Site icon News Gujarat

રેખાએ કરી હતી આ અભિનેતાને કિસ, ફોટાઓ થયા હતા ખૂબ વાયરલ

આ ૭ સિતારાઓને રેખાએ બધાની સામે કરી લીધી કિસ, તસ્વીરોએ મચાવ્યો હતો જબરદસ્ત હંગામો

હિન્દી સિનેમાની એવરગ્રીન એક્ટ્રેસ રેખા ભલે હવે ફિલ્મોમાં જોવા ન મળતી હોય પણ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં જરૂર રહે છે. રેખાના આજે પણ લાખો દીવાના છે. રેખાને તેમની એક્ટિંગ અને સુંદરતાના કારણે આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી. એટલું જ નહીં તેની સુંદરતા આજે પણ અકબંધ છે.

image source

હાલ તો રેખાએ ફિલ્મોમાં કામ કરવાનું લગભગ બંધ કરી દીધું છે, પરંતુ તેઓ ઈવેન્ટ અને એવોર્ડનો હિસ્સો જરૂર બને છે. અને આવા ફંક્શનમાં રેખાના ફોટા ખૂબ જ વાયરલ થતા હોય છે. આવા જ વાયરલ ફોટામાં રેખાની કીસવાળા ફોટાનો પણ સમાવેશ થાય છે. હકીકતમાં રેખા ઘણીવાર જાહેરમાં ફિલ્મી સેલિબ્રિટીને કિસ કરી ચૂકી છે. રેખા વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ નવા કલાકારોને પ્રોત્સાહિત કરવા કે પછી કોઈના પ્રત્યે સપોર્ટ દર્શાવવા માટે કિસ કરે છે. તો ચાલો જાણી લઈએ ક્યાં ક્યાં કલાકારોને કરી છે રેખાએ કિસ.

હૃતિક રોશન

image source

રેખા બોલિવૂડનાં જાણીતા અભિનેતા રિતિક રોશનને પણ જાહેરમાં કિસ કરી ચૂકી છે. એક ઇવેન્ટમાં રેખાએ રિતિકને હોઠની નીચે કિસ કરી દીધી હતી. તમને જણાવી દઈએ કે રેખા રિતિકને પોતાના દીકરાની જેમ માને છે અને ફિલ્મ કોઈ મિલ ગયામાં તેમણે રિતિકની માંનો રોલ પણ નિભાવ્યો હતો. રિતિક અને રેખાનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

મનીષા કોઈરાલા

image source

કેન્સર સામેં ઝઝુમી ચુકેલી બોલિવૂડની ટેલેન્ટેડ અભિનેત્રી મનીષા કોઈરાલાને પણ રેખા ગાલ પર પપ્પી આપી ચૂકી છે. તમને જણાવી દઈએ કે એક ઇવેન્ટમાં રેખાએ મનીષાનાં ગાલ પર અને માથા પર કિસ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ ફોટા પરથી તમે અંદાજો લગાવી શકો છો કે મનીષાને આટલી ઉમદા અભિનેત્રી તરફથી મળેલ કિસથી તે કેટલી ખુશ થઈ ગઈ છે.

કંગના રનૌત

image source

બોલિવુડની ક્વિન કહેવાતી કંગના રનૌતને પણ રેખાનો આ પ્રેમ મળી ચૂક્યો છે. કંગનાને પોતાના બિન્દાસ અંદાજ માટે ખૂબ જ જાણીતી છે. તેમને પણ રેખા તરફથી ગાલ પર એક સરસ મજાની ચુમ્મી મળી ચુકી છે. તમને જણાવી દઈએ કે કંગના સમગ્ર બોલીવુડમાં ઘણા લોકો સાથે પંગો લઈ ચૂકી છે, પરંતુ તે રેખાનું ખૂબ સન્માન કરે છે અને તેમના પ્રત્યે અપાર લાગણી પણ ધરાવે છે.

દીપિકા પાદુકોણ

image source

બોલિવૂડની ટોપની અભિનેત્રી દીપિકા પાદુકોણને રેખા એક એક્ટ્રેસના રૂપમાં તો પસંદ કરે છે પણ એ સિવાય તે દીપિકાને એક દીકરી રૂપે ખૂબ જ માને છે. એક ઇવેન્ટમાં રેખાએ દીપિકાના ગાલ પર કિસ કરી હતી જેનાથી દીપીકાનો ચહેરો ખીલી ઉઠ્યો હતો. બંને એક્ટ્રેસની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.

આશા ભોંસલે

image source

આઇકોનીક સિંગર આશા ભોંસલે ઘણી ફિલ્મોમાં રેખાને પોતાનો અવાજ આપી ચુક્યા છે અને તેમના દ્વારા ગવાયેલા ગીતોએ રેખાને સુપરસ્ટાર બનાવવામાં મદદ કરી છે. રેખાએ ઉંમરમાં પોતાનાથી નાના કલાકરો પર તો પોતાનો પ્રેમ દર્શાવ્યો છે, પણ તેમણે આશા ભોંસલેને પણ એકવાર જાહેરમાં ગાલ પર ચૂમી લીધા હતા.

ઐશ્વર્યા રાય બચ્ચન

image source

અમિતાભ બચ્ચન અને જયા સાથે રેખાના ભલે ગમે તેવા સંબંધ હોય, પરંતુ એશ્વર્યા રેખાને હંમેશા “રેખામાં” કહીને બોલાવે છે. એટલું જ નહીં રેખા પણ એશ્વર્યા પર ખૂબ જ પ્રેમ લૂંટાવે છે. એક બે વાર નહીં પણ ઘણીવાર રેખાને એશ્વર્યા માટે પ્રેમ દર્શાવતા જોવામાં આવી છે. જ્યારે પણ એશ્વર્યાને મળે છે તેને પ્રેમથી ગળે લગાવે છે અને ગાલ પર કિસ કરે છે. તેમના ફોટા પણ ખૂબ જ વાયરલ થયેલ છે.

રણવીર સિંહ

image source

બોલિવૂડના ખીલજી રણવીર સિંહ પોતાના બિન્દાસ નેચર માટે મશહૂર છે અને અવારનવાર તે કોઈને કોઈ કલાકારને કિસ કરતા નજરે આવે છે. પરંતુ એક ઇવેન્ટમાં રેખાએ રણવીરને કિસ કરી લીધું હતું. બંને મસ્તી કરવાવાળા સ્ટાર્સની આ કિસિંગ સીન વાળી તસ્વીર ખૂબ જ વાયરલ થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version