રેખાના કારણે સલમાન ખાને નથી કર્યા લગ્ન, અભિનેતાએ જાતે કર્યો હતો ખુલાસો.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ‘દબંગ’ સલમાન ખાન 56 વર્ષના થઈ ગયા છે, પરંતુ આજે પણ આ અભિનેતાને ઈન્ડસ્ટ્રીનો મોસ્ટ એલિજીબલ બેચલર માનવામાં આવે છે. સલમાન ખાનના જીવનમાં ઘણી છોકરીઓ આવી પરંતુ તેમનો કોઈ સંબંધ લગ્નના બંધનમાં ન પહોંચી શક્યો. આ કારણોસર, સલમાન ખાનના લગ્ન ઇન્ડસ્ટ્રીમાં એક ચર્ચાનો વિષય છે, જેને લગતા પ્રશ્નો સલમાનને વારંવાર પૂછવામાં આવે છે અને અભિનેતા હંમેશા આ પ્રશ્નો પર હસતા રહે છે. પરંતુ શું તમે જાણો છો કે એકવાર સલમાન ખાને તે અભિનેત્રીનું નામ જાહેર કર્યું હતું, જેના કારણે સલમાન ખાન આજ સુધી સિંગલ છે

image soucre

સલમાન ખાને તેના વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસમાં ખુલાસો કર્યો હતો કે તેણે બોલિવૂડની સુંદર અભિનેત્રી રેખાના કારણે હજુ સુધી લગ્ન કર્યા નથી અને તેના કારણે જ તે સિંગલ છે કારણ કે તે રેખા સાથે લગ્ન કરવા માંગતો હતો.

રેખા પોતાની ફિલ્મ ‘સુપર નાની’ના પ્રમોશન માટે બિગ બોસ પહોંચી હતી. આ દરમિયાન રેખાએ શોમાં કહ્યું હતું કે જ્યારે સલમાન ટીનેજર હતો ત્યારે તે મારાથી પ્રભાવિત હતો. એ દિવસોમાં અમે બંને પાડોશી હતા અને તેથી જ જ્યારે હું સવારે સાડા પાંચ વાગે મોર્નિંગ વોક માટે જતી ત્યારે તે સાયકલ પર મારી પાછળ આવતો. સલમાન મને બાલ્કનીમાં ઉભો જોતો હતો. ત્યારે તેને ખબર ન પડી પણ તે મને પ્રેમ કરવા લાગ્યો હતો.

image socure

આગળ, રેખાએ કહ્યું હતું કે સલમાન ખાન પણ તેના મિત્ર સાથે મારા યોગા ક્લાસ પણ જોઈન કર્યા હતા. એટલું જ નહીં, સલમાન ખાને તો ઘરના બધાને કહી પણ દીધું હતું કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું તે છોકરી સાથે લગ્ન કરવા માંગુ છું.’ રેખાની આ વાત સાંભળીને સલમાન ખાન થોડો શરમાયો અને પછી કહે છે કે કદાચ એટલે જ મારા હજુ લગ્ન નથી થયા. સલમાનની આ વાત પર રેખાએ પણ ફની જવાબ આપ્યો છે. તે કહે છે, ‘હવે એ કહો કે કદાચ એટલે જ મેં લગ્ન નથી કર્યા.’

image socure

સલમાન ખાનનું નામ સંગીતા બિજલાની, ઐશ્વર્યા રાયથી લઈને કેટરિના કૈફ સુધીની ઘણી બોલિવૂડ અભિનેત્રીઓ સાથે જોડાયેલું છે. સલમાન અને સંગીતા તો લગ્ન પણ કરવાના હતા. બંને એકબીજાને લાંબા સમય સુધી ડેટ કરી રહ્યા હતા પરંતુ છેલ્લી ઘડીએ બંનેમાં લગ્ન કેન્સલ થઈ ગયા અને બંને કાયમ માટે અલગ થઈ ગયા.

image soucre

ઐશ્વર્યા રાય સાથે સલમાન ખાનના સંબંધોની પણ ખૂબ ચર્ચા થઈ હતી. બંને બોલિવૂડના પાવર કપલ હતા. ચાહકોને પણ સલમાન અને ઐશ્વર્યાની જોડી ખૂબ પસંદ આવી પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. બંને લગભગ સાડા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતા. બંનેના બ્રેકઅપની ઘણી ચર્ચાઓ થઈ હતી. આજના સમયમાં સલમાન અને ઐશ્વર્યા એકબીજાની સામે પણ નથી આવતા.