Reliance Jio લોન્ચ કરશે 4જી સ્માર્ટ ફોન, કિંમત જાણીને તમે પણ લઇ લેશો એક જ ઝાટકે

રિલાયન્સ જીયો પોતાના 4જી ફીચર ફોન યુઝર્સને સ્માર્ટફોન્સ પર માઇગ્રેટ કરવા માટે તૈયારી કરી રહ્યુ છે. તે ઉપરાંત કંપની વોડાફોન આઇડિયા અને ભારતી એરટેલ જેવી કંપનીના 2જી યુઝર્સને પણ પોતાના તરફ ખેંચવા માગે છે.

image source

ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે, ટેલિકોમ કંપની જલદી જ દેશમાં સ્માર્ટ ફોન નિર્માતા વીવોની પાર્ટનરશિપમાં જિયો એક્સક્લૂઝિવ સ્માર્ટફોન્સ લોન્ચ કરશે. કંપની પોતાના સ્માર્ટફોન્સની સાથે OTT પ્લેટફોર્મનો ફ્રી એક્સેસ, ડિસ્કાઉન્ટ, વન-ટાઇમ સ્ક્રીન રિલ્પેસમેન્ટ, શોપિંગ બેનિફિટ્સ જેવી ઓફર્સ પણ આપશે.

રિલાયન્સ જીઓ જલદી લોન્ચ કરશે 4જી સ્માર્ટ ફોન

image source

રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ જિયો લોકલ મેન્યુફેક્ચરર જેમ કે કાર્બન, લાવા ઉપરાંત ચાઇનીઝ બ્રાન્ડની સાથે વાતચીત કરી રહી છે. રિપોર્ટમાં આ બાબત સાથે જોડાયેલા લોકો પાસેથી ET એ જણાવ્યું કે કંપનીનુ લક્ષ 8 હજાર રૂપિયામાં કે પછી તેના કરતાં ઓછી કીંમતમાં સ્માર્ટ ફોન્સ લાવવાનું છે.

image source

આ પહેલાં સમાચાર આવ્યા હતા કે જિયોએ iTel ની સાથે ભાગીદારી કરી છે. ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતાની સાથે જિયો દેશમાં 3 હજારથી 4 હજાર રૂપિયા વચ્ચે સ્માર્ટફોન લોન્ચ કરશે. અત્યાર સુધી હેંડસેટ્સને ભારતીય માર્કેટમાં લોન્ચ નથી કરવામાં આવ્યાં. જિયો પોતાની જીયોફોન સીરીઝ માટે Flexની સાથે પણ કામ કરી રહ્યું છે. અને હવે કંપનીની યોજના ગૂગલની ભાગીદારીમાં લો-કોસ્ટ 4જી
ડિવાઇઝ લોન્ચ કરવાની છે.

image source

વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે, જિઓના લેટેસ્ટ પગલાંથી કંપનીને ગ્રોસ સબ્સક્રાઇબર વધારવામાં મદદ મળશે. દેશમાં 350 મિલિયનથી વધારે ફીચર ફોન યુઝર્સ છે અને આ સંખ્યા ખૂબ મોટી છે. આ જ કારણ છે કે જિયોની પાસે લો-કોસ્ટ સ્માર્ટફોન્સ લોન્ચ કરી સબ્સક્રાઇબર વધારવાનો મોટો અવસર છે. અહેવાલે દ્વારા એ પણ ખબર પડે છે કે ભારતી એરટેલ પણ સ્માર્ટફોન વેન્ડર્સ જેમ કે લાવા, વીવો અને
કાર્બન જેવી કંપનીઓની સાથે લો-કૉસ્ટ 4જી સ્માર્ટફોન્સ લાવવાની વાતચીત કરી રહી છે. આ આવનારા સમયમાં ખબર પડશે કે ટેલિકેમ ઇન્ડસ્ટ્રીના આ નવા યુદ્ધમાં કઈ કંપની જીતશે.

image source

રિલાયન્સ જ્યારથી ટેલિકોમ માર્કેટમાં આવ્યું છે ત્યારથી આ ક્ષેત્રે કંપનીઓ વચ્ચે ગળાકાપ હરિફાઈ થઈ રહી છે. રિલાયન્સ ખુબ જ સસ્તામાં લોકોને ઇન્ટરનેટ પુરુ પાડી રહી છે અને તેની સાથે બીજી બધી કંપનીઓ હાંફી રહી છે. જો કે રિલાયન્સના ગ્રાહકોને ડેટાની સ્પીડને લઈને ફરિયાદ રહ્યા જ કરે છે. તો બીજી બાજુ વોડાફેનના ગ્રાહકોને પણ નેટવર્કની ફરિયાદ રહે છે. આમ ગ્રાહકો સંપુર્ણરીતે કોઈ પણ કંપનીથી સંતુષ્ટ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત