“મારી પ્રોપર્ટીમાંથી રેખાને કંઈ નહિં મળે” જાણો રેખાના પતિ બીજું શું સ્યુસાઇડ નોટમાં લખીને ગયા હતા

“મારી પ્રોપર્ટીમાં રેખાને કઈ નહિ મળે” જાણો રેખાના પતિ બીજું શું લખીને ગયા હતા એમની સુસાઇડ નોટમાં.

લિજેન્ડ એક્ટ્રેસ રેખા….જેમની પર્સનલ લાઈફની સૌથી વધુ ચર્ચા થઈ, એમની અંગત જિંદગી વિશે વધુ વાતો કરવામાં આવી પણ એ પણ સત્ય છે કે એમનું અંગત જીવન, એમના સંબંધોનું સત્ય આજે પણ પહેલી બનેલું છે. રેખાને ઘણીવાર પ્રેમ થયો પણ એમનો પ્રેમ ક્યારેય પૂરો ન થયો. એમની મોહબ્બતની દાસ્તાન અમિતાભ બચ્ચન સુધી સીમિત નથી રહી, એમને બીજા સાથે પણ પ્રેમ થયો, એમને લગ્ન પણ કર્યા પણ તેમ છતાં એ એકલી જ રહી. વિનોદ મહેરા સાથે એમના લગ્ન તો એક મિસ્ટ્રી બનીને જ રહી ગયા.

image source

એમને બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે ઓફિશિયલી પણ લગ્ન કર્યા પણ એ પણ થોડા સમયમાં જ એમનો સાથ છોડી ગયા. મુકેશ અગ્રવાલનું મોત સુસાઈડથી થયું હતું અને એ પછી રેખા પર ઘણા આરોપ પણ લાગ્યા પણ શુ તમે જાણો છો કે મુકેશ અગ્રવાલે પોતાની સુસાઇડ નોટમાં પણ રેખાની વાત કરી હતી, તો ચાલો જાણી લઈએ મુકેશ અગ્રવાલે સુસાઇડ નોટમાં શુ લખ્યું જતું અને એમનો સંબંધ કેવી રીતે જોડાયો અને કેમ તૂટ્યો.

રેખા અને મુકેશની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. મુકેશ અગ્રવાલ પોપ્યુલર હોટલાઈન ગ્રૂપ અને નિકીતાશા બ્રાન્ડના માલિક હતા. પહેલા તો મુકેશ અગ્રવાલ રેખાને પસંદ નહોતા આવ્યા પણ બહુ જલ્દી જ રેખા અને મુકેશ નજીક આવવા લાગ્યા અને એમને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો અને પ્રેમ પણ એવી કે બંનેએ એક મહિનામાં જ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.વર્ષ 1990માં બંનેએ મુંબઈના એક મંદિરમાં લગ્ન કરી લીધા.

રેખા અને મુકેશ જેટલી જલ્દી પ્રેમ અને લગ્ન કર્યા એટલી જ જલ્દી બંનેના સંબંધનો અંત પણ આવી ગયો. લગ્નના 6 મહિના પછી બન્નેના ડિવોર્સ થઈ ગયા. કહેવામાં આવે છે કે મુકેશ પોતાના બિઝનેસ માટે રેખાનું નામ અને એમના ચહેરાનો ઉપયોગ કરવા માંગતા હતા પણ રેખાને એ બિલકુલ પસંદ નહોતું. એમને મુકેશને સમજાવ્યું હતું કે બિઝનેસમાં મને ઇનવોલ્વ ન કરો પણ મુકેશ માની નહોતા રહ્યા. આખરે પરેશાન થઈને રેખાએ ડિવોર્સ લેવાનો નિર્ણય કરી લીધો.

image source

બિઝનેસના કારણે પહેલેથી જ તણાવમાં રહેલા મુકેશ અગ્રવાલ રેખા સાથે ડિવોર્સ પછી વધુ પરેશાન થઈ ગયા અને ડિવોર્સના થોડા મહિના પછી પોતાના ફાર્મહાઉસમાં રેખાના દુપટ્ટાથી ફાંસી લગાવીને જીવ આપી દીધો જો કે એ દુપટ્ટો રેખાનો જ હતો એને લઈને કોઈ ઓફિશિયલ બયાન ક્યારેય સામે નથી આવ્યું. પણ મુકેશ અગ્રવાલના સુસાઇડ માટે લોકો રેખાને જવાબદાર ગણવા લાગ્યા. રેખા પર બીજા પણ ઘણા આરોપ લગાવવામાં આવ્યા હતા.

મુકેશ અગ્રવાલે મરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી જેમાં એમને ચોખ્ખું લખ્યું હતું કે એ રેખા માટે કઈ જ નથી છોડી રહ્યા, યસીર ઉષ્માને રેખા પર જે પુસ્તક લખ્યું છે એમાં એમને મુકેશ અગ્રવાલની સુસાઇડ નોટ વિશે પણ વાત કરી છે. એમના અનુસાર મુકેશે સુસાઇડ નોટમાં ચોખ્ખું લખ્યું હતું કે મારી સંપતિમાંથી રેખાને કઈ જ ન આપવામાં આવે.

image source

હું એના માટે કઈ જ મૂકીને નથી જઈ રહ્યો. કારણ કે એ ખુદ કમાવામાં સક્ષમ છે. મુકેશ અગ્રવાલે એમ પણ લખ્યું હતું કે એ ઈચ્છે છે કે એમનો ભાઈ, એમની મિત્ર આકાશ બજાજ જે એમની મનોચિકિત્સક પણ હતી અને એમના બાળકોની સારસંભાળ રાખે.

ડિવોર્સ અને પછી મુકેશ અગ્રવાલના સુસાઇડ પછી રેખા પર 3 પણ આરોપ લગાવાયો કે એમને ફકત પૈસા માટે મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. પણ ખુદ મુકેશ અગ્રવાલના ભાઈએ આ અંગેની હકીકત જવી હતી. એમને કહ્યું હતું કે રેખા વિશે જે પણ વાતો કરવામાં આવી રહી છે એ બધી જૂઠી છે.

image source

હકીકત તો એ છે કે રેખાએ અમારી પાસે ના ક્યારેય કઈ માંગ્યું ન અમારી પાસેથી કઈ લીધું. દિલ્લીના પૂર્વ કમિશનર અને મુકેશ અગ્રવાલના નજીકના મિત્ર રહી ચૂકેલા નીરજ કુમારે પણ જણાવ્યું હતું કે રેખાએ મુકેશ અગ્રવાલના મૃત્યુ પછી એમની ફેમીલી પાસે ક્યારેય કોઈ વસ્તુ નથી માંગી. પણ તેમ છતાં મુકેશના સુસાઇડ માટે જવાબદાર રેખાને જ ગણવામાં આવી.

એમને ડાયન, પતિને ખાઈ જનારી, નેશનલ વેમ્પ…બીજા પણ ન જાણે કેટલા ખરાબ શબ્દો કહેવામાં આવ્યા. એ પણ કહેવામાં આવ્યું કે રેખાની પોપ્યુલરિટી હવે ખતમ થઈ જશે પણ એવું કંઈ ન થયું. ન ક્યારેય રેખાનો ગ્રેસ ઓછી થયો, ન તો એમની ફેન ફોલોઇંગમાં ક્યારેય કમી આવી. એ લિજેન્ડ હતી, છે અને રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *