાલામાં આવેલા ભગવાન અયપ્પાના મંદિરમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં મહિલાઓને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી અને તેના માટે તેણીની ધરપકડ પણ કરવામાં આવી હતી. તેણી પર હિન્દુ શ્રદ્ધાળુઓની લાગણીઓને દુઃખ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

image source

2014માં પણ ફાતિમાં એક વિવાદથી ભારે ચર્ચામા આવી હતી. તે વિવાદ હતો કોચ્ચિમાં મોરલ પુલિસિંગ વિરુદ્ધ કિસ ઓફ લવ કેમ્પેઇનનો. તેણીના પાર્ટનરે કિસની એક વિડિયો ક્લીપ સોશિયલ મિડયા પર શેર કરી હતી જેને લઈને ભારે હોબાળો મચ્યો હતો. આ સિવાય એક બોડી પેન્ટિંગ વિડિયો પણ તેણીએ શેર કરી હતી તેના કારણે પણ લોકો ગુસ્સે ભરાયા હતા અને તેની ધરપકડની માંગણી ઉઠી હતી.

image source

ફાતિમાનું કહેવું છે કે મહિલાઓને લઈને જે વાહિયાત પ્રથાઓ ચાલી રહી છે તે તેનો ખુલીને વિરોધ કરશે અને તેના કારણે જ તેણી અવારનવાર ચર્ચામાં રહે છે. તેણીએ એકા નામની એક ફિલ્મમાં પણ કામ કર્યું છે આ ફિલ્મ તેના પતિ મનોજ કે શ્રીધરના પ્રોડક્શન હેઠળની હતી. આ ફિલ્મ એક ઇન્ટરસેક્સુઆલિટી થીમ પર આધારિત હતી અને તેમાં રેહાનાએ કેટલાક ન્ડૂય સીન તો કેટલાક બોલ્ડ સીન પણ આપ્યા હતા.

image source

તેણીએ સબરીમાલાના વિવાદ વખતે જણાવ્યું હતું કે તેણીની ઇચ્છા હતી કે તે અયપ્પાના દર્શન કરે, બીજી બાજુ તે બધા જ ધર્મમાં આસ્થા ધરાવે છે તેમ જ તેનું સમ્માન પણ કરે છે તેવું પણ તેણે જણાવ્યું હતું. રેહાના હવે તો વિવાદોથી ટેવાઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત