Site icon News Gujarat

બોલીવુડની બ્લોકબસ્ટર જોડી, જેમની પ્રેમ કહાની રહી ગઈ અધૂરી

એક સમય એવો હતો કે જ્યારે રેખા અને અમિતાભની લવ સ્ટોરીની વાતો બોલિવૂડની ગલીઓમાં ગૂંજતી હતી. બંને વિશે એવું પણ કહેવાય છે કે બંને વચ્ચે ગુપ્ત પ્રેમ હતો. એક સમય એવો હતો જ્યારે રેખા અને અમિતાભની જોડીએ એક પછી એક બ્લોકબસ્ટર ફિલ્મો આપી હતી. અમિતાભે જ્યારે રેખા સાથે ફિલ્મી કરિયરની શરૂઆત કરી ત્યારે તેઓ પરિણીત હતા. કામ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી હતી. એવું માનવામાં આવે છે કે બંને રેખાના મિત્રના બંગલામાં મળતા હતા. પરંતુ ફિલ્મ ‘ગંગા કી સૌગંધ’ દરમિયાન તેમની વચ્ચે નિકટતા વધી હતી. આ દરમિયાન એક કો-સ્ટારે રેખા સાથે ખરાબ વર્તન કર્યું હતું, તે સમયે અમિતાભ ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. વર્ષો પછી પણ તેમનો પ્રેમ એક વણઉકેલાયેલ રહસ્ય રહે છે.

image socure

તે સમયે અમિતાભ અને રેખા વચ્ચેના પ્રેમની વાતો દરેકની જીભ પર હતી. તે દરમિયાન એવી પણ અફવા હતી કે રેખાએ અમિતાભ સાથે લગ્ન કરી લીધા છે. વાસ્તવમાં કંઈક એવું થયું કે રેખા ઋષિ કપૂર અને નીતુ સિંહના લગ્નમાં સિંદૂર અને મંગળસૂત્ર પહેરીને પહોંચી હતી. ત્યારે અફવા ફેલાઈ હતી. જોકે, રેખાએ પાછળથી આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. આજે પણ રેખા કોઈ પણ ફંક્શનમાં સિંદૂર લગાવીને જ પહોંચે છે. લોકો કહે છે કે રેખા અમિતાભના નામ પર સિંદૂર લગાવે છે.

image soucre

જ્યારે તેમના અફેરના સમાચાર આગની જેમ ફેલાઈ રહ્યા હતા ત્યારે પણ અમિતાભ ચૂપ હતા. પણ આ સમાચાર જયાના કાને પહોંચી ગયા હતા. એક રાત્રે જયાએ રેખાને પોતાના ઘરે જમવા બોલાવી હતી. ત્યારે રેખાને લાગ્યું કે કદાચ તે તેને અમિતાભથી દૂર રહેવા માટે કહેશે. રેખા જ્યારે જયાના ઘરે પહોંચી ત્યારે તેણે રેખા સાથે ખૂબ જ આદરપૂર્વક વર્તન કર્યું. રેખા જ્યારે પાછી જઈ રહી હતી ત્યારે જયાએ એટલું જ કહ્યું હતું કે ‘હું અમિતને ક્યારેય નહીં છોડું’. જયાએ સ્પષ્ટ કર્યું હતું કે રેખા ક્યારેય અમિતાભની નહીં બને.

image soucre

અમિતાભ અને રેખાએ છેલ્લે સાથે ફિલ્મ ‘સિલસિલા’ કરી હતી. તે પછી બંને ક્યારેય સાથે જોવા મળ્યા નથી. લોકો એમ પણ કહે છે કે ફિલ્મ ‘સિલસિલા’ અમિતાભ, રેખા અને જયાની વાસ્તવિક જીવનની વાર્તા છે. આ ફિલ્મ પછી અમિતાભ અને રેખા વચ્ચે અંતર આવી ગયું. આજે પણ જ્યારે પણ તેઓ એકસાથે જોવા મળે છે, ત્યારે તેઓ એકબીજાથી નજર ચોરતા રહે છે. બંનેની લવસ્ટોરી ભલે પૂરી ન થઈ હોય પરંતુ રેખા હજુ પણ અમિતાભને દિલમાં ચાહે છે.

Exit mobile version