Site icon News Gujarat

રિલાયંસ ફાઉંડેશનનું વધુ એક સરાહનીય કાર્ય, ડોક્ટરને આપશે વધારાનો પગાર

રિલાયંસ ફાઉંડેશનએ કોરોના વાયરસ સામે લડતા સર એચ એન રિલાયંસ ફાઉંડેશન હોસ્પિટલના સ્વાસ્થ્યકર્મીઓને એક મહિનાનો વધારાનો પગાર આપવાની ઘોષણા કરી છે. આ વધારાનો પગાર ડોક્ટર, નર્સ સહિત દરેક સ્વાસ્થ્યકર્મીને મળશે જે કોરોના સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

image source

રિલાયન્સ ફાઉન્ડેશને કોરોના વાયરસ સામે લડવા માટે મુંબઇમાં 100 બેડની હોસ્પિટલ પણ બનાવી છે. આ હોસ્પિટલમાં કામ કરતા રિલાયન્સ ફાઉન્ડેશનના આરોગ્ય કર્મચારીઓ અને ડોકટરોને પણ એક મહિનાનો વધારાનો પગાર આપવામાં આવશે.

રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીનો આભાર માનતા, સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. ડો. તરંગે કોરોનાની સારવારમાં રોકાયેલા દેશભરના ડોકટરો અને નર્સો પરના હુમલાના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે લોકો તેમના પર થૂંકતા હોવાના અહેવાલો, મકાનમાલિકોના અભદ્ર વર્તન પણ બહાર આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ડોકટરોને વધારાનો પગાર આપવાનું રિલાયન્સ ફાઉન્ડેશનનું પગલું તેમને સેવા તરફ પ્રોત્સાહિત કરે છે.

ડો.તરંગે આરોગ્ય કર્મચારીઓને લખેલા પત્રમાં તેમનો આભાર માનતાં કહ્યું કે તમારી કોરોના વાયરસ સામે લડતમાં તેમને પૂર્ણ સહકાર મળશે. તેમણે આરોગ્ય કર્મચારીઓને હીરો ગણાવતાં તેમણે કહ્યું કે, “ કોવિડ -19 સામેને આ યુદ્ધમાં સૈન્યની જેમ સાથે મળીને કામ કરી રહેલી રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ ટીમનો ખૂબ આભારી છું. તમે વાસ્તવિક યોદ્ધા છો. તમારા કાર્ય પર અમને ખૂબ ગર્વ છે. ”

image source

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા એક મહિનાના વધારાના પગાર ઉપરાંત ઘરનું કરિયાણા પણ આપવામાં આવી રહ્યું છે. આ વસ્તુ તે આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે જેઓ હોસ્પિટલમાં કામ દરમિયાન ઘરે ધ્યાન આપી શકતા નથી. આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ માટે ફ્રી બસ સેવા, ભોજન અને અન્ય સુરક્ષા ઉપકરણો જેવી સુવિધાઓ પણ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના કર્મચારીઓ પ્રદાન કરી રહી છે.

રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે વધુ એક જાહેરાત કરી છે કે જો તેમની હોસ્પિટલના કોઈ કર્મચારી કે તેમના પરિવારના સભ્યને કોરોનાને અસર થાય છે. તો ફાઉન્ડેશન તેની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.

Exit mobile version